________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
વેદેને પ્રકાશ કરનારા, અને પિતાના ચાર અંગથી ચાર વર્ણની ઉત્પત્તિ કરનારા, લખીને બતાવ્યા છે. આ બ્રહ્મા એક રાજાને કપેલા છે, તેના માટે વૈદિકમાં લખાયેલા અનેક પ્રકારના વિચિત્ર લેખેથી જાણી શકાય તેમ છે.
આ અવસર્પિણમાં–સર્વના ઈતિહાસમાં-બલદેવાદિક નવ વિકે થયેલાં લખાયાં છે. તેમાંનું પહેલું ત્રિક ૧૧ મા તીર્થંકરથી સરૂ થતાં–૨૦ મા તીર્થકર થયા પછી ૮ મું. રામ, લક્ષ્મણ અને રાવણનું થયું છે. અને ૨૨ મા તીર્થંકરના સમયમાં–બલભદ્ર, શ્રીકૃષ્ણ અને જરાસંધનું થયું છે, વાસુદેવજ પ્રતિવાસુદેવને મારે એ નિયમ પ્રમાણે જેમાં લક્ષમણ વાસુદેવના હાથે રાવણ પ્રતિવાસુદેવ મરાય છે. વૈદિકમાં બલદેવ રામને બતાવ્યા એટલે ફેર છે. બાકી શ્રીકૃષ્ણ વાસુદેવના હાથે જરાસંધ પ્રતિવાસુદેવ મરાય તેમાં ફેર થએલો નથી. આ બન્ને ત્રિકોમાં મુખ્ય પાત્રનો ફેર ઘણે નહી હોય, બાકી બીજા વિશ્વમાં તે ઘણો જ ફેરફાર થએલે જણાય છે. તે તે બને તરફના મેળાથી જાણી શકશે.
પરંતુ-રામાદિક ૮ મા ના, અને બલભદ્રાદિક ૯ મા ના, પૂનાં જે સાત ત્રિકો ૧૧ મા તીર્થંકરના સમયથી થતાં આવ્યાં, તેમાં તે વૈદિકના પંડિતોએ સર્વ પ્રકારના કમને તેડી નાખીને, એવું તે ઉધું છતું કર્યું છે કે મોટા મોટા પંડિત પણ, તે ગુંચવી દીધેલું કોકડું ઉકેલી શકે નહીં. તે પૂર્વેના સાત વિકેમાં–બલદેવનાં તો નામ નીશાન પણ દેખાતાં નથી. અને જે સાત નામના સાત વાસુદેવ થતા આવ્યા, તેમનાં નામ, ઠામ, ઠેકાણાં, ઉડાવી દઈને એક જ વિષ્ણુ ભગવાનના નામથી જાહેર કર્યા. પરંતુ તેમના પ્રતિપક્ષી રૂમ જે સાત પ્રતિવાસુદેવ હતા તેમનાં નામ તેવાના તેવા રૂપનાં મારા જેવામાં. આવ્યાં, પણ તેમનું સ્વરૂપ તદ્દન ફેરવી નાખ્યું. અને જુદા જુદા કવિઓએ જુદી જુદી મનમાની કલપનાઓ કરીને બતાવી છે. તે જો કે સર્વના ઈતિહાસમાં પ્રતિ વાસુદેવનાં નામ––૧ અશ્વગ્રીવ, ૨ તારક, ૩ મેરક, ૪ મધુ અને કૈટભ, ૫ નિશુંભ, ૬ બલિ, ૭ પ્ર©ાદ. અને પૂર્વે બતાવેલા-૮ માં રાવણ અને ૯ મા જરાસંધ આ બેમાંના એકને તે લક્ષમણે માર્યા અને બીજાને શ્રીકૃષ્ણ મારીને ત્રણ ખંડનું રાજ્ય સ્વતંત્ર પણે ભગવ્યું હતું તેવીજ રીતે પૂર્વેના સાત વાસુદેવોના શત્રુભૂત સાત પ્રતિવાસુદેવો જ છે. તેઓનું સ્વરૂપ વૈદિકમાં જેવી રીતે ગેઠવાયું છે તેઓની અહી સૂચના કરીને બતાવું છું. ૧ અવીવ પ્રતિવાસુદેવને જ માથા વિનાના થયા પછી ઘેડાના માથાવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org