________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
૧૬૩
તે આગલા જન્મના કૃત્યનું પરિણામ છે, તે જન્મને દરેક અનુભવ તે તેનાથી આગલા જન્મા કરેલા કૃત્યનું પરિણામ છે, અને એ પ્રમાણે આપણે ગમે તેટલા પાછળ જઈશું તે પણ એની એજ સ્થિતિ રહેશે. પાપ-પુણ્યની ફળ આપવાની શક્તિને માટે સાધારણ રીતે “અ” એ શબ્દ વપરાય છે, પણ ઘણી વાર એને માટે “” એ વધારે સાદે શબ્દ પણ વાપરવામાં આવે છે.” - સં. સા. પૃ. ૫૧૩થી–
એ વાર્મ તે મનુષ્યના જીવનનું નિયામક છે એટલું જ નહીં પણ જગતની દરેક વસ્તુની ઉત્પત્તિ તથા વિકાસનું નિયમન પણ એ કર્મ વડેજ થાય છે. કારણ કે જે કંઈ બનાવ બને છે તેની ગમે તે પણ કઈ પ્રાણુ ઉપર અસર થયા વગર રહેતી નથી, અને તેથી, પાપ-પુણ્યના ફળ વિષેના નિયમ પ્રમાણે તે પ્રાણીના કેઈ અગિળના કૃત્યને લીધે તે બનાવ બનેલે હવે જોઈએ.
બીજી રીતે કહીએ તે, પ્રકૃતિના વ્યાપાર તે પણ સચેતન પ્રાણીઓનાં પાપ-પુણ્યનું જ પરિણામ છે. આ પ્રમાણે સઘળી વસ્તુઓનું નિયમન કરનાર “વ” ની સત્તા આગળ ઈશ્વરના સ્વતંત્ર રાજ્યને માટે બીલકુલ અવકાશ રહેતું નથી. આ કારણથી, જે દર્શનેમાં ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે તેમાં પણ ઇશ્વરથી પણ ન શકાય એવા પાપ-પુણ્યના ફળ વિષે નિયમ બરાબર જાળવીને જગને તથા પ્રાણિમાત્રને દોરવવું એટલું જ ઈશ્વરનું કર્તવ્ય ગણવામાં આવ્યું છે. આ સિદ્ધાંતને વધારે હેટા પાયા ઉપર લઈ જઈને વિશ્વને જુદા જુદા કલ્પને અંતે પ્રલય અને વળી પુનરૂત્પત્તિ કલ્પવામાં આવ્યાં છે તે પણ “સંસાર”ના સિદ્ધાંતને જ એક ભાગ છે. * જેના વડે કરીને જન્મ પરંપરાને અંત આવે છે તે મોક્ષને સિદ્ધાંત પણ સઘળાં દર્શનેમાં સાધારણ છે અને તે પુનર્જન્મના સિદ્ધાંત એટલે જ પ્રાચીન છે. પ્રવૃતિ માત્ર ઈચ્છાને આધીન છે, અને એ ઈચ્છાની ઉત્પતિ “જિ ” ને લીધે છે.
આ લેખને સારાંશ-“ ” તે મનુષ્યના જીવનનું નિયામક, દરેક વસ્તુની ઉત્પતિ તથા વિકાસનું નિયમન એજ કર્મ વડે થાય છે. તેથી તે પ્રાણીના આગળના કૃત્યને લીધે બનાવ હવે જોઈએ.
બીજું–પ્રકૃતિના વ્યાપાર તે સચેતન પ્રાણીઓના પાપ-પુણ્યનું જ પરિણામ છે. કર્મની સતા આગળ ઈશ્વરના માટે અવકાશ રહેતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org