________________
પ્રકરણ ૩૭ મું. જૈન તને વિકારે હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૩૫૭ મુળ સુધી વિસ્તારેલા જગના મધ્ય પ્રદેશમાં રહે છે. આગળ જણાવ્યું તેમ વિશ્વ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. મધ્ય જગત એટલે કે આપણી પૃથ્વી, અની નીચેનાં નરક અને ઉપરનાં મુકતાત્માઓને રહેવાનાં સ્થાન સમેત વર્ગો.
આ પૃથ્વી નીચે ઉડે આવેલાં નરકે સાત છે અને દરેકના અનેક માળ (પાથડા) છે અને તે જુદાં જુદાં નરક રૂપે છે. સૌથી ઉપરના મકમાં નીચેની શ્રોણીના દેવ પણ વસે છે; નરકમાં જે જીએ પાછલા ભવમાં પાપ કર્યો હોય તેની સજા ભેગવવા તે જીવો ભયંકર સ્વરૂપે લાખે અને કરડે વર્ષને હિસાબે ગણાતા અમુક કાળ સુધી પાર વગરનું દુઃખ ભોગવવા રહે છે.
પૃથ્વી ઉપર ગે એક ઉપર બીજ ગોઠવાએવાં છે, પૃથ્વી ઉપરના ભવમાં જે પુણ્ય કર્યો હોય તેવા સુફળ રૂપે અમુક લાંબા વખત સુધી આનંદ ભેગવનાર છ દેવ સ્વરૂપે ત્યાં વસે છે. એ દેના અનેક વર્ગ છે અને તેમની શક્તિ તથા સુખમાં તફાવત હોય છે સ્વર્ગ જેમ ઉંચુ, તેમ તેમાં વસનાર દેવનાં સુખ વધારે અને સુંદર હોય છે એ સુખ એ ભેગવે છે ખરે, પણ અતે દુઃખ અને મૃત્યુથી મુકત થઈ શકતું નથી.
વિશ્વના મધ્ય ભાગમાં પૃથ્વીની ગોળ સપાટી ઉપર મધ્ય જગત આવેલું છે અને તેમાં તિય તથા મનુષ્યો છે. એને મધ્ય બિંદુએ મેરૂ પર્વત આવેલો છે. આની ચારે બાજુએ ગોળ જ ખૂદ્વીપ પથરાએલે છે અને એમાં આપણે વસીએ છીએ. જંબુદ્વિીપના ચારે બાજુએ વલયાકારે લવણ સમુદ્ર આવેલે છે, એની ચારે બાજુએ વળી ધાતકીખંડ વીંટીને આકારે આવેલું છે. આવી રીતે એક પછી એક એમ અનેક દ્વીપ અને સમુદ્ર ગોળાકારે આવેલા છે. છેવટે સ્વયંભૂરમણ સમુદ્ર આવેલ છે અને તે આખા મધ્ય જગતને ઘેરી રહયે. છે.
જંબુદ્વીપના પૂર્વ પશ્ચિમ આખા વિસ્તારમાં છ પર્વત માળાઓ આ પડેલી છે અને તેથી એ ખંડના સાત કટિબંધ પક્ષા છે, તે એક બીજાથી જુદા કદના છે. આ કટિબંધમાં આવેલા નું અને તેમાં વસતાં પ્રાણીઓનું ખુબ ઝીણું વર્ણન બહુ કલ્પના પૂર્વક જૈન ભોગેમિકેએ કર્યું છે, હાલના જેનો માને છે કે હિંદુસ્તાન અથવા સમસ્ત પૃથ્વી ભારત નામના કટિબંધમાં આવેલ છે.
'
' . સ્વર્ગમાં અને નરકમાં તેમજ મધ્ય જગતના અનેક ભાગોમાં પ્રિસ્થિતિ સ્થિર રહે છે, પણ ભારતવર્ષ વિગેરે દશ ક્ષેત્રોમાં ચઢતા ઉતરતા જુગનું કાળચક્ર નિરંતર ફર્યા કરે છે અને તેને અનુકૂળ હવાપાક વનસ્પતિ, શરીરનું પ્રમાણ, આયુને અવધિ અને ગુણ અવગુણ ચઢતે ઉતરતે કમે ફર્યા કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org