________________
પ્રકરણ ૩૭ મું. જેને તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૩૫૫ દરેક પળે નવાં કર્મ બંધાયે જાય તેથી પુરાં થઈ રહેલાં કર્મને સ્થાને નવાં કર્મ દરેક પળે આવતાં જાય છે તેથી ભાવની અનાદિ અનંત સાંકળ ચાલ્યા જાય છે અને જીવનું એક ભવથી બીજા ભવમાં ભટકવું કદી પુરૂં થતું નથી (અને કેટલા એકનું થાય છે.).
ભારતનાં બીજાં બધાં આધ્યાત્મિક દર્શનની પેઠે જેનદર્શનને પણ એજ ઉદેશ અને હેતુ છે કે જન્મમરણની ઘટમાળમાંથી જીવને મુક્ત કરવા અને સંસારનાં દુખમાંથી એને છોડવી નિર્વાણને માર્ગે લઈ જવા. આ સાધના બધા જીવથી સાધી શકાતી નથી, અનેક જીવ સ્વભાવથી જ અભવ્ય છે, એ કદાપિ મુકત થવાના નથી, એમને હંમેશાં જન્મમરણની ઘટમાળમાં રખડવાનું છે, પણ જે જી વિશેષ સંજોગોને બળે મુકત થવા નિર્માયા છે તે અનન્ત ભવને અન્ને આખરે નિર્વાણની શાન્તિ પામવાને શુભ કર્મોને બળે પોતાના આત્માને પરિપૂર્ણ કરીને અન્ને ભ્રષ્ટ ઉપકરણથી મુકત થઈ શકે છે. આ બે રીતે બની શકે છે. એણે (૧) નવા થતાં કમબધન અટકાવવાં જોઈએ અને (૨) અને જે કર્મબંધન લાગુ પડેલાં છે એને ક્ષય કરવો જોઈએ. કર્મથી રક્ષણ પામવાને માટે, એને ક્ષય કરવાને માટે, પાંચ ગ્રત પાળવાનાં કહ્યાં છે. (1) પ્રાણાતિપાતવિરમણવ્રત, એટલે કે જીવહિંસા ના કરવી. (૨) મૃષાવાદવિરમણ વ્રત એટલે કે મિથ્યા વચન ના બેલવું. (૩) અદત્તાદાન વિરમણ વ્રત એટલે કે ચેરી ના કરવી. (૪) મૈથુન વિરમણ વ્રત એટલે કે બ્રહ્મચર્ય વ્રત પાળવું અને (૫) પરિ ગ્રહ વિરમણ વ્રત એટલે કે કશું સંઘરવાની વૃત્તિ ના રાખવી પણ સૌથી અગત્ય નું તે એ છે કે દુ:ખને ધીરજથી સહેવું, ઉપવાસ કરવા, હિંસા મા કરવી, અધ્યયન કરવું તથા ધ્યાન ધરવું-ટૂંકામાં જુદા જુદા પ્રકારની બાહ્ય તથા આન્તર તપસ્યાથી સ્વર્ગનાં દ્વાર ખુલે છે. જેમણે સંસારને ત્યાગ કર્યો છે, જગતમાંથી પિતાનું ચિત્ત ખેંચી લીધું છે અને પરલોકમાં પરેવ્યું છે, એવા સાધુ કે સાધ્વીજ પરિપૂર્ણતાને માટે સાધુસંઘમાં પ્રવેશી શકે. - નિર્વાણ માટે માર્ગ લાંબા અને કઠણ છે. જેને ગુણસ્થાનકનાં ચૌદ સોપાન બતાવ્યાં છે અને એ સોપાને ચઢતા ચઢતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. જેને સમ્યક વિચાર નથી અને અહંકાર છે તે સૌથી નીચેના મિથ્યાત્વ ગુણ સ્થાનક પર છે, બીજા સાસ્વાદન અને ત્રીજા મિશ્ર ગુણસ્થાનક ઉપર આવતાં એને કંઈ શુભ વિચારે આવવા માંડે છે, ચેથા અવિરતિ સમ્યગદ્રષ્ટિ ઉપર આવતાં એને જ્ઞાન થાય છે અને કર્મબંધનમાંથી છુટવા માંડે છે. પાંચમા દેશવિરતિ સંયતા–સંયતથી એના અભિમાનને નાશ થવા માંડે છે તે તેરમા સગી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org