________________
૪૪
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
અતીન્દ્રિયમાર્ગમાં આગમની મહત્તા અને મર્યાદા
ગાથા-૯-૧૦-૧૧
અવતરણિકા :
જો માત્ર યુક્તિવાદથી અતીન્દ્રિય પદાર્થનો બોધ થતો નથી તો, આત્માદિ અતીન્દ્રિય પદાર્થનો બોધ કરવા અન્ય કયા સાધનોનો ઉપયોગ કરવો જરૂરી છે ? આ જિજ્ઞાસાની તૃપ્તિ માટે ગ્રંથકારશ્રી હવેના શ્લોકમાં જણાવે છે
શ્લોક :
आगमष्योपपत्तिष्टा, सम्पूर्णं दृष्टिलक्षणम् । अतीन्द्रियाणामर्थानां, सद्भावप्रतिपत्तये ||९||
શબ્દાર્થ :
9. અતીન્દ્રિયાળામર્થીનાં - અતીન્દ્રિય અર્થોના ૨. સદ્ધાવપ્રતિપત્તયે - સદ્ભાવના સ્વીકાર માટે રૂ. ગ્રામ: હૈં આગમ અને ૪. ૩૫ત્તિ: ૬ - ઉપપત્તિ (યુક્તિ) . સમ્પૂર્ણ - સંપૂર્ણ ૬. વૃષ્ટિક્ષમ્ - દષ્ટિસ્વરૂપ છે.
શ્લોકાર્થ :
અતીન્દ્રિય પદાર્થોના સદ્ભાવનો (સત્તાનો) સ્વીકાર કરવા માટે એટલે કે ‘અતીન્દ્રિય પદાર્થો અસ્તિત્વ ધરાવે છે, વિદ્યમાન છે અને તેનું સ્વરૂપ કેવું છે.' તેનો યથાર્થ બોધ પ્રાપ્ત કરવા માટે આગમ અને ઉપપત્તિ સંપૂર્ણ દૃષ્ટિસ્વરૂપ છે.
ભાવાર્થ :
Jain Education International
આત્મા આદિ છે કે નહીં ? આ ગહન પ્રશ્નનો જવાબ માત્ર તર્ક કરવાથી ન મળી શકે. તે માટે આત્માનો અનુભવ કરનાર અને તેને સ્પષ્ટરૂપે જોનારા સર્વજ્ઞનું વચન પણ જરૂરી છે. આ બન્નેનો સુમેળ સધાય તો જ આત્માદિ પદાર્થોના અસ્તિત્વનો અને તેના સામાન્ય સ્વરૂપનો બોધ પ્રાપ્ત થાય. આગમ એટલે પરમાત્માનું વચન અને ઉપપત્તિ એટલે આગમને સમજવામાં ઉપયોગી બને તેવી તર્કશક્તિ. આ બે સાધનો ‘આત્મા છે’ એવો નિશ્ચય કરવા પર્યાપ્ત છે.
વિશેષાર્થ :
ઇન્દ્રિય દ્વારા જે પદાર્થો જાણી કે અનુભવી શકાતા નથી તેવા આત્મા, પુણ્ય, પાપ આદિ પદાર્થોનું સ્પષ્ટ અને સાક્ષાત્ દર્શન કેવળજ્ઞાનથી જ થાય છે. આમ છતાં કેવળજ્ઞાન વિના પણ જો સાધક સર્વજ્ઞ ભગવંતના વચનરૂપ શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી તર્કનો ઉપયોગ કરે તો તે આત્મા પુણ્ય, પાપ આદિ પદાર્થો છે અને તે આવા સ્વરૂપવાળા છે, તેમ જાણી શકે છે. કેમ કે, અતીન્દ્રિય પદાર્થનો બોધ મેળવવા સર્વજ્ઞના વચનો અને તર્કશક્તિ પર્યાપ્ત સાધનો છે, તેથી જ્યારે સાધક આગમ અને તર્કશક્તિ આ બન્ને સાધનોનો ઉપયોગ કરી
For Personal & Private Use Only
www.jainelibrary.org