SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ - ગાથા-૧ ૧૩ મંગલાચરણની સાથોસાથ પ્રેક્ષાવાન વ્યક્તિ ગ્રંથ વાંચવા ઉત્સાહિત થાય તે માટે ગ્રંથનો વિષય, પ્રયોજન, સંબંધ અને અધિકારીનો ઉલ્લેખ કરવો પણ આવશ્યક છે, જેને અનુબંધ ચતુષ્ટય કહેવાય છે. આ ગ્રંથનું ‘અધ્યાત્મ ઉપનિષદુ નામ જ તે આવશ્યકતાને પૂર્ણ કરે છે, કેમ કે તે નામ દ્વારા ગર્ભિત રીતે ગ્રંથના વિષય, પ્રયોજન અને સંબંધ જણાવાયા છે. અધ્યાત્મના રહસ્યને જણાવવું, તે આ ગ્રંથનો વિષય છે અને તેનો બોધ કરાવવો અને કરવો, તે આ ગ્રંથના કર્તા અને શ્રોતાનું તત્કાલનું પ્રયોજન છે. પરંપરાએ તો બન્નેનું પ્રયોજન આધ્યાત્મિક વિકાસ સાધી મોક્ષ સુધી પહોંચવાનું છે. અધ્યાત્મ શું છે તત્સંબંધી વિગતવાર ચર્ચા આગળના શ્લોકોમાં છે. “ઉપનિષ એટલે સાર અથવા રહસ્ય. વળી “ઉપનિષ’નો અર્થ “ગુરુની સમીપમાં રહીને વિનયપૂર્વક મેળવેલું જ્ઞાન” અથવા જેના દ્વારા શ્રોd “વિશુદ્ધ એવા બ્રહ્મતત્ત્વની (આત્મતત્ત્વની) પાસે બેસે (જઈ શકે) તે “ઉપનિષદ્' આમ બ્રહ્મની પાસે પહોંચવાનું કે બ્રહ્મતુલ્ય બનવાનું સાધન તે “ઉપનિષદ્'. આ ગ્રંથ પણ આત્મા એટલે કે બ્રહ્મતત્વની નજીક લઈ જવામાં કારણભૂત બને છે, તેથી આ ગ્રંથનું આવું નામ અર્થને અનુસરે તેવું “સાન્વર્થ છે. વળી, જ્યારે ‘ઉપનિષદુનો અર્થ એવો કરીએ કે, “ગુરુની સમીપમાં બેસીને વિનયપૂર્વક મેળવેલું જ્ઞાન” ત્યારે તે જ શબ્દ દ્વારા આ ગ્રંથમાં કહેવાયેલા ભાવો ક્યાંથી પ્રાપ્ત થયા કે થઈ શકે, તેની જાણકારી પણ મળી જાય છે. જૈનશાસનની ઉજળી પરંપરા મુજબ આ ગ્રંથ પણ ગુરુ દ્વારા પ્રાપ્ત થયો છે, તેથી આ ગ્રંથનો ગુરુપર્વક્રમ સંબંધ સામર્થ્યથી જાણી શકાય છે. શ્રી અરિહંત પરમાત્માના માતૃકાપદને (ત્રિપદી) ઝીલીને શ્રી સુધર્માસ્વામીજીએ દ્વાદશાંગીની રચના કરી. તેમની પરંપરામાં થયેલા મૃતધર મહર્ષિઓએ આગમ ગ્રંથો અને પ્રકરણ ગ્રંથોની રચના કરી. આ આગમોના સારને જાણનારા અનેક ગીતાર્થોની શૃંખલામાં ગ્રંથકારશ્રીના ગુરુદેવ શ્રી નવિજયજી મ.સા.નો પણ સમાવેશ થાય છે. તેમની પાસેથી ગ્રંથકાર શ્રીમહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજે એ જ્ઞાન મેળવ્યું અને તેના પરિપાકરૂપે આ ગ્રંથની રચના 7. अनुबध्नन्ति लोकान् ग्रन्थाध्ययने उन्मुखीकुर्वन्ति ये ते अनुबन्धाः । सीसपवित्तिनिमित्तं अभिधेयपयोयणाई संबंधो । वत्तव्वाई सत्थे, सस्सुन्नतं सुणिज्जिहरा ।।१।। विषयश्चाधिकारी च सम्बन्धश्च प्रयोजनम् । प्रेक्षापूर्वकारिणश्च प्रयोजनादिशून्ये न प्रवर्तन्ते ।। - विशेषावश्यकभाष्य - गा.१-टीकायाम् ।। 8. ધર્મે રહસ્યપનિષત્ યાત્ | - યોજાશતવૃત્તો - ૨ || उप - समीपं ब्रह्मणः निषीदन्ति अनयेति उपनिषद् । यद्वा उप - गुरुणां समीपं निषद्य एव याऽधीयते यथार्थरूपेणोपलभ्यते सा उपनिषद् । - अमरकोशे ।। 9. સુધર્માસ્વામીજી મહારાજા આચારાંગ સૂત્રની શરૂઆત કરતાં કહે છે, “સુગં ને મારું ! તેનું પવિયા વમવનgય” અર્થાતું, ‘હે આયુષ્યમાન જંબૂ ! મેં સાંભળ્યું છે કે, તે મહાતપસ્વી સમગ્ર ઐશ્વર્યવાળા, કષાયાદિ મહાવૈરીઓનો પરાભવ કરનારા, કાશ્યપગોત્રવાળા ભગવાન મહાવીરે કેવલજ્ઞાનથી જોઈને, બાર પર્ષદા સમક્ષ આ પ્રમાણે કહ્યું છે.” આમ, પૂર્વધર મહર્ષિ પણ એમ કહેતા નથી કે, “આ હું કહું છું ' પરંતુ તેઓ પણ એમ કહે છે કે, “ભગવાન આ પ્રમાણે કહે છે.' વળી, જ્યારે ‘માવસંતે ' એવો પાઠ લઈએ ત્યારે તેની છાયા “આવષણા' થાય અને ત્યારે આ શબ્દનો અર્થ ‘ગુરુની નિશ્રામાં વસતા' એવો પણ અર્થ થાય છે. આવી જૈનશાસનની પરંપરા મુજબ ગ્રંથકારશ્રી પણ ‘ઉપનિષદ્' શબ્દ દ્વારા જણાવે છે કે, આ ગ્રંથ મેં ગુરુ પાસેથી સાંભળ્યો છે. गुरुवचनोपगत सूत्रमूलतया तात्त्विकमावेदितं भवति, गुरुपर्वक्रमलक्षणस्य सम्बन्धो सूचितो भवति ।। १।। - ૩૫શરદચવૃત્તી || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005561
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy