________________
૭૨
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર સંબંધી જ્ઞાન કરી શકે છે. અહીં એટલું ખ્યાલમાં રાખવું કે, પર્યાપ્તનામકર્મના ઉદયથી અને જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી ચક્ષુ, માત્ર ચરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવને જ મળે છે. તે સિવાયના જીવોને ચક્ષુ ઇન્દ્રિય હોતી નથી. આમ છતાં તેઓ તે સિવાયની ઇન્દ્રિયો દ્વારા તે તે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન મેળવી શકે છે. આ સર્વ ઇન્દ્રિયો ચામડાની બનેલી હોય છે. માટે અપેક્ષાએ સર્વ જીવો ચર્મચક્ષુવાળા કહેવાય છે.
ભવસ્વભાવથી જ દેવોને અવધિજ્ઞાન હોય છે, તેથી તેઓ પદાર્થનો વિશેષ બોધ કરવા અવધિજ્ઞાનનો ઉપયોગ કરતા હોય છે, તેથી દેવોને અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા કહ્યા છે. જોકે સામાન્યથી પદાર્થનો બોધ કરવા તેઓ ચર્મચક્ષુનો ઉપયોગ તો કરે છે, પરંતુ પ્રધાનતા અવધિજ્ઞાનની હોવાને કા૨ણે અને વિશિષ્ટ બોધ પણ તેઓ અવિધજ્ઞાન અને અવધિદર્શનથી કરતા હોઈ અહીં દેવોને અવધિજ્ઞાનરૂપ-ચક્ષુવાળા કહ્યા છે.
અહીં નારકીના જીવોનો ઉલ્લેખ નથી; પરંતુ તેઓમાં પણ અવધિજ્ઞાન હોઈ, તેમને પણ અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા કહેવામાં બાધ જણાતો નથી.
સિદ્ધભગવંતોને નિર્મળ કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે, તેના દ્વારા તેઓ ચરાચર જગતને હાથમાં રહેલા આમળાની જેમ જોઈ શકે છે. તેઓને પદાર્થનો બોધ કરવા કોઈ ઇન્દ્રિયની આવશ્યક્તા રહેતી નથી. સર્વ આવરણનો ક્ષય થયો હોવાને કારણે તેઓ પોતાના સર્વ આત્મપ્રદેશથી એક જ સમયમાં સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોને જોઈ શકે છે, તેથી સિદ્ધોને ચોમેર કેવળજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ સર્વત: ચક્ષુવાળા કહ્યા છે. આ વાત સર્વજ્ઞ-વીતરાગ બનેલા સંસારવર્તી અરિહંતાદિને પણ લાગુ પડે છે તેથી તેઓ પણ સર્વત: ચક્ષુવાળા છે.
અતીન્દ્રિય એવા આત્મા આદિમાં જેને પ્રવૃત્તિ કરવી છે, તેવા યોગીઓ તો કોઈ અનોખી જ આંખવાળા છે. ભલે તેઓ છે ચામડાની આંખવાળા, પરંતુ તેઓ જુએ છે શાસ્ત્રની આંખથી. તેઓ જે કાંઈ વિચારે છે તેમાં શાસ્ત્રવચનનો જ સહારો લે છે, તેઓ જે કાંઈ બોલે છે તેમાં શાસ્ત્રવચનનો આધાર હોય છે અને તેઓ પ્રવૃત્તિ કે નિવૃત્તિ જે કાંઈ કરે તે શાસ્ત્રવચનને સામે રાખીને કરે છે, તેથી જ યોગીઓને શાસ્ત્રરૂપ ચક્ષુવાળા કહ્યા છે.
તથાવિધ મોહનીય અને શ્રુતજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી મુનિને આ શાસ્ત્રરૂપી ચક્ષુ મળે છે, તેથી જ મુનિ આ ચક્ષુને નિર્મળ બનાવવા વધુ પ્રકાશવંત બનાવવા, ચિરસ્થાયી બનાવવા પાંચ પ્રહર (લગભગ ૧૪-૧૫ કલાક) સ્વાધ્યાય કરે છે, શાસ્ત્રજ્ઞની સેવા કરે છે, શાસ્ત્રને સમજાવનારનો અત્યંત વિનય સાચવે છે. શાસ્ત્ર પ્રત્યે હૈયાથી અત્યંત બહુમાનભાવ રાખે છે, સતત શાસ્ત્ર પાછળ જ રચ્યા-પચ્યા રહે છે. નીતનવું શ્રુત ભણે છે, જૂનાનું પુનરાવર્તન કરે છે, તેના દ્વારા શાસ્ત્રમાં આવતા પદાર્થોને દૃઢ કરે છે, શાસ્ત્રોક્ત સુસંસ્કારો પેદા કરે છે, રાગાદિના કુસંસ્કારો દૂ૨ ક૨વા મહેનત કરે છે અને પોતાની પ્રત્યેક પ્રવૃત્તિ સર્વજ્ઞ-વીતરાગ ભગવાનની આજ્ઞાનુસાર થાય તે માટે સજાગ અને સાવધાન રહે છે.
શાસ્ત્રમાં યોગીઓને ભાડ પક્ષીની જેમ અપ્રમત્ત કહ્યા છે. ભારંડ પક્ષીને બે માથાં, ચાર આંખ, એક પેટ અને બે જીવ હોય છે. બંને જીવોએ એકબીજાને અનુરૂપ રહેવા સતત અપ્રમત્ત રહેવું પડે છે. એક જે વિચારે તે જ બીજાએ વિચારવું પડે છે. જે પ્રમાણે એક આચાર કરે તે જ પ્રમાણે બીજાને આચરવું પડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org