________________
તત્ત્વત્રયી--મીમાંસા.
ખંડ ૧
૯ સુષ્ટિ થયા પછી માનસ યજ્ઞમાં તે વિરાટ્ પુરુષ પશુનું પ્રક્ષણ કર્યું" અને સૃષ્ટિ સાધન ચેાગ્ય-પ્રજાપતિ આદિ દેવાએ-યજ્ઞ કર્યો. તેથી દષિ આદિ ભાગ્ય પદાર્થ, હરિણ અન્ધાદિ પશુ, અને ચાર વેદના ઉત્પન્ન થયા. એ પ્રકારે અધી સૃષ્ટિ જ થઈ ગઈ.
૨૪
૧૦ સકલ્પથી વિરાટ્ની ઉત્પત્તિ કર્યાં પછી તેના વિભાગ કર્યા. બ્રાહ્મણુ મુખ, ક્ષત્રિય ખા, વૈશ્ય ઉરૂ, અને શૂદ્ર પગ. પછી પ્રજાપતિના મનથી ચંદ્રમા આદિ બધા લેાક ઉત્પન્ન થઇ ગયા.આગળ સ્વામીજીના અને તપાસીએ,
સ્વામી દયાનંદ સરસ્વતીજીએઋગ્વેદગત-પુરુષ સૂકતના અર્થ નથી કર્યા કેમકે ત્યાં સુધી તેમના ભાષ્યને પુહચતા પાતે પહિલાજ દિવંગત થઇ ગયા હતા, કિંતુ તેમણે યર્જુવેદગત પુરુષ સૂકતને અથ કર્યા છે અને સમસ્ત સૂકતના અર્થ આ પ્રકારે વર્ણન કરે છે.
સો આ મંત્રમાં પુરુષ શબ્દ વિશેષ્ય અને અન્યપદ તેના વિશેષણ છે. પુરુષ તેને કહે છે કે-જે આ સર્વ જગમાં પૂર્ણ વ્યાપ્ત થઇ રહ્યો છે અર્થાત્ જેણે પાતાની વ્યાપકતાથી આ જગતને પૂર્ણ કરી રાખ્યુ છે. પુર કહેતાં બ્રહ્માંડ અને શરીર, તેમાં જે સત્ર વ્યાપ્ત અને જીવના અંદર પણ વ્યાપક અર્થાત્ અ ંતર્યામી છે. આ અર્થમાં નિરુત આદિનાં પ્રમાણુ સંસ્કૃત ભાષામાં લખ્યાં છે. તે જોઇ લેવાં.
અ
"1
સહસ્ર નામ -સપૂર્ણ જગતનુ અને અસંખ્યાતનુ પણ નામ છે, તે જેના વચમાં સર્વ જગતનાં અસંખ્યાત-શિર, આંખ, અને પગ સ્થિર રહેલાં છે તેને સહસ્રરવાં, સસ્ત્રાક્ષ અને સદત્રવાર્ પણ કહીયે છીએ. કેમકે તે અનંત છે જેમ આકાશના વર્ચમાં સર્વ પદા રહે છે અને આકાશ સથી જુદે રહે છે અર્થાત્ કાઇની સાથે મંધાતા નથી. તેજ પ્રકારે પરમેશ્વરને પણ જાણા. “સમૂમિ સવંત નૃત્ય ” તે પુરુષ સર્વ જગથી પૂર્ણ થઈ પૃથ્વી તથા લાકને ધારણ કરી રહ્યો છે. ( પ્રતિષ્ઠત્ ) દશાંગુલ શબ્દ બ્રહ્માંડ અને હૃદયને વાચક છે, અંગુલી શબ્દ અંગને અવયવ વાચી છે. પાંચ સ્થૂળભૂત અને પાંચ સૂક્ષ્મ એ છે મલીને જગતના દશ અવયવ થાય છે, તથા પાંચ પ્રાણ, મન, બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ ચાર અને દશમે જીવ અને શરીરમાં જે હૃદય દેશ છે તે પણ દશ અકુલના પ્રમાણથી ગણાય છે જે આ ત્રણેમાં વ્યાપક થઇ એના ચારે તરફ પણ પરિપૂર્ણ રહ્યો છે તેથી તે પુરુષ કહેવાય છે કેમકે જે તે દશાંગુલ સ્થાનને પણ ઉલ્લઘન કરીને સર્વત્ર સ્થિર છે તેજ સર્વ જગતને બનાવવાવાળા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org