________________
૩૧૨
તવત્રયી-મીમાંસા.
- ખંડ ૨
તેમજ અર્વાચીન વિદ્વાનેએ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યા છે તેમાં પ્રાયઃ એ બન્ને વિદ્વાની શૈલીનું અનુકરણ કરેલું છે.
એટલામાટે એ બન્નેમાંથી કેઈએકે વિદ્વાન (શંકરસવામી અથવા ભાસ્કરાચાર્ય) ના લેખ પર વિચાર કરી લેવાથી સર્વેના લેખને વિચાર થઈ જાય છે. માટે એજ અને લેખને અહિ વિચાર કરીએ છીએ– - (દષ્ટિ ભેદ) પૃ. ૧૬૧ થી.
બીજા વિદ્વાન ચાહે ગમેતે કહે પણ અમે તે એ કહેવાનું સાહસ નથી કરી સકતા કે શંકરાચાર્ય આદિવિદ્વાનોએ અનેકાંતવાદના સ્વરૂપ ને સમજ્યા જ નથી એવું કહેવું છે તે તેમનું ઘરઅપમાન કરવા જેવું છે. હાં એટલું તે અમો અવશ્ય કહીશું કે તેમને અનેકાંતવાદનું જે ખંડન કર્યું છે તે તેનાઅનેકાંતવાદના સ્વરૂપને અનુરૂપ નથી. જે પ્રમાણે શંકરસ્વામીને અનિર્વચનીયવાદના સિદ્ધાંતની સાથે તેમના પ્રતિપક્ષી વિદ્વાનોએ જબરજસ્તો કરી છે અર્થાત અનિર્વચનીય શબ્દના મનમાન્યા અથવા તાત્પર્ય કલ્પના કરીને તેનું યથારૂચિ ખંડન કરીને સ્વામી શંકરાચાર્યની સાથે અન્યાય કર્યો છે. એ જ પ્રમાણે જૈનદશનના અનેકાંતવાદની સાથે સ્વામી શંકરાચાર્ય અને ભાસ્કરાચાર્ય પ્રભૂતિ વિદ્વાને પણ ખરેખરે અન્યાયજ કરી રહ્યા છે. એનું કારણ પરસ્પરને દષ્ટિભેદ છે. જે દષ્ટિને લઇને જૈનદર્શનમાં અનેકાંતવાદના સિદ્ધાંતની કલ્પના કરી ગઈ છે તેજ દષ્ટિથી જો શંકરાચાર્ય પ્રભૂતિ વિદ્વાને તેની આલોચના કરતા તારે તે તેમને પ્રતિવાદ વિચારપૂર્ણ કહ્યો અથવા મા જાતે. પરંતુ વસ્તુસ્થિતિ એનાથી સર્વથા વિપરીત છે. અર્થાત્ જૈનદર્શનને અનેકાંતવાદ કાંઈ બીજે છે અને શંકરસ્વામી તેની કેઈ બીજા રૂપમાં જ કલ્પના કરી રહ્યા છે. એ દષ્ટિ ભેદના કારણેજ એમને પરસ્પરમાં વિરોધ છે.
ઉદાહણાઈ શાંકરભાષ્યની નીચે લખેલી પંકિતને જુએ બ્રમ્હસૂત્ર રારા૩૭ના ભાષ્યમાં શંકરસ્વામી લખે છે –
"नोकस्मिन् धर्मिणि युगपत् सदसत्वादि विरुद्ध धर्मसमावेशः संभपति शीतोष्णवत्"
શીત અને ઉષ્ણુતાની પેઠે એક ધમમાં પરસ્પર વિરોધી સત્વ અને અસત્વ આદિ ધર્મોને એક કાલમાં સમાવેશ (સ્થિતિ) નથી થઈ શકતી. અર્થાત જે પ્રમાણે શીત અને ઉષ્ણતા એ બે વિરુદ્ધ ધર્મ એક કાલમાં એક જ પર નથી રહી સકતા, તે જ પ્રમાણે સત્ય અને અસત્વ ને પણ એકા કાલમાં એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org