SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રની વ્યાખ્યા અને સ્વરૂપ - ગાથા-૧૬ ૬૩ છે. એકબીજાના મનને જાણીને જ પ્રવૃત્તિ કરવી પડે છે. જ્યારે એકબીજાથી વિરુદ્ધ કરવાની ઈચ્છા થાય કે વિરુદ્ધ કરવા જાય ત્યારે બંને મૃત્યુ પામી જાય છે. તે જ રીતે યોગીઓ પણ શાસ્ત્ર શું કહે છે, તે જોઈને - જાણીને જ પ્રવૃત્તિ કરે છે. તેમની એક પણ પ્રવૃત્તિ શાસ્ત્રના આધાર વિહોણી સંભવતી નથી. જેમ ભાખંડ પક્ષી એકબીજાના વિચારના બળે ચાલે છે, ત્યાં સુધી જ સુખે જીવન જીવી શકે છે, પછી નહિ. તે જ રીતે યોગી પણ શાસ્ત્ર પ્રમાણે ચાલે તો જ સુખને પામી શકે છે, પરંતુ જો તે શાસ્ત્ર નિરપેક્ષપણે પ્રવૃત્તિ કરે તો નિચ્ચે તેનું પતન જ થાય છે. આ વિષયમાં એટલું ધ્યાન રાખવું કે, શાસ્ત્રરૂપ ચહ્યું ત્યારે જ પ્રાપ્ત થઈ કહેવાય કે જ્યારે શાસ્ત્રના એક એક વચન પ્રત્યે આદર હોય, પ્રત્યેક વચનને પાળવાની આંતરિક તાલાવેલી હોય, અને શક્ય પ્રયત્ન પાળવાની તૈયારી હોય અને ન પળાતી આજ્ઞાઓ પ્રત્યે શુદ્ધ પક્ષપાત હોય. આ સિવાય માત્ર શાસ્ત્ર ભણી લેવાથી શાસ્ત્ર ચક્ષુ પ્રાપ્ત થતી નથી. /૧ડા Jain Education Interational For Personal & Private Use Only www ainelibrary.org
SR No.005561
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy