________________
તથીની પ્રસ્તાવના.
- પેલા શ્રાવકેએ પુછેલા પ્રશ્નોના જેવા અનેક પ્રકોપથી અનેક વાર અમારા કાન પણ ગુનેગાર થએલાજ હતા, તેમજ ભરૂચના શ્રાવકની પણ રેજને રાજ પ્રેરણા થવા લાગી એટલે અમે નવીન નવીન વૈદિક મતના મંથને પણ કાંઈક અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું. કહેવત છે કે-અતિમંથનથી કાંઈ ને કાંઈ તે મળેજ” બધા દેએ મલીને સમુદ્રનું મંથન કર્યું તે શું તેમને અમૂલ્ય એવાં ચઉદ (૧૪) રત્ન મેળવ્યાં ન હતાં? મેળવ્યા હતાં. અને એ વાત પુરાણથી પ્રસિદ્ધ પણ થઈ ગઈ છે. તે પ્રમાણે ગ્રંથ સમુદ્રનું મંથન કરતાં અમારા હાથમાં કિંચિત્ જે કાંઈ આવ્યું તેમાનું કાંઈક ઉપર બતાવેલા પ્રશ્રનેત્તરમાં ગર્ભિત પણે રહેલું જેન-દિક માન્યતા પ્રમાણે સૃષ્ટિનું સ્વરૂપ, તેમજ બન્નેના દેવેનું સ્વરૂપ, તેમના ગુરૂઓનું સ્વરૂપ, તથા તેમના ધર્મનું સ્વરૂપ જેન–વૈદિકની તુલના રૂપે લખીને બતાવાનો પ્રયત્ન કરેલ છે. ભાષા પ્રાયે સરલ ગામડીઆએ પણ સમજી શકે તેવી વાપરેલી છે.
છે ઈતિ ગ્રંથની ઉત્પત્તિમાં નિમિત્ત ભૂત ગામડાઓના શ્રાવકે ને બ્રાહ્મણને વિચાર.
જે ખરા પરમાત્માને લખશે તેજ સત્ય તત્વને મેળવશે? - આ મારે ગ્રંથ હાથમાં લેતાની સાથે કેટલાક તત્વોતરાને વિચાર વિનાના અથવા પિતાના મતના દષ્ટિ રાગથી રંગિત હશે તેઓ જરૂર કહેશે કે આ લેખકે કાળી બાજુ ચીત્રીને શી ચતુરાઈ કરી? એમ કહી અવજ્ઞા કરવા વાળાની ભૂલ થશે. કારણ કે અમે જેને વિચાર કરીને બતાવ્યો છે, તે કેઈ પ્રાકૃત માણસને કરીને બતાવ્યું નથી, પણ પરમાત્મા ને–પરમેશ્વરને, તેમજ સર્વજ્ઞ પણું મેળવી જીવ અજીવાદિક તત્ત્વા તત્ત્વના સ્વરૂપના બતાવનાશ જગત્ જતુઓના ઉદ્ધારકોને, વિચાર કરીને બતાવ્યા છે. તે ૫છી તેવા પરમાત્માઓમાં કાલી બાજુને અવકાશજ કયાંથી હોય? અગર જે કઈ પરમા
મા પણ સ્વીકાર કરીને તેમાં કાલી બાજુ માનતે હોય તો તે પિત્તલને સેનું માનવાવાળો, અંધકારને પ્રકાશ માનવાવાળા, અમે ધતૂરાનું પાન કરી સર્વત્ર પીલું પીલું જેવાવાળે છે એમ કેમ નહી સમજવું ? જુવે કે– ' . (૧) જે કામદેવને વશ થએલા હોય તેવાઓને, પરમાત્મા તરીકે અંગીકાર કરવા તે શું યોગ્ય છે ખરા?,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org