________________
૩૦
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર સીધે સીધી રીતે માત્ર વર્તમાન પર્યાયને જ મહત્ત્વ આપે છે. વળી તે “ીય' પોતાની વસ્તુને જ પોતાની માને છે અર્થાતુ પોતાનામાં થતી ક્રિયાને જ તે સ્વીકારે છે, અન્યની નહિ, એટલે આ નય કોઈ વ્યક્તિ આધ્યાત્મિક ગચ્છમાં રહેતી હોય તેટલા માત્રથી તેનામાં અધ્યાત્મ સ્વીકારતો નથી. તે તો વર્તમાન ક્ષણમાં જે ચિત્ત, મૈત્રી આદિ ભાવનાઓથી ભાવિત હોય, બાહ્ય વ્યવહારોથી પુષ્ટ બન્યું હોય અને સાંસારિક સ્પૃહાઓથી મુક્ત હોય તે જ ચિત્તને અધ્યાત્મ કહે છે. પરંતુ જો કષાયને આધીન થઈ ક્યારેક ચિત્તમાંથી મૈત્રી આદિ ભાવ સુકાઈ ગયો હોય, નિમિત્ત મળતાં ક્યાંક સાંસારિક સ્પૃહાઓ પ્રગટ થઈ ગઈ હોય કે પ્રમાદાદિ દોષોથી ઉચિત આચરણ ન થતું હોય તો તે ચિત્તને ઋજુસૂત્રનય અધ્યાત્મ તરીકે ન સ્વીકારે.
ઋજુસૂત્રનય માને છે કે જો હૈયુ સ્વાર્થી કે સંકુચિત બન્યું હોય તો જ વર્તમાનમાં મૈત્રીભાવ ન હોય, જો ગુણનો પક્ષપાત નાશ પામ્યો હોય તો જ પ્રમોદભાવ ન હોય, જો હૈયું કઠોર બન્યું હોય તો જ કરુણાભાવ ન હોય, જો હૈયામાં ક્યાંક દ્વેષ કે અણગમા આદિના ભાવો પડ્યા હોય તો જ માધ્યશ્મભાવ ન હોય. વળી, જો જીવ વર્તમાનમાં વિષય, કષાય કે પ્રમાદને આધીન બન્યો હોય તો જ તે જીવ ઉપકારક ઉચિત વ્યવહાર ન કરે. આ દરેક ભાવો કષાયયુક્ત ભાવો છે. કષાયયુક્ત ભાવની હાજરીમાં અધ્યાત્મ હોઈ શકતું નથી, એવી ઋજુસૂત્રનયની સ્પષ્ટ માન્યતા છે. ઋજુસૂત્રનયના આધારે જ્યાંથી નિશ્ચયનય યોગનો પ્રારંભ માને છે તે પાંચમાં ગુણસ્થાનકથી અધ્યાત્મનો સ્વીકાર થઈ શકે.
આમ રૂઢિ અર્થને સ્વીકારનાર મતની વ્યાખ્યાઓ જે રીતે સંગત થતી હોય તે રીતે અર્થઘટન કરી વ્યવહાર અને ઋજુસૂત્રના મતને અનુસરનારી કહી શકાય.
અહીં પ્રશ્ન થાય કે સાત નયોમાંથી માત્ર ત્રણ નયથી અધ્યાત્મની વ્યાખ્યા શા માટે કરી છે ? વિચારતાં એવું લાગે છે કે, આ ત્રણ નયોની માન્યતા રજુ કરવા દ્વારા જ ગ્રંથકારે સાતે નયોની માન્યતાઓનો સમાવેશ કરી લીધો છે. સાતે નયોને દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એમ બે વિભાગમાં વહેંચી શકાય
નિયો દ્રવ્યને પ્રધાન માનનારા છે તો પાછળના નો પર્યાયને પ્રાધાન્ય આપનારા છે. એવંભૂતનય એ પરાકાષ્ઠાનો પર્યાયાસ્તિક નય છે, તેથી તેને માન્ય અર્થ શબ્દનય અને સમભિરૂઢ નયને તો માન્ય હોય જ છે. વળી, વ્યવહાર અને ઋજુસૂત્રની માન્યતા રજૂ કરવા દ્વારા દ્રવ્યાસ્તિકનયોની પરાકાષ્ઠા રજુ કરી છે, તેમાં તેનાથી નીચેના નયોનો સમાવેશ થઈ જાય છે, તેથી દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બન્નેની પરાકાષ્ઠાઓને પ્રદર્શિત કરતાં નયોને માન્ય અધ્યાત્મની વ્યાખ્યાઓ દર્શાવી ગ્રંથકારે સંક્ષેપમાં સાતે નયની માન્યતાઓનો સમાવેશ કરી લીધો છે. એક અપેક્ષાએ એવું પણ કહી શકાય કે યોગાથે નિપુણોની વ્યાખ્યા ક્રિયાનયને આશ્રયીને કરેલ છે. તો રૂઢિ અર્થે નિપુણોની વ્યાખ્યા જ્ઞાનનયને આશ્રયીને કરાઈ છે. તદુપરાંત પ્રથમ વ્યાખ્યા નિશ્ચયનયને માન્ય વ્યાખ્યા છે તો બીજી વ્યાખ્યા વ્યવહારનયને માન્ય છે. જા.
2. રૂઢિઅર્થ નિપુણોએ આ બંને નયને સામે રાખી લક્ષણ કર્યું, તેનું કારણ એવું લાગે છે કે, કેટલાક પૂજ્યો (પૂ.જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
વગેરે) ઋજુસૂત્રનયને દ્રવ્યાસ્તિકનયમાં ગણે છે અને કેટલાક આચાર્ય ભગવંતો (પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ) ઋજુસૂત્રનયને પર્યાયાસ્તિકનમાં ગણે છે. આ રીતે કથન કરવાથી તે બંને વાતો વિવક્ષાભેદે સત્ય છે, એવું ફલિત થાય છે. ફક્ત વ્યવહારનયથી વ્યાખ્યા કરી હોત તો ઋજુ સૂત્ર પર્યાયાસ્તિકનય છે એવું સૂચિત થાત અને ફક્ત ઋજુસૂત્રની વ્યાખ્યા કરી હોત તો જૂસૂત્ર દ્રવ્યાસ્તિકનય છે તેમ લાગત. પરંતુ આ રીતે વ્યાખ્યા કરવાથી બંને પૂર્વાચાર્યોના મત પ્રત્યે પોતાની સંમતિ દર્શાવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org