________________
અધ્યાત્મના અધિકારી - ગાથા-૫
૩૫
૨. વિશ્રત્તિસમુહૂ: -
જેમ જેમ એક દૃષ્ટિકોણની પક્કડ રાખી વિચારવાની કુટેવથી ઉત્પન્ન થયેલા ભ્રમો નાશ પામતાં જાય છે, તેમ તેમ સાધકને ધીરે ધીરે એવી પ્રતીતિ થવા લાગે છે કે, “સુખ મારી ભીતરમાં જ છે, હું નિત્ય અને શાશ્વત આત્મા છું. અનંત જ્ઞાન અને નિરાબાધ સુખ મારો પોતાનો સ્વભાવ છે, તેથી સુખ બહાર નથી અને બાહ્ય પદાર્થોમાંથી સુખ મળવાનું પણ નથી. મારે તો મારા પોતીકા સ્વાધીન સુખને પ્રગટ કરવાનું છે” આવી વાસ્તવિકતાનો બોધ થવાને કારણે સાધકને બાહ્ય પદાર્થોમાંથી સુખ મેળવવાની દોટ વ્યર્થ લાગે છે, તેને બહાર ભટકવાની પોતાની અનાદિકાલીન વૃત્તિ બાળકની કૂદાકૂદ જેવી લાગે છે, આથી જ આવી પ્રવૃત્તિઓથી તેને કંટાળો આવે છે, થાક લાગે છે અને તે આત્મભાવમાં-અંતરમાં ઠરવા તત્પર બને છે, તેની આવી તત્પરતા એ જ અધ્યાત્મને પામવાની બીજી યોગ્યતા છે.
બાહ્ય પદાર્થોમાંથી સુખ મેળવવાની અનાદિકાલીન ભાગદોડથી થાકેલા જીવ માટે આરામનું સ્થાન એક માત્ર મોક્ષ છે, અથવા શુદ્ધ આત્મા છે. જીવ જ્યારે સઘળા દોષોથી મુક્ત બની મોક્ષમાં પહોંચે છે ત્યારે જ તે વાસ્તવિક વિશ્રાન્તિનો અનુભવ કરે છે. બાકી ત્યાં સુધી મને કે કમને તેને કર્મના કારણે કટપૂતળીની જેમ નાચવું જ પડે છે, એક સ્થાનથી બીજા સ્થાને ભટકવું પડે છે.
આમ છતાં જ્યાં સુધી મોહનો નશો તીવ્ર હોય છે અને તેનાથી ઉત્પન્ન થયેલી નયકૃત ભ્રાન્તિઓ અકબંધ હોય છે ત્યાં સુધી જીવને પોતે ભટકી રહ્યો છે એવું ભાન પણ થતું નથી કે શ્રમનો અનુભવ પણ થતો નથી. આવા બેભાન જીવમાં આત્મશુદ્ધિની ભાવના કેવી રીતે પ્રગટે અને તે અધ્યાત્મનું ભાજન પણ કેવી રીતે બને ?
મોહની પક્કડ જ્યારે ઢીલી પડે છે, નશો કાંઈક ઉતરે છે અને જીવ એકાન્તિક વિચારણાઓથી મુક્ત બને છે ત્યારે તેનામાં હું કોણ ? મારું સ્વરૂપ શું ? મને સુખ દુ:ખ શેનાથી ? વગેરે આત્મા અને સુખ-દુ:ખ આદિ તત્ત્વો વિષયક જિજ્ઞાસા પ્રગટે છે. સગુરુના સહારે કે સ્વયં વિચારણા કરતાં કરતાં તેને સંસારની નિર્ગુણતાનો બોધ થાય છે. હું અનાદિકાળથી કેટકેટલું ભટક્યો છું તેનું ભાન થાય છે. આવા તત્ત્વચિંતનના પરિણામે તેને ભવભ્રમણના થાકનો અનુભવ થાય છે અને તે વિશ્રાન્તિને ઝંખવા લાગે છે. તેને સર્વ પ્રકારના સંક્લેશથી રહિત મોક્ષ મેળવવાની તીવ્ર ભાવના થાય છે. જ્યાં સ્વાધીન પરમાનંદ છે, શાશ્વત કાળનું સુખ છે તેવા આત્માના પરમશુદ્ધ સ્વરૂપમાં રમમાણ રહી ભવોભવના થાકને દૂર કરવાની તમન્ના પ્રગટે છે. જે સાધકમાં આવી ઉચ્ચતમ અભિલાષા જાગે અર્થાત્ જે મોક્ષને અભિમુખ બને તે જ સાધકમાં અધ્યાત્મનું ભાજન બનવાની લાયકાત સમાયેલી છે. રૂ. વિશવત્રિો: -
એકાન્ત દૃષ્ટિનો ત્યાગ કરવાથી સાધકમાં સહજ જ અનેક દૃષ્ટિકોણથી વિચારવાની નિર્મળ ક્ષમતા ખીલે છે. આ ક્ષમતા તે જ અધ્યાત્મ પામનારા સાધકની ત્રીજી લાક્ષણિકતા છે. કેમ કે આધ્યાત્મિક ઉન્નતિ સાધવા માટે બાહ્ય પદાર્થને કે જાતને જોવાનો દૃષ્ટિકોણ બદલાવવો અતિ આવશ્યક છે. સાધક જ્યારે સ્વ-પરને અનેક પાસાંઓથી નિહાળવા લાગે છે ત્યારે જ તેને પોતે કોણ છે. પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે અને અત્યારના પોતાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org