________________
તત્ત્વત્રયી–મીમાંસા.
અખંડ ૧ પ્રો. મૅકડોનલે-વેમાંથીજ આપસ આપસમાં વિરોધ રૂપની સષ્ટિવિષયક છ સાત સૂક્તો બતાવતાં જણાવ્યું છે કે –
વિશેષ પ્રાચીન ઋષિઓના અભિપ્રાય પ્રમાણે-દેવતાઓએ સૃષ્ટિ ઉત્પન્ન કરી છતાં કહેવામાં આવ્યું કે-વર્ગ અને પૃથ્વી એ બઉ દેવતાઓનાં-માં બાપ છે.
ઉત્પન્ન કરનાર મા બાપ ગણાય પણ ઉત્પન્ન થયેલા દે મા બાપ શી રીતે ?
અ. નં. ૧૦, સૂ. ૫૪ થી જણાવવામાં આવ્યું કે પોતાના શરીરમાંથી પિતાના મા બાપને ઉત્પન્ન કર્યા. અ. નં. ૧૦, સૂ. ૭૨ થી દક્ષને જન્મ અદિતિથી થયો અને અદિતિને જન્મ દક્ષથી થયો. એ પણ વિચારવા જેવું છે.
વા. . ૧૦, સૂ. ૯૦ મું-પુરુષ સૂક્ત છે. તેને અર્થ છે. મેકડોનલે, સાયણચાર્યો તેમજ સ્વામી દયાનંદજીએ-યજુર્વેદના એજ સૂક્તને અર્થ કર્યો છે. એ ત્રણેના અર્થમાં જે તફાવત છે તે વિચારી જોઈએ— :
છે. મૅકડોનલ-એ સૂક્તમાં દેવતાઓને સૃષ્ટિના કર્તા વર્ણવ્યા છે પણ પ્રથમ પુરુષના શરીર ઉપરથી સૃષ્ટિ રચવામાં આવી. એ પુરુષને હજાર માથાં, હજાર પગ, ભૂમિને ઢાંકયા પછી ભૂમિ ઉપરાંત તેનું શરીર ફેલાઈ વળે છે–
એક રાક્ષસી પુરુષના શરીરમાંથી રચાયું એ વિચાર જૂને છે પણ આ રીત જુની નથી. બ્રાહ્મણોમાં–વિષ્ણુને યજ્ઞ તરીકે કલ્પવામાં આવ્યું છે. તે શૈલીથી અહિ-સુષ્ટિના કમને યજ્ઞના વિધિ તરીકે, પુરુષને પશુ તરીકે, કલ્પી તેના શરીરના જુદા જુદા ભાગે ગણાવતાં–તેનું માથુ તે–આકાશ, નાભિ તેઅંતરિક્ષ, પગ તે–પૃથ્વી, શ્રોત્ર તે દિશાઓ, મનમાંથી ચંદ્ર, આંખમાંથી–સૂર્ય, મુખથી ઇંદ્ર અને અગ્નિ, શ્વાસથી વાયુ. એવી રીતે દેવતાઓએ જુદી જુદી દુનિયાઓને ઘી.
એ સૂક્ત મોડું રચાયેલું છે. એને ચે ભાગ પ્રાણીઓ છે અને બાકીના ત્રણ ભાગ તે અમર લેકની દુનિયા છે.
બ્રાહ્મણોમાં–પુરુષ અને પ્રજાપતિ એકજ છે. ઉપનિષદમાં પુરુષને વિશ્વની સાથે તાદામ્ય ગણે છે. સાંખ્યમાં કૈતપુરુષ એ આત્મા, એ પ્રકૃતિથી ભિન્ન ગણે છે. વેદાંતમાં-પુરુષમાંથી સૃષ્ટિ રચનાર (સગુણબ્રહ્મ) વિરાજની ઉત્પત્તિ જણાવી છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org