________________
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર અજ્ઞાનતાના કારણે સત્યાસત્યનો, હિતાહિતનો કે હેય-ઉપાદેયનો વિવેક કરી શકતા નથી. આ જ કારણથી ક્યારેક ઇરાદાપૂર્વક અને ક્યારેક ઇરાદા વિના પણ તેમનાથી અસત્ય બોલાઈ જાય છે. જ્યારે સર્વજ્ઞ વીતરાગમાં આ ત્રણે દોષોનો અને તેના કારણભૂત કર્મોનો સર્વથા અભાવ છે, આથી જ તેઓ ક્યારેય અસત્ય બોલતા નથી, કોઈના હિતને બાધ આવે તેવું એક વચન ઉચ્ચારતા નથી, કોઈના સુખને આંચ આવે તેવું કથન તેઓ ક્યારેય કરતા નથી, આમ છતાં તેમના વચન પર અવિશ્વાસ થવો કે વચનમાં શંકા થવી તે મહામોહનો વિલાસ જ છે. તીવ્ર મોહના ઉદય વિના સર્વજ્ઞના વચનમાં શંકા, અશ્રદ્ધા કે અનાદર ક્યારેય થઈ શકતો નથી. ./૧૩ અવતરણિકા :
વીતરાગનું વચન જ શાસ્ત્ર છે તેમ જણાવ્યા પછી, હવે શાસ્ત્ર પ્રત્યેનો આદર કેટલો મહત્ત્વનો છે અને તેનું ફળ શું છે, તે જણાવે છેશ્લોક :
શા પુરસ્કૃત તાત વીતરા પુરસ્કૃત ! पुरस्कृते पुनस्तस्मिन्, नियमात् सर्वसिद्धयः ||१४||
શબ્દાર્થ :
9. તસ્મત - તે કારણથી = વીતરાગનું વચન અસત્ય ન હોવાથી ર/રૂ. શા પુરસ્કૃતે - શાસ્ત્ર આગળ (શાસ્ત્રનો આદર) કરાયે છતે ૪. વીતર :- વીતરાગનો છે. પુરસ્કૃત: - આદર કરાયો છે – આગળ કરાયેલ છે ૬. પુન: - વળી ૭/૮. તસ્મિન પુરસ્કૃતે - તે = વીતરાગ આગળ (આદર) કરાયે છતે . નિયમાન્ - નિયમથી ૧૦. સર્વસિદ્ધય: - સર્વ સિદ્ધિઓ (પ્રાપ્ત થાય છે.) શ્લોકાર્થ :
શાસ્ત્ર એ વીતરાગના જ વચનરૂપ હોવાથી શાસ્ત્રને આગળ કરીને પ્રવૃત્તિ કરવાથી વીતરાગ જ આગળ કરાય છે અને વીતરાગને આગળ કરવાથી નક્કી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :
શાસ્ત્ર વીતરાગના વચનરૂપ છે. વીતરાગ અને વીતરાગના વચન વચ્ચે કથંચિત્ અભેદ છે, આથી દરેક પ્રવૃત્તિ કરવામાં શાસ્ત્રને આગળ કરવાથી વીતરાગ જ આગળ કરાય છે. આ રીતે શાસ્ત્રને સામે રાખીને જે વ્યક્તિ અનુષ્ઠાન કરે છે, તેની ક્રિયા વચનાનુષ્ઠાનરૂપ બને છે. વારંવાર વચનાનુષ્ઠાનના સેવનથી અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે અર્થાત્ વીતરાગભાવ જ સર્વત્ર બુદ્ધિમાં પ્રવર્તે છે. આ રીતે વીતરાગભાવનું પ્રવર્તન તે જ વીતરાગનું પુરસ્કરણ છે. આવા અસંગઅનુષ્ઠાનરૂપ વીતરાગભાવના પુરસ્કરણથી કેવળજ્ઞાન અને મોક્ષ સુધીની સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org