________________
અધ્યાત્મનું લક્ષણ - ગાથા-૪
૨૯
અધ્યાત્મ' શબ્દનો પ્રયોગ ન કરે અને સંપૂર્ણપણે આત્માને આશ્રયીને પ્રવૃત્તિ ન થતી હોય તો પણ ‘અધ્યાત્મ” શબ્દ ન વાપરે, તેથી સ્પષ્ટ છે કે, સૂક્ષ્મતાના આગ્રહી યોગાથે નિપુણોની “અધ્યાત્મની વ્યાખ્યા અતિ સૂક્ષ્મ એવંભૂતનય પ્રમાણે કરાઈ છે, તેથી પૂર્વે જણાવ્યું તેમ એવંભૂતનજ્યની માન્યતાવાળું ‘અધ્યાત્મ સમતાની પરમ ભૂમિકાને પામેલા નિરતિચાર ચારિત્રનું પાલન કરતાં આત્મભાવમાં જ રમણ કરનારા યોગીઓમાં ઘટે છે.
ત્રીજા શ્લોકમાં રૂઢિ પ્રમાણે અર્થ કરનારા વિદ્વાનો “મૈત્રી આદિથી વાસિત અને બાહ્ય વ્યવહારથી પુષ્ટ થયેલ નિર્મળ ચિત્તને “અધ્યાત્મ' કહે છે. તેઓની વ્યાખ્યા યથાયોગ્ય રીતે ઋજુસૂત્ર અને વ્યવહાર બંને નયોને અનુસરે છે, તેથી આ જ વ્યાખ્યા જ્યારે ઋજુસૂત્રનય સ્વીકારે ત્યારે તેનું અર્થઘટન ઋજુસૂત્રનયને સંગત થાય તે રીતે કરવું જોઈએ અને જ્યારે વ્યવહારનય સ્વીકારે ત્યારે તેનું અર્થઘટન વ્યવહારનયને સંગત થાય તે રીતે કરવું જોઈએ. ‘થાય” નો આવો અર્થ કરવો ઉચિત લાગે છે, છતાં આ વિષયમાં વિશેષજ્ઞોનો વિમર્શ આવકાર્ય છે.
વ્યવહારનય લોકવ્યવહાર પ્રમાણે ચાલે છે, તેથી તેનો એવો આગ્રહ નથી હોતો કે શબ્દ પ્રયોગ કરાય ત્યારે જેના માટે જે શબ્દ વપરાતો હોય તે પદાર્થમાં તે વખતે શબ્દથી જણાતી ક્રિયા હોવી જ જોઈએ, તેથી પદાર્થમાં શબ્દથી જણાતી ક્રિયા કદાચ આગળ પાછળ હોય તોપણ વ્યવહારનય તે પદાર્થમાં તે શબ્દનો પ્રયોગ કરે છે, તેથી રાજા રાજગાદી ઉપર ન બેઠો હોય, કે તે રાજ્ય ન પણ કરતો હોય, તોપણ જો એનો રાજ્યાભિષેક થઈ ગયો હોય, તો વ્યવહારનય તેને રાજા તરીકે સ્વીકારે છે.
વ્યવહારનય મૈત્રી આદિથી વાસિત, બાહ્ય વ્યવહારથી પુષ્ટ એવા નિર્મળ ચિત્તને “અધ્યાત્મ” તરીકે સ્વીકારે છે, આમ છતાં તેમાં વિશેષ એ છે કે આ નય ત્રણે કાળમાંથી કોઈપણ કાળમાં વર્તતા અધ્યાત્મને “અધ્યાત્મ તરીકે સ્વીકારે છે, તેથી જે વ્યક્તિનું ચિત્ત ભૂતકાળમાં મૈત્રી આદિ ભાવથી ભાવિત હોય અથવા નજીકના ભવિષ્યમાં તેવું થઈ શકે તેમ હોય તેવા વ્યક્તિમાં પણ આ નય અધ્યાત્મ સ્વીકારે છે. વળી વર્તમાનમાં જેનું ચિત્ત કોઈક કષાયને કારણે આત્મભાવમાં સ્થિત ન હોય, પરંતુ તેનામાં જો પશ્ચાત્તાપ પ્રમાદાદિ ભાવોને કારણે બાહ્ય વ્યવહારોમાં કંઈક ઊણપ હોવા છતાં કરવાની પુર્ણ ભ વ્યક્તિના ચિત્તને પણ તેટલો આત્મલક્ષી શુભ ભાવ હોવાથી વ્યવહારનય “અધ્યાત્મ' તરીકે સ્વીકારે છે.
તદુપરાંત આ નય સ્વ-પરમાંથી કોઈના પણ અધ્યાત્મને અધ્યાત્મ તરીકે સ્વીકારે છે એટલે કે પોતાનામાં અધ્યાત્મ હોય તેવા આત્માઓમાં તો આ નય “અધ્યાત્મ સ્વીકારે જ છે; પરંતુ પોતાનામાં હજુ અધ્યાત્મનો ભાવ પ્રગટ્યો ન હોય, છતાં તે ભાવને પ્રગટાવવા અધ્યાત્મભાવને પામેલા ગચ્છનું જેણે શરણ સ્વીકાર્યું હોય અને તે તે ભાવોને પ્રગટાવવા તે તે ગચ્છ-સમુદાય કે વ્યક્તિઓ વચ્ચે રહી યથાયોગ્ય પ્રયત્ન પણ કરતો હોય, તેવા આત્મામાં પણ આ નય “અધ્યાત્મ' સ્વીકારે છે. આ સર્વ બાબતો ઉપરથી નક્કી કરી શકાય કે, રૂઢિ અર્થને માનનારનું આ લક્ષણ વ્યવહારનયને સામે રાખીને કર્યું હોય તેમ માનવું યોગ્ય છે.
આ સર્વ માન્યતા ઉપરથી એવું પણ જણાય છે કે, વ્યવહારનય અપુનર્ધધક કક્ષાથી પ્રારંભી જ્યારથી ચિત્તમાં આંશિક પણ નિર્મળતા પ્રગટે છે, ત્યારથી અધ્યાત્મ માને છે.
આ ઉપરાંત ત્રીજા શ્લોકમાં જણાવેલી “અધ્યાત્મની વ્યાખ્યા ઋજુસૂત્રનયને પણ માન્ય છે. ઋજુસૂત્રનય શબ્દથી આ વ્યાખ્યા સ્વીકારે છે, પણ અર્થથી તેમાં કેટલાક ફેરફાર કરે છે.
ઋજુસૂત્રના વિદ્યમાન દ્રવ્યને ગૌણ કરીને તથા ભૂતકાલીન કે ભવિષ્યકાલીન વસ્તુની ચર્ચા કર્યા વિના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org