SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર થઈ છે, તેથી ગ્રંથકારશ્રીનો સંબંધ ગુરુપર્વક્રમથી શ્રીસુધર્માસ્વામીજી ગણધરભગવંત સાથે અને સ્વયં પરમાત્મા સાથે પણ છે. અધ્યાત્મના અધિકારીનું વર્ણન શ્લોક-પમાં જણાવ્યું છે. તેના દ્વારા આ ગ્રંથના અધિકારી કોણ છે તે સમજી શકાશે. મહામહોપાધ્યાયજી ભગવંતે અધ્યાત્મના રહસ્યને પ્રગટ કરતા આ ગ્રંથને “રહસ્ય” કે “સાર 'થી અંકિત કરવાને બદલે ‘ઉપનિષદુ’ શબ્દથી અંકિત કરી બે કાર્યો કર્યા છે. એક તો જેમ વૈદિક પરંપરામાં અધ્યાત્મની રજૂઆત કરતા ગ્રંથોને ઉપનિષદ્ કહેવાય છે, તેમ આ ગ્રંથ પણ જૈનધર્મમાં બતાવેલી આધ્યાત્મિક વાતોને રજૂ કરતું એક ઉપનિષદ્ છે, તેમ જણાવ્યું છે અને બીજું પૂર્વે કહ્યું તે મુજબ અર્થથી આ ગ્રંથ ગુરુ પરંપરા દ્વારા પ્રાપ્ત થયો છે તે જણાવ્યું છે. ‘સ્મfમર્વિથીયતે” અમારા વડે રચાય છે; આ વાક્ય દ્વારા ગ્રંથકારશ્રીની નમ્રતા જણાઈ આવે છે. તેમાં બહુવચનનો પ્રયોગ કરી મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા સૂચિત કરે છે કે, આ રચના પાછળ ઘણા બધાનું બળ છે. પૂર્વાચાર્યોના ગ્રંથો, ગુરુ ભગવંતોએ કરાવેલ શાસ્ત્રાભ્યાસ, સહાધ્યાયીઓની મહેનત વગેરેના કારણે જ આ રચના શક્ય બની છે. વળી, અહીં “હું રચું ,' એવો કર્તરિ પ્રયોગ કરવાને બદલે “અમારા વડે રચાય છે એમ કર્મણિ પ્રયોગ કરી મહામહોપાધ્યાયજી ભગવંતે પોતાની લઘુતા દર્શાવી છે. //// Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005561
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy