SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન | ૐ શ્રી વીતરાગ સર્વજ્ઞાય નમઃ | અનંત ઉપકારી શ્રીવીતરાગ સર્વજ્ઞ પ્રભુ કથિત અધ્યાત્મ-યોગ-ધ્યાન-ધર્મ સાથનાના પવિત્ર પંથે પુરુષાર્થ કરી અનેક ભવ્યાત્માઓ પુણ્યાત્મા બની સમ્યગ્દર્શનાદિ સામગ્રીને મેળવી, એના પ્રકાશમાં સમ્યકુચારિત્રને આરાધવા દ્વારા મહાત્મા પદને સાર્થક કરી સર્વકર્મમલને દૂર કરી આત્માની પરમવિશુદ્ધિ એવી સ્વરૂપદશા એટલે જ પરમાત્મા પદને પ્રાપ્ત કરનારા બન્યા છે, બને છે અને ભવિષ્યમાં પણ બનશે. એવા અધિકારી મહાપુરુષોએ શ્રુતસાગરનો પરમાર્થ પામી, ગુરુવર્યોની પરંપરાથી મળેલા આમ્નાયોને આત્મસાત્ કરી એ બેયના આધારે કરેલી આત્મસંવેદનાના આધારે હસ્તગત થયેલ તત્ત્વને પરમકરુણાભાવથી પ્રેરાઈ ભવ્યાત્માઓના હિત કાજે પ્રકાશન કર્યું છે. પરમાત્માની આજ્ઞાના પ્રતિબિંબરૂપ આ તત્ત્વ જ આગમાદિ ધર્મશાસ્ત્રોમાં સંગૃહીત થયેલું છે અને સુવિહિત સૂરિશેખરોએ એ વચનોનાં રહસ્યો ભાષ્ય, ચૂર્ણ, નિયુક્તિ અને ટીકાગ્રંથોના માધ્યમે આપણા સુધી પહોંચાડીને આપણા ઉપાદાન (આત્મદ્રવ્ય)ની શુદ્ધિનું પરમ નિમિત્ત આપ્યું છે. એ મહાપુરુષોનો એ ઉપકાર જેમ અવિસ્મરણીય છે તેમ એ વચનોને નિર્ભેળ અને નિર્મળરૂપે પ્રાપ્ત કરનાર આપણું સૌભાગ્ય પણ સમાતીત છે. જ્ઞાની ભગવંતોએ ષોડશક અને જ્ઞાનસાર જેવા મહાગ્રંથોમાં ખરે જ કહ્યું છે કે - “પરમાત્માના આગમાદિ શાસ્ત્રોને અનુસરનાર ખુદ પરમાત્માનું અનુસરણ કરે છે; અને આ રીતે કરનારને સઘળી સંપત્તિઓ આત્મસાત્ થાય છે.” જ્ઞાનસાર તો આગળ વધીને ત્યાં સુધી લાલબત્તી બતાવે છે કે - “અધ્યાત્મની અગોચર (નહિ દેખાતી-નહિ જોયેલી) કેડી ઉપર જે આત્માઓ શાસ્ત્રરૂપી દીપક (મશાલ-ટૉર્ચ) લીધા વિના દોડવા જાય છે, તે ડગલેને પગલે ઠોકર ખાઈ પડે છે અને પરમખેદ (શાક)ને અનુભવે છે.” જૈન શાસનના ઇતિહાસમાં ઘણા ઘણા શ્રતધરો થયા છે, જેમણે પોતાના વિશિષ્ટ શ્રુતજ્ઞાનના પ્રકાશથી હજારો-લાખોને તાર્યા છે. આમ છતાં ત્રણ મહાપુરુષોનાં નામ-કામ વિશેષ સ્મરણીય બને છે. ૧. સુવિહિત શિરોમણિ પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા. ૨. કલિકાલસર્વજ્ઞ પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા અને ૩. મહોપાધ્યાય પૂ.શ્રી યશોવિજયજી ગણિવર્ય. અહીં “અધ્યાત્મ ઉપનિષદ્' નામના અદ્ભત રહસ્યમય ગ્રંથના અધ્યયન-અધ્યાપનાદિ દ્વારા આપણા આધ્યાત્મિક ઉત્થાનને સાધવાનો અવસર હોઈ એ ગ્રંથના રચયિતા મહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મહારાજાનું સ્મરણ સામયિક ગણાશે. પૂર્વપુરુષોએ એઓશ્રી માટે ‘લઘુહરિભદ્રસૂરિ, દ્વિતીય હેમચંદ્રાચાર્ય, શ્રુતકેવલી સ્મારક, મૂછલી સરસ્વતી' જેવાં બિરૂદો આપે છે એ જ તેઓશ્રીની જ્યોતિર્ધરતાનો પૂર્ણ પરિચય આપે છે. વર્તમાન જૈન જગતના જાણીતા અને માણીતા પ્રવચનકારશ્રી, અનેક આગમિક અને શાસ્ત્રીય ગ્રંથોના સંશોધક, સંપાદક, અનુવાદક તેમજ વિવેચક પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી. વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના વરદહસ્તે વિવેચના પ્રાપ્ત અધ્યાત્મઉપનિષદ્ ગ્રંથરત્નની આપણને સુપ્રાપ્તિ થઈ છે તે આપણો પુણ્યોદય છે તો વળી એ મહાગ્રંથના પ્રકાશનનો પણ મહલ્લાભ આપણને સંપ્રાપ્ત થતો હોઈ આપણો એ પુણ્યોદય પણ સાગરના મોજાની જેમ ભરતીને પામ્યો છે. શ્રીરાજસોભાગ સત્સંગ મંડલ-સાયલા અને મંડળ-આશ્રમના સ્વાધ્યાયીઓ આનાથી જરૂરી ઊંચી પ્રેરણા મેળવશે તદુપરાંત સમસ્ત જૈન સંઘ પણ આનાથી લાભાન્વિત થશે-એ ગૌરવની વાત છે. "શ્રીરાજસોભાગ આશ્રમના મોભી વડીલજી પૂજ્ય બાપુજીના નામે સુપ્રસિદ્ધ “શ્રી લાડકચંદ માણેકચંદ વોરા'એ અમને સત્સંગ અને સ્વાધ્યાય દ્વારા જગતની પૌદ્ગલિક માયા જાળને કાપી અનંતશક્તિમય આત્મામાં ઠરી આત્માને પરમાત્મા બનાવવાનું જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005561
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy