________________
પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદનો આશ્રય લેનારા દર્શકો. ૨૯૭ અનિશ્ચયામક નથી પ્તિ અનુભવના અનુસાર યથાર્થ રૂપથી વસ્તુ સ્વરૂપને નિર્ણય કરવાવાળો એક સુનિશ્ચિત સિદ્ધાંત છે. જો કે અનુભવજ વસ્તુમાં એકાંતપણાને નિષેધ કરીને તેમાં અનેકાંતપણાનું વ્યવસ્થાપન કરી રહ્યો હોય તે પછી જૈન દર્શનનો એમાં શું દેષ?
અનુક્સવના વિરૂદ્ધ વસ્તુ સ્વરૂપને સ્વીકાર કરે કદી પણ ઉચિત નથી ગણાતે x
એટલા માટે કઈ સાંપ્રદાયિક મહિના કારણે, અનેકાંતવાદને અનિશ્ચયવાદ અથવા સદેહવાદના નામથી વર્ણન કરીને તેના સંસ્થાપકેને ઉપહાસ્ય કરે નિસંદેહ એક જીવતો જાગતે અન્યાય છે.
એ પ્રમાણે અનેકાંતવાદ માત્ર જૈન દર્શનને જ સિદ્ધાંત નથી (જૈન દર્શને એને અધિક રૂપથી અપનાયો એ વાત બીજી છે) કિંતુ દર્શનાંતમાં પણ એથી વસ્તુ વ્યવસ્થાને માટે કેઈએ સ્પષ્ટ રૂપથી અને કેઈએ અષ્ટ રૂપથી આદર તે જરૂર કર્યો છે. | અમારો આ પ્રયાસ અનેકાંતવાદ પ્રધાન જૈન દર્શનની પ્રશંસા અને એકાંતવાદી દર્શનેની અવહેલના ને માટે નથી કિંતુ વસ્તુનું આનુભવિક સ્વરૂપ અનેકાંત અથવા સાપેક્ષ છે અને એ જ સ્વરૂપમાં તેની ઉપલબ્ધિ થાય છે. એના પ્રતિકૂલ સર્વથા એકાંત અથવા નિરપેક્ષ સ્વરૂપથી વસ્તુ સ્વરૂપને અંગીકાર કરવું ( એ નિર્ણય) વસ્તુના વાસ્તવિક સ્વરૂપથી વિરૂદ્ધ અને તેના વર્તુત્વને વ્યાઘાતક છે. એ પ્રમાણે સામાન્ય રૂપથી નિરૂપણ કરેલા જૈન દર્શનના અનેકાંતવાદ સિદ્ધાંતને અન્ય અન્ય દાર્શનિક વિદ્વાનોએ પણ તત્વાર્થ વ્યવસ્થાના માટે–શુદ્ધ અથવા વિકૃત સ્વરૂપ નામ અથવા નામાંતરથો શબ્દ રૂપમાં અથવા અર્થ રૂપમાં અવશ્ય સ્વીકાર કર્યો છે. એથી અનેકાંતવાદ અથવા અપેક્ષાવાદ કેવલ જૈન દર્શનને જ મુખ્ય સિદ્ધાંત નથી, દર્શનાતરોને પણ એના ઉપર અધિકાર છે એટલે તત્ત્વ સમજાવી દેવાને માટે જ અમારો આ અ૫ પ્રયાસ છે.
એના સિવાય અમારી પરિભાજિત (નિશ્ચિત) ધારણ તે એ છે કેયથાર્થ એકાંત અને અનેકાંતવાદ ના બધાએ દર્શન પક્ષપાતી છે. તથા અયથાર્થ
____ x अनुभव एवहि धर्मिणो धर्मादीनां भेदा भेदो व्यवस्थापयति......अनुभवानुसारिणो वयं न त मतिवर्त्य खेछया धर्मानुभवान्व्यवस्थापयितु मीशमहे ( वाचस्पति मिश्र )
ભાવાર્થ—-અનુભવ છે તેજ પદાર્થના ધર્મોના ભેદભેદની વ્યવસ્થા સ્થાપી રહ્યો છે અનુભવને અનુસરવાવાળા અમે તેને છોડીને પિતાની ઇચ્છાથી ધર્મના અનુભવોને સ્થાપન કરવાને સમર્થ નથી, એ વાચસ્પતિ મિશ્રનું કથન છે.
38.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org