________________
પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકાર.
૨૭૯
an
નામત
N
જે સત્ છે તે અસત કદિ પણ નડી શકાય, અને જે અસત્ છે તે સત, નહી કહી શકાય, એકજ વસ્તુમાં સત્ત્વ અને અસત્વ એ બન્નેને માનવા એતો બિલકુલજ અજ્ઞાનતા છે. એટલા માટે એ સિદ્ધાંત કેઈ પ્રકારથી પણ વિશ્વાસ કરવાને ગૃજ નથી ઈત્યાદિક ખૂબ લખ્યું છે.
પરંતુ જૈન દર્શનના અનેકાંતવાદનું વાસ્તવિક સ્વરૂપ શું છે, વસ્તુનું સ્વરૂપ તેમને કેવા પ્રકારનું માન્યું છે, પરસ્પર વિરોધી ધર્મોની સત્તાને તે એક વસ્તુમાં કેવા રૂપથી માને છે, અને જૈનોના મંતવ્યને બીજા દાર્શનિક વિદ્વાનેએ
ક્યાં શુધિ પ્રતિપાદન અને સમર્થન કર્યું છે, ઈત્યાદિક વાતને વિચાર તે પૂર્વેના લેખોમાં કાંઈક તે કરતા આવ્યા છે, અને આગળ પણ એ વિષય ઉપર પ્રકાશ પાડશું. પરંતુ આ વૈદિક મુનિજી જ જૈનેના અનેકાંવાદના સિદ્ધાંત આગળ કેવી રીતના હલી પડ્યા છે તેજ પ્રથમ બતાવીએ છિએ. એજ વૈદિક મુનિએ એક જ વસ્તુને-સદસત્ ઉભય રૂપથી તેિજ જોર શેરના શબ્દોમાં સ્વીકાર કર્યો છે તેને જ પરિચય અમે ૫ ઠકને કરાવીએ તે વધારે લાભદાયક થઈ પડશે.
તેમના લેખને ભાવાર્થ એ છે કે-કર્મથી જે ફલ ઉત્પન્ન થાય છે તે ઉત્પત્તિથી પૂર્વ સત છે કિંવા અસત, આ પ્રશ્ન ઉપર પ્રથમ પૂર્વ પક્ષ રૂપ સૂત્રને ઉલ્લેખ કર્યો છે કે –
() નાઝ વડાત્ સરલતો વૈઘ ” (૪ ૪૮)
ઇત્યાદિ. અર્થાત ઉત્પત્તિથી પૂર્વ–ફલ કાર્ય ન તે અસત છે, અને તે સત નહી સત્ અસત જે ઉત્પત્તિથી પૂર્વ–કાર્યને સર્વથા અસત્ રૂપજ માનીએ તે-તંતુઓથી ૫ટ, મૃત્તિકાથી ઘટ, અને તીલેથીજ તેલ, આદિ ઉત્પન્ન થવાને જે નિયમ દેખીએ છિએ તેની ઉત્પત્તિ નથી થઈ શકતી.
તે જે પ્રમાણે અસતુ રૂપ પટ તંતુઓથી, અસત્ રૂપ ઘટ મૃત્તિકાથી, અને અસત રૂપ તેલ તિથી ઉત્પન્ન થાય છે, તેજ પ્રમાણે તંતુઓથી ઘટ, મૃત્તિકાથી પટ, અને વાળુ-રેતાથી તેલ પણ ઉત્પન થવા જોઈએ કેમકે જેમ તંતુઓમાં પટ, ઉત્પત્તિથી પૂર્વમાં સર્વથા નહી છે, તેમ મૃત્તિકામાં ઘટ પણ નહી છે, તથા જે પ્રકારે તિલેમાં પ્રથમ તેલને સર્વથા અભાવ છે, તેમ વાળુ આદિમાં પણ તેને અભાવ છે, તે પછી કારણ શું છે જે કે તંતુઓથી જ પટ, મૃત્તિકાથી જ ઘટ, અને તિલેથીજ તેલ ઉત્પન્ન થાય છે. અસપણે તે સર્વ જગો પર સરખું છે. અને લેકમાં પણ દેખીએ છિએ કે જેને તેલની જરૂર હોય છે તે તિલેનીજ ખરીદ કરે છે. જેને ઘટ બનાવ હોય છે તે કુંભાર મૃત્તિકા, અને કપડા બનાવવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org