________________
૧૯૦
તત્વત્રયીની પ્રસ્તાવના.
બે ચાર તેવા ત્યાગીઓનો પ્રાદુર્ભાવ થતાં, તેઓના પરિચયવાળા લેકેની, યજ્ઞયાગાદિકની ભાવના છુટવા લાગી હેય. એટલે તેવા ધંધાવાળા પંડિતેને, સ્વાર્થ પણ અટકી પડવા લાગ્યો હોય, અથત કર્મકાંડના વિધાનવાળું વેદજ્ઞાન પણ નહી જેવું થઈ પડેલું હોય, એટલે તે સમયના ચતુર પંડિતેએ વેદ વિદ્યાને નિકૃષ્ટ વિદ્યા બતાવીને જ્ઞાનકાંડના નામથી ઉત્કૃષ્ટ વિદ્યા બતાવવાના હેતુથી ઉપનિષદની રચના શરૂ કરી દીધી હોય, જે મતના વિચારો જેને ગોઠતા આવતા, તેમાં પિતાની મરજી મેળવી લખવા માંડયું. તેથી તેમાં ગડમથલ થએલા જેવું લાગે તે, સ્વાભાવિક જ છે. પરંતુ હું સર્વાના વચનને અનુસરીને, પૂર્વેના લેખમાં જે પ્રમાણે લખતે આવ્યું તે પ્રમાણે, અહીં લખીને બતાવું તે તે અયોગ્ય નહીં ગણાય.
અહીં યાજ્ઞવલ્કયના જ વિચારે જુ– - (૧) “જે સર્વ પ્રાણીઓ પર અંદરથી રાજ્ય ચલાવે છે તે હારે આત્મા અંતર્યામી છે.”
(૨) બીજી વાત– “જે કર્મ વડે માણસ સારે કે નઠારે થાય છે તે કમ સિવાય બીજુ કંઈ પણ એનું રહેતું નથી.”
, | (૩) ત્રીજી વાત–“મહાસત્વ બહાર નીકળીને પાછો એમાંને એમાં વિલીન થાય છે. જેમ મીઠાને ગાંગડા પાણીમાં ગળી ગએલે બહાર કાઢી શકાતે નર્થી.
| (૪) ચોથી વખતે એજ ઋષિએ-કરોળીયાના તંતુના દષ્ટાંતથી, અને અગ્નિના ન્હાના ન્હાના તણખાઓના દષ્ટાંતથી જણાવ્યું છે કે-આત્મામાંથી સઘળા પ્રાણ, સઘળા લેક, સઘળા દેવતાઓ, અને સઘળા પ્રાણિઓ બહાર નીકળે છે. ”
આ યાજ્ઞવલ્કય ઋષિનીજ, ચારે વાતનો વિચાર કમથી સર્વાના વચનને અનુસરીને જ બતાવું છું—
(૧) સર્વ પ્રાણિઓને અંતર્યામી બનેલે આત્મા, જ્ઞાની હશે કે અજ્ઞાની? જે તે જ્ઞાની છે તે અમારી પીડાઓ શા માટે નિવારણ નથી કરતે ? અંદર બેઠે બેઠે શા માટે તમાસો જોયા કરે છે? કહેવામાં આવે કે પિતાના કર્મથી જ પીડાઓ ભેગવે છે, તે પછી અમારા અંતર્યામી બનેલા આત્માએ અમારૂં શું ઉકાળ્યું? માટે આ થએલી કલ્પના કે જ્ઞાનીની છેજ નહી | ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org