________________
*
*
*
૩૮ - તત્ત્વત્રયી–મીમાંસા.
- ખંડ ૧ તારવી કાઢવામાં આવતું હતું. વિશ્વકર્મા “સર્વને રચનાર ” એ દેવની ઉત્પત્તિ આવી જ રીતે થઈ હશે એ ઘણું સંભવિત જણાય છે.
- બે સુષ્ટિ વિષયક સૂક્તો (મં ૧૦, સૂ. ૮૧-૮૨) માં એ વિશ્વકર્મનને સંબોધન કરવામાં આવ્યું છે. એ બેમાંના આગળા સૂક્તમાં સાત મંત્ર આપેલા છે. તેમાંના (૨-૩-૪) એ ત્રણ મંત્રનો અર્થ માત્ર આપીએ છીએ–
જે વખતે વિશ્વકર્મા એ સઘળું જોનારા દેવતાએ પિતાના બળ વડે કરીને પૃથ્વીને ઉત્પન્ન કરી અને આકાશને પ્રકટ કર્યું તે વખતે એનું અધિષ્ઠાન શું હતું? એણે શી વસ્તુ વડે પોતાના કર્મને આરંભ કર્યો ? કેવી રીતે એણે પિતાનું કર્મ કર્યું.? જેની આંખ સઘળી દિશામાં છે, જેનાં મુખે સઘળી દિશામાં છે, જેના બાહુ સઘળી દિશામાં છે જેના પગ સઘળી દિશામાં છે એવો
એક દેવતા આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરીને પિતાના બાહુ વડે અને પિતાની પાંખો વડે તેને જોડી દે છે. કેઈ કહેશે કે એવું કયું વન હતું, એવું કયું વૃક્ષ હતું કે જેમાંથી આકાશ અને પૃથ્વીને તેઓએ ઘડ્યાં?. હે ઋષિઓ? હમારા મનમાં હમે જરા વિચાર કરે કે જુદાં જુદાં ભુવનેને જે વખતે એ ધરી રહ્યા હશે તે વખતે એ શેના ઉપર ઉભા રહ્યો હશે ?
“વન” એ જે શબ્દ અહીં વાપરવામાં આવ્યે છે તેજ શબ્દ ગ્રીક ફિલસુફીમાં પણ “મૂળ પદાર્થ” (hule ) ને માટે હમેશાં વપરાયલ દીઠામાં આવે છે એ વાત ખાસ લક્ષ ખેંચે એવી છે.
બીજા સૂક્ત (મં ૧૦ સૂ. ૮૨ ) માં એ સિદ્ધાંત મુકવામાં આવ્યો છે કે વસ્તુઓનું પ્રથમ બીજ આ વિશ્વ અને સઘળા દેવતાઓનું આદિકારણ આ (પાણીની દેવીઓ) થી ઉત્પન્ન થયું છે. (મંત્ર. ૩-૫-૬ છે ને અર્થ જ મુકીએ છીએ)
જે આપણો પિતા, આપણે જનિતા, આપણે વિધાતા છે જે સઘલાં ધામને અને સઘળાં પ્રાણીઓને પિછાને છે, જે એકલે જુદા જુદા દેવતાઓને જુદાં જુદાં નામ આપવાને સમર્થ છે, તેના તરફ પ્રશ્ન પુછતાં બીજા સઘળાં પ્રાણીઓ વળે છે. મા –પાણીની દેવીઓએ એ પ્રથમ ગર્ભ કયે ધારણ કર્યો કે જેમાં સઘળા દેવતાઓએ પિતાની જાતને એકઠી મળેલી જોઈ, જે આ પૃથ્વી પર છે, જે આકાશથી પર છે, જે બળવાનું દેવતાઓના ગૂઢ નિવાસસ્થાનથી પણ પર છે ? તે પ્રથમ ગર્ભને આg – પાણીની દેવીઓએ ધારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org