________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ પહેલો
માર્ગદર્શન આપેલું તેઓશ્રીના તે ઉપકારની સ્મૃતિમાં અમો “અધ્યાત્મઉપનિષદુ ભાવાનુવાદ ગ્રંથરત્નનું તેઓશ્રીને હાર્દિક સમર્પણ કરીએ છીએ.
આશ્રમના મૂળ પ્રેરણાસ્ત્રોત શ્રીમદ્ રાજચંદ્રજીનાં પદો અને પદ્યો પત્રો અને પ્રેરકવચનોને માધ્યમ બનાવીને પૂજ્ય બાપુજી શ્રી લાડકચંદભાઈએ આશ્રમના શરણે આવતા મુમુક્ષુઓને અર્થકામની પલોજણો ઘટાડી મુક્તિસાધક ધર્મપુરુષાર્થ કરવાનો રાહ બતાવ્યો હતો. સુસમર્થ જૈનાચાર્યોના યોગદષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ અને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મઉપનિષદ્ જેવા અનેક શાસ્ત્રોનો સ્વયં અભ્યાસ કરી એનાં રહસ્યો અન્ય મુમુક્ષુઓને પીરસી તેઓશ્રીએ મહાન ઉપકાર કર્યો હતો. મહામહોપાધ્યાય પૂ.શ્રી યશોવિજયજી મહારાજાનાં ટંકશાલી શાસ્ત્રવચનોથી તેઓશ્રીનું હૈયું નિર્વેદ અને સંવેગભાવથી છલોછલ થતું હતું. એ મહાપુરુષ પ્રત્યે તેઓશ્રી ગદ્ગદ્ભાવે સમર્પણના ભાવો અભિવ્યક્ત કરતા હતા.
પૂ.બાપુજી લાડકચંદભાઈને એઓશ્રીની યુવાનવયે પૂ. છોટાભાઈ દેસાઈથી ઘણું જ્ઞાન સાંપડ્યું હતું. તો વળી પૂ. સાગરજી મહારાજના સમુદાયના વિદ્વાન ગચ્છાધિપતિ પૂ.આ.શ્રી. માણેક્સસાગરસૂરીશ્વરજી મહારાજ પાસે પૂ.મહોપાધ્યાયશ્રીજીના વિવિધ ગ્રંથોનો અભ્યાસ કરી એના પરમાર્થો સમજ્યા હતા. એના જ પરિણામે શ્રીરાજસોભાગ આશ્રમમાં ચાલતાં પ્રતિદિન ત્રિકાળ સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં પૂ.બાપુજીએ અત્યંત બહુમાન ભાવ સાથે પૂ. મહોપાધ્યાયજીના ગ્રંથોનો સ્વાધ્યાય કર્યો-કરાવ્યો છે. ગ્રંથવાચન પૂર્વે ગ્રંથ-ગ્રંથકારશ્રીને ત્રિકરણ નમસ્કાર કરતા અને ગ્રંથનો પાઠ પત્યે સમર્પણભાવે કૃતજ્ઞતા-જ્ઞાપન કરતા. યોગિરાજ પૂ.શ્રી આનંદઘનજી મહારાજા સાથે પૂ. મહોપાધ્યાયશ્રીજીનો પારમાર્થિક સહવાસ થયાની ઘટના, અષ્ટપદી વગેરેના સ્મરણ-વિવેચને તેઓશ્રીના કોઠે કોઠે દીવડા પ્રગટતા હતા. આ શ્રુતપ્રેમથી જ પ્રેરાઈને તેઓશ્રીએ એ જ આચાર્ય ભગવંતની નિશ્રામાં અનેક લહીયાઓને બેસાડીને શ્રુતલેખન દ્વારા અનેક ગ્રંથોની પ્રતિલિપિઓ કરાવી હતી. '
એ સમયે પૂ. મહોપાધ્યાયજીના ગ્રંથો ઉપર સરળ ગુજરાતીમાં ખાસ વિવેચનો કે વિવરણો ઉપલબ્ધ ન હતાં, તેથી પૂ.બાપુજીને વિચાર થતો કે અધિકારી વિદ્વાન બહુશ્રુત મુનિવરો પાસે આવા ગ્રંથો પર વિવરણો લખાવવાં, જેથી આશ્રમવાસીઓને સસ્પંથનો પ્રેરક માર્ગ અલ્પપ્રયાસ પણ ઉપલબ્ધ થઈ શકે. | વિક્રમની ૨૦૪૩મી સાથે ફાગણ સુદ-૩ના બીજી માર્ચ ૧૯૮૭ના રોજ સાયલાના આશ્રમમાં શિખરબંધી જિનાલયમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીજીની પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થઈ હતી. એના એકાદ વર્ષ પૂર્વે પૂ.આ.શ્રી. શ્રી ધર્મસૂરિજી મહારાજના સમુદાયના સાહિત્યકલારત્ન પૂ.આ.શ્રી. વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજ પાસે પૂ. બાપુજીએ અધ્યાત્મઉપનિષદ્' ગ્રંથરત્નના ગુજરાતી વિવરણ માટેનું માર્ગદર્શન માગતાં તેઓશ્રીએ , વર્તમાનકાલીન પરમગીતાર્થ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ પૂ.આ.શ્રી. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના નામની ભલામણ કરી. પૂ.બાપુજીએ તરત જ પોતાના સ્વાધ્યાયાદિ સત્યવૃત્તિના વારસદાર ગણાતા પૂ.ભાઈશ્રી નલીનભાઈ કોઠારીને ખંભાત મોકલી પૂ. ગચ્છાધિરાજશ્રીજીને વિધિવત્ વિનંતિ કરી. પરમકરુણાનિધાન તેઓશ્રીમદે એ જ અવસરે પોતાના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ પૂ. મુનિપ્રવર શ્રી ગુણયશવિજયજી (પછીથી આચાર્યશ્રી) મહારાજના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂ.મુનિપ્રવર શ્રી કીર્તિયશવિજયજી (હાલ આચાર્યશ્રી) મહારાજને બોલાવી “અધ્યાત્મઉપનિષદ્' મહાગ્રંથનું વિવરણ લખવાની આજ્ઞા કરી. પૂ. મુનિવરે પણ એ આજ્ઞાને શિરસાવંઘ કરી. ગહનમાં ગહન વિષયને સરળમાં સરળ શૈલીમાં પ્રસ્તુત કરી જિજ્ઞાસુજનોના ગળે ઊતારી દેવાની વિરલ સિદ્ધિને ધરાવતા પૂ.મુનિરાજશ્રીએ કાર્ય પ્રારંવ્યું, પરંતુ ..... શાસન આરાધના-પ્રભાવના-સુરક્ષાનાં કાર્યોની હારમાળા, અનેક અન્ય ગ્રંથાદિના ચાલુ સંશોધન-સંપાદનાદિ કાર્યોની વ્યસ્તતાના કારણે આ ગ્રંથ પરિપૂર્ણ થતાં વર્ષોનાં વહાણાં વીતવા પામ્યાં છે. આમ છતાં ‘દેર આયે દુરસ્ત આયે' એ ન્યાયથી અમારા સૌભાગ્યના વર્ધાનરૂપે હવે આ મહાગ્રંથ વિશદ ગુજરાતી વિવરણ-વિશિષ્ટ વિવેચન સાથે સમુપલબ્ધ થઈ રહ્યો છે. તે અત્યંત આનંદની વાત છે.
આ મહાગ્રંથમાં વર્ણવેલ શાસ્ત્રયોગના સહારે જ્ઞાનયોગને પામી, એના સુદઢ પાયા ઉપર ઉત્તમ ક્રિયાયોગને આત્મસાત્ કરી શીધ્ર મુક્તિદાયી એવા સામ્યયોગને આપણે સહુ આત્મસાત્ કરનારા બનીએ એવા આશીર્વાદ પરમારાથ્યપાદ દેવ-ગુરુ પાસે માંગીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org