________________
તત્રયીની પ્રસ્તાવના.
૧૬૭
આ ઉપર બતાવેલા જીવે હળકામાં હળક કેવળ પોતાના શરીર માત્રના સાધનથી નિર્વાહ કરી મરણ-જીવન કરી રહેલા છે તેથી એકજ ઈદ્રિયના મનાયેલા છે.
તેથી અધિક પુણ્યના ભેગે જેણે શરીરની સાથે જીભ મેળવી છે તેવા હાલતા ચાલતા બે ઇંદ્રિયના છ મનાય છે. દુનિયા આંખથી જોઈ શકે તેવા અનેક જાતિના કીડા.
શરીર, જીભ, અને નાશિકા આ ત્રણ ઇંદ્રિય જેણે મેળવી છે તેવા છો-કટિકા, માંકણ, કેડા આદિની અનેક જાતિઓ છે, તે પણ અધિક પુણ્યના યોગથી ઉપરની પાયરીએ ચઢેલાજ છે.
તેથી પણ અધિક પાયરીપર ચઢેલા-શરીર, જીભ, નાસિકા અને ચોથું ચક્ષુનું સાધન જેને મળેલું છે તેવા છ–માખીઓ, મછરે, કરેળિઆ આદિની અનેક જાતિઓ છે. તે પણ અધિક પુણ્યના વેગથીજ ઉપરના દરજે ચઢેલા છે.
. જેને શરીર, જીભ, નાસિકા, અને તેની સાથે સાંભળવાના માટે કાનનું સાધન મળેલું છે તેવા જી-જળમાં ફરનારા, પૃથ્વી પર ફરનારા, આકાશમાં ઉડનારા, બે પગના કે ચાર પગના અથવા પગ વગરના જેટલા બધા જીવે છે તે તિર્યંચ પંચેંદ્રિયના નામથી ઓળખાય છે. આ ઉપર બતાવેલા એક ઈદ્રિયના છથી લઈને પચેંદ્રિય સુધીના જીવે છે તે બધાએ તિર્યંચની જે બીજી ગતિ બતાવી છે તેનાજ ભેદે છે. - વ્યક્તપણે દુઃખ ભોગવવાના માટે જે આપણા પગની નીચેનું સ્થાન છે તે નરકનું સ્થાન બતાવેલું છે.
અને વ્યક્તપણે જે સુખ મેળવવાનું સ્થાન આપણું મસ્તકના ઉપર દેખાઈ રહ્યું છે તેને સ્વર્ગના નામથી બતાવેલું છે.
નારકીમાંને જીવ અને સ્વર્ગમાં જીવ ત્યાંને જન્મ પુરે કર્યા પછી મનુષ્યની ગતિમાં કે ઉપર બતાવેલી તિર્યંચની ગતિમાં નવો જન્મ ધારણ કર્યા સિવાય તેઓની ફેરફારી ત્યાંને ત્યાં થતી જ નથી.
મનુષ્ય પોતાની મનુષ્યની જાતિમાં લાગ લગટ સાત કે આઠ ભવ સુધી જન્મ ધારણ કરી શકે છે. પછી તે જરૂરજ માણસની નિ બદલવી જ પડે છે. એમ સર્વના સિદ્ધાંતમાં સ્પષ્ટ પણે બતાવેલું છે.
આ ચારે ગતિના છ પાપ-પુણ્યના સંબંધવાળા થએલા ૮૪ લાખ ઓની નિઓમાં અનાદિકાળથી ઉંચા કે નીચા ભટક્યા જ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org