________________
અધ્યાત્મના અધિકારી - ગાથા-૫
૨. ન્નયકૃતપ્રાન્તિઃ -
અધ્યાત્મનો અધિકારી તે જ બની શકે છે કે જેની બુદ્ધિમાંથી નયને કારણે ઉત્પન્ન થયેલી ભ્રાન્તિ-ભ્રમણા નાશ પામી રહી હોય.
કોઈપણ એક જ નથી એટલે કે એક જ દૃષ્ટિકોણથી પદાર્થને જોવાની કુટેવના કારણે ભ્રાન્તિ-ભ્રમ ઉત્પન્ન થાય છે. કારણ કે, વસ્તુના અનંત ધર્મો અને અનંત પાસાઓ હોવા છતાં પણ નયો હંમેશા તેના એક જ પાસાંથી એક ધર્મનું જ પ્રતિપાદન કરે છે. ભિન્ન-ભિન્ન દૃષ્ટિવાળા નયોમાંથી કોઈપણ એક નયની રજૂઆત સાંભળી એક અંશમાં તે સ્વરૂપે રહેલી વસ્તુને, સર્વાશે તે સ્વરૂપે સ્વીકારવી, તે જ “નયકૃત ભ્રાન્તિ' છે. પદાર્થને એક જ દૃષ્ટિકોણથી જોવાને કારણે કેવા ભ્રમો પેદા થાય છે, તેને સમજવા માટે શાસ્ત્રમાં એક
અંત આવે છે. એકવાર સાત આંધળાઓ ભેગા થયા અને હાથી કેવો છે તે વિષય ઉપર તેઓ ચર્ચાએ ચઢ્યા. પહેલાએ હાથીના પગને પકડીને, તેને થાંભલા જેવો કહ્યો. તો બીજાએ કાનને સ્પર્શીને હાથીને સૂપડા જેવો કહ્યો. ત્રીજાએ વળી પૂંછડી પકડી, તેને દોરડા જેવો કહ્યો. ચોથાએ સુંઢને પકડી હાથીને સાંબેલા જેવો કહ્યો. પાંચમાએ વળી પેટને સ્પર્શી તેને ઢોલ જેવો કહ્યો. છઠ્ઠાએ ગંડસ્થલને સ્પર્શી તેને માટલા જેવો કહ્યો. સાતમાએ હાથીની પીઠનો સ્પર્શ કરી તેને દિવાલ જેવો કહ્યો.
સાતેય અંધોનો આ નિર્ણય હાથીના એક-એક અંશના એટલે કે એક એક અંગના જ્ઞાનના આધારે થયેલો હતો. તેમણે હાથીના એક અંશના જ્ઞાનના આધારે સંપૂર્ણ હાથી સંબંધી નિર્ણય કર્યો તે તેઓની ભ્રાન્તિ હતી, પરંત દેખતા માણસને તો તરત જ સમજાય કે હાથી થાંભલા જેવો પણ નથી કે સપડાં જેવો પણ નથી, માત્ર તેના પગ થાંભલા જેવા છે અને તેના કાન સૂપડા જેવા છે. આમ પગની અપેક્ષાએ હાથી ચોક્કસ થાંભલા જેવો છે, છતાં પણ તેટલા માત્રથી હાથીને સર્વાશે એટલે કે, સંપૂર્ણપણે થાંભલા જેવો માનવો તે “નયકૃત ભ્રાન્તિ' છે, એટલે કે, એક દૃષ્ટિકોણથી પદાર્થને જોવાને કારણે ઉત્પન્ન થયેલી ભ્રમણા છે.
આંખો ન હોવાને કારણે આંધળા પુરુષોને જેમ હાથી સંબંધી અલગ-અલગ ભ્રમો થયા હતા. તે જ રીતે કેવળજ્ઞાનરૂપી આંખો ન હોવાને કારણે છદ્મસ્થ (સંસારી) જીવો જો અનેકાન્ત દૃષ્ટિએ પદાર્થને જોવા ટેવાયા ન હોય તો આત્મા, સુખ વગેરે અતીન્દ્રિય પદાર્થો સંબંધી તેઓને અલગ-અલગ ભ્રમો થયા કરે છે. કેમ કે, કેવળજ્ઞાન વિના છદ્મસ્થ જીવોને આત્મા દેખાતો નથી, તેમને તો માત્ર હલન-ચલન વગેરે ક્રિયા કરતું શરીર દેખાય છે. સ્થૂલ વ્યવહારનય દેખાતા કે અનુભવાતા પદાર્થને જ તે રૂપે સ્વીકારે છે, તેથી આ નય શરીર તે જ આત્મા છે. સુખ-દુ:ખ શરીરને થાય છે અને જોવા આદિનું કાર્ય આંખ વગેરે ઇન્દ્રિયો કરે છે, તેમ માને છે. વાસ્તવમાં અનંત ગુણસંપન્ન આત્મા શરીરથી ભિન્ન છે. કર્મથી તેની શક્તિ કુંઠિત થઈ ગઈ હોવાને કારણે નબળી આંખવાળો જેમ ચમાના માધ્યમે જુએ છે તેમ તે આંખના માધ્યમે જુએ છે. કાનના માધ્યમે સાંભળે છે, માટે આંખ, કાન વગેરે ઇન્દ્રિયો તે રૂપ, શબ્દ વગેરેનું, જ્ઞાન કરવાનાં માધ્યમો છે, આમ છતાં સ્કૂલ વ્યવહારનયથી પદાર્થને જોનારી વ્યક્તિને એવો ભ્રમ થાય છે કે રૂપનું જ્ઞાન આંખે જ કર્યું છે, શબ્દનું જ્ઞાન કાને જ કર્યુ છે. આ એક પ્રકારની “નયકૃતભ્રાન્તિ' છે. આવા ભ્રમના કારણે જ, ‘શરીરથી જુદો “આત્મા' નામનો કોઈ પદાર્થ છે અને તેના કારણે જ આંખ વગેરે ઇન્દ્રિયો જોવા આદિનું કાર્ય કરી શકે છે અને સુખ
Jain Education Interational
For Personal & Private Use Only
www ainelibrary.org