________________
ઉ0
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
ભાવાર્થ :
શાસ્ત્રપુરસ્કરણરૂપ વચનાનુષ્ઠાનથી પ્રાપ્ત થતા વીતરાગપુરસ્કરણની ક્રિયારૂપ અસંગઅનુષ્ઠાનને કેટલાક ‘સમાપત્તિ' કહે છે, કોઈક તેને “ધ્રુવપદ' કહે છે, કોઈક તેને “પ્રશાંતવાહિતા' કહે છે અને કોઈક તેને ‘વિસભાગક્ષય' પણ કહે છે. વિશેષાર્થ :
જગતનાં જેટલાં આસ્તિક દર્શનો છે, તે સર્વેની માન્યતામાં અનેક વિવિધતા હોવા છતાં સાપેક્ષ ભાવે કેટલીક બાબતોમાં એક સમાનતા પણ છે. સર્વને ધર્મના ફળરૂપે આત્માનું સુખ પામવું હોય છે અને આ સુખને પામવા જ આત્માના અનંતસુખને પામેલા પરમાત્મામાં લીન બનવું હોય છે.
આથી જ વીતરાગપ્રભુના વચનને યાદ કરતો કરતો સાધક જ્યારે પ્રભુમય બને છે, વીતરાગમય બને છે, સર્વત્ર સમતાભાવવાળો બને છે, સંસારના સર્વભાવથી ઉદાસીન થઈ આત્મભાવમાં લીન બને છે. તે અવસ્થાને દરેક આસ્તિક દર્શનકારો પણ સાધનાની એક ઉચ્ચ ભૂમિકા તરીકે સ્વીકારે છે અને તેને તેઓ પોત-પોતાની પરિભાષામાં જુદા જુદા શબ્દોથી ઓળખાવે છે.
જૈનદર્શન જેને “વીતરાગપુરસ્કરણની ક્રિયા” કે “અસંગઅનુષ્ઠાન કહે છે, તેને જ યોગદર્શનના જગપ્રસિદ્ધ મહર્ષિ પતંજલિ “સમાપત્તિ' કહે છે. સમાપત્તિ એટલે પરમાત્મા સાથે એકમેકતારૂપ સમપણાની પ્રાપ્તિ.
મહાવ્રતિકો તેને “ધ્રુવપદી કહે છે. ધ્રુવપદ એટલે ચિત્તનું સ્થિર સ્થાન. વચનાનુષ્ઠાનમાં ચિત્ત ભગવાનના વચનના રાગથી રંજિત હોવાના કારણે થોડું પણ અસ્થિર સ્થાનવાળું હતું, પરંતુ અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થવાથી ચિત્ત વીતરાગમાં લીન થવાના કારણે સ્થિર ઉપયોગવાળું બને છે.
સાંખ્યો તેને પ્રશાંતવાહિતા' કહે છે. આ અવસ્થામાં જીવનો ઉપયોગ અને પરિણતિ વિતરાગમય બની જાય છે. આથી રાગાદિ કષાયોથી અત્યંત શાંત-ભાવવાળી આ અવસ્થામાં વહ્યા કરવાની સ્થિતિને અન્ય પ્રશાંતવાહિતા' કહે છે.
વળી બૌદ્ધો તેને “વિસભાગક્ષય' કહે છે. ચિત્તપરિણતિ જ્યાં સુધી રાગાદિ ભાવથી યુક્ત હોય છે, ત્યાં સુધી ઉપયોગની સંતતિ = ઉપયોગની પરંપરા વારંવાર બદલાતી હોય છે, બદલાતી સંતતિને વિભાગસંતતિ કહેવાય છે. વચનાનુષ્ઠાનકાળમાં પણ પરમાત્માના વચન પ્રત્યેના રાગને કારણે ભગવાને બતાવેલા સારા ભાવો પ્રત્યે રાગ અને ખરાબ ભાવો પ્રત્યે દ્વેષ હોય છે. એ રીતે રાગ-દ્વેષના ઉપયોગો બદલાયા કરે છે. આ બદલાતા ઉપયોગોને વિભાગસંતતિ કહેવાય છે. જ્યારે ચિત્ત એક માત્ર વીતરાગભાવસ્વરૂપ એક ઉપયોગવાળું બને છે, ત્યારે વિસભાગસંતતિનો ક્ષય થાય છે અને માત્ર સભાગસંતતિ1 વર્તે છે. આવો ઉપયોગ અસંગઅનુષ્ઠાનકાળમાં આવે છે, માટે અન્ય તેને વિસભાગક્ષય કહે છે. I/૧૫ll 1. સભાગસંતતિ એટલે ઘટની સદશસંતતિ. દરેક ક્ષણે પરિવર્તન પામતાં ઘટવિષયક “માં ઘટ: મયં ઘટ:” એ પ્રમાણે
સદશપરંપરા ચાલે તે સભાગસંતતિ કહેવાય અને ઘટ જ્યારે ઠીકરારૂપે થાય ત્યારે વિસદૃશપરંપરા ચાલે. “આ ઘટ છે” એવી પરંપરાને બદલે “આ ઠીકરા છે” એવી વિદેશપરંપરા ચાલે, તે વિભાગસંતતિ કહેવાય. આ વિસભાગસંતતિનો ક્ષય એટલે જ આત્માના વીતરાગમય સ્વભાવની સાથેની “સમાપત્તિ'.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org