________________
પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૩૦૫ ઉપરના લેખથી અધિક પ્રકાશ નાખવાવાળે એક બીજો લેખ મહાભારતમોને જુ-અશ્વમેધિક પર્વ–અનુગીતા–અધ્યાય ૪૮ માના કલેક ૮ માથી ૧૧ નીલકંઠાચાર્યે કરેલી ટીકાને કિંચિત્ તાત્પર્ય એ છે કે સનીષી અર્થાત વિદ્વાન લોક સવ-(પ્રકૃતિ પ્રધાન) અને પુરૂષ (આત્મા) એ બે પ્રદાર્થોને અંગીકાર કરે છે. તેમાં પણ કેટલાક સત્વ અને પુરૂષને સર્વથા એક અથવા અભિન્ન માને છે પરંતુ એ મત ઠીક નથી. એ પ્રમાણે કેટલા એક સર્વે અને પુરુષને સર્વથા ભિન્ન સ્વીકાર કરે છે એ સિદ્ધાંત પણ વિચાર પૂર્ણ નથી.
ટીકાકાર આ કથનનું ઉપપાદન આ પ્રમાણે કરે છે. પુરુષની પેઠે સ્વચ્છ અને પુરુષને ઉપકારી લેવાથી સત્વ-પુરૂથી અભિન્ન છે એવું મંતવ્ય તાકિકે -તૈયાયિકેનું છે. એટલા માટે કર્તવાદિ જે સત્વના ધર્મ છે. તેને વાસ્તવિક રૂપથી તે આત્મામાં માને છે. તે જ પ્રમાણે –આત્મા અને પ્રકૃતિમાં સાંખ્ય મતાનુયાયીતે કેવલ પ્રતીતિ માત્રજ એકત્વ માને છે. અને તૈયાયિક લોક તેજ એકત્વ ને વાસ્તવ રૂપથી સ્વીકાર કરે છે. પરંતુ એ બને જ મત અસંગત છે, વિચાર શુન્ય છે. આ અભિપ્રાયથી સત્વ અને પુરૂષને આત્યંતિક ભેદ માનવાવાળા સાંખ્ય મતાવલંબીના પ્રતિ એ વિરોધ ઉત્પન્ન કર્યો છે કે- જે સત્વ પુરુષથી સર્વથા ભિન્ન અને સ્વતંત્ર સત્તા રાખવાવાળા છે તે તે મુકતાત્માને પણ કદિ ત્યાગ નથી કરી શકતે. તાત્પર્ય કે-જે પ્રમાણે સંસાર દશામાં અથવા બધું દશામાં તે પુરુષથી સર્વથા ભિન્ન અને સવતંત્ર થતો હુ તેને ત્યાગ નથી કરતે એજ પ્રમાણે મક્ષ દશામાં પણ તે પુરુષથી કઈ પ્રકારે પૃથફ નથી થઈ શકતે, એ પ્રમાણે મેક્ષને જ અભાવ થઈ જશે. તેમજ જે તાર્કિક લેક સત્વના ધર્મભૂત કતૃત્વાદિ ગુણેને આત્મામાં વાસ્તવ રૂપથી સ્વીકાર કરે છે તેમના મતમાં પણ મોક્ષની ઉપપત્તિ નથી થઈ શકતી, કેમકે વાસ્તવિક સ્વાભાવિક ધર્મોને નાશ થયા વિના કદિ વિનાશ નથી થઈ સકતે.. કવાદિ ધર્મ જે આત્મમાં સ્વભાવ સિદ્ધ હોય તે તેને–આત્માને નાશ થયા વિના કદિ નાશ નહી થશે (આત્માને કદિ નાશ થતાજ નથી એટલા માટે આત્માના રવભાવભૂત કર્તવાદિ ગુણપણ કદિ નષ્ટ ન થશે) તારે તે મોક્ષનું થવું અસંભવજ થઈ જશે માટે સત્વ અને પુરુષમાં વિચાર દષ્ટિથી પૃથફ ભાવ-ભેદ અને સહજત્વ અભેદ બન્નેને જ માનવા યથાર્થ છે. એજ પ્રમાણે એમાં એકત્વ અને નાનાવ ને સ્વીકાર પણ યુક્તિ યુક્ત જ છે, જે પ્રમાણે ઉદંબર ફલ (ગુલ્લરનું ફલ) માં રહેવાવાળા તેમજ ઉત્પન્ન થતા મશક (એકના એક સરખાં છવ) તેમાં ભિન્ન અને અભિન્ન છે તેજ પ્રમાણે સત્ર અને પુરુષ પણ સરસ્પરમાં ભિન્ન અને
39.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org