________________
અતીન્દ્રિયમાર્ગમાં તર્કની મર્યાદા - ગાથા-૮
४३
શકતો હોત તો આજ સુધીના અનંતા ભૂતકાળમાં અનેક તાર્કિક શિરોમણિઓ અને ધુરંધર વિદ્વાનો થઈ ગયા છે, તેમના દ્વારા યુક્તિવાદથી અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય થઈ ગયો હોત; પરંતુ આજ દિવસ સુધી તેઓ પણ આત્માદિ અતીન્દ્રિય પદાર્થોનો યોગ્ય નિર્ણય કરી શક્યા નથી. તે જ બતાવે છે કે માત્ર યુક્તિવાદથી અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય થઈ શકતો નથી.
અહીં કદાચ એવી શંકા થાય કે, “જો હેતુવાદથી પદાર્થનો નિર્ણય થઈ શકતો ન હોય તો છઠ્ઠી શ્લોકમાં મધ્યસ્થનું મન યુક્તિરૂપ ગાયને અનુસરે છે” એમ જણાવીને યુક્તિવાદનું મહત્ત્વ શા માટે સ્થાપિત કર્યું ? અને એ રીતે સ્થાપિત કરેલું યુક્તિવાદનું મહત્ત્વ શું આ વાતથી ખંડિત થતું નથી ? આ વિષયમાં એ વાત સમજવી ખાસ જરૂરી છે કે, છઠ્ઠા શ્લોકમાં યુક્તિવાદનું નહિ, પણ માધ્યય્યનું મહત્ત્વ બતાવ્યું છે. માધ્યશ્મને પામેલો સાધક યુક્તિવાદને જરૂર અનુસરશે, પણ એકાન્ત યુક્તિને પકડીને તે કદી બેસી નહિ રહે. તે પોતાની તર્કશક્તિને પદાર્થના સાચા સ્વરૂપનો બોધ કરવા માટે વાપરશે; તેથી જ્યાં યુક્તિને મુખ્ય કરવાની હશે, ત્યાં યુક્તિને પ્રાધાન્ય આપશે અને જ્યાં આગમને મહત્ત્વ આપવાનું હશે, ત્યાં આગમને મહત્ત્વ આપશે. આમ મધ્યસ્થ વ્યક્તિ યુક્તિગમ્ય પદાર્થોનો યથાર્થ બોધ પ્રાપ્ત કરવા પોતાની તર્કશક્તિનો ઉપયોગ કરશે, આથી જ તે આત્માદિ અતીન્દ્રિય પદાર્થના અસ્તિત્વ અને સ્વરૂપનો પણ આગમ અને યુક્તિના આધારે નિર્ણય કરી આત્મસાધનાના માર્ગે નિર્વિને ગતિ કરી શકશે. ll
તુલના अभ्युञ्चयमाह - ज्ञायेरन हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः कालेनैतावता प्राज्ञैः, कृतः स्यात्तेषु निश्चयः ।।१४६।। ज्ञायेरन हेतुवादेनानुमानवादेन, पदार्था यद्यतीन्द्रियाः सर्वज्ञादयः कालेनैतावता प्राज्ञैस्तार्किकैः, कृतः स्यात्तेषु निश्चयोऽवगम इति । योगदृष्टिसमुच्चये ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org