SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ - ગાથા-૧ ગણાતા અને અસંખ્ય દેવોનો યોગ-ક્ષેમ કરવાના કા૨ણે ૫૨મ ઐશ્વર્યવાન ગણાતા એવા પણ ઈન્દ્રોના સમૂહો ભગવાનને નમે છે. કેમ કે, તેઓ જાણે છે કે, પ્રભુ પાસે જે નિર્મળ કેવળજ્ઞાન છે તે અમારી પાસે નથી. પ્રભુ પાસે જે પોતિકું, સ્વાધીન અને શાશ્વત સુખ છે, તે અમારી પાસે નથી અને પ્રભુ જે રીતે જીવમાત્રનો યોગક્ષેમ ક૨વાનું પરમ ઐશ્વર્ય ધરાવે છે તે અમારી પાસે નથી. અમારે પણ જો આ બધું પામવું હોય તો તે માત્ર પ્રભુની સેવા-ભક્તિથી જ પામી શકાશે. આજે પણ ‘પ્રભુ અનંતા સુખમાં વિલસી રહ્યા છે. એમના સુખ અને આનંદ સામે અમો તો માત્ર વિડંબના ભોગવી રહ્યા છીએ. આવા સુખને મેળવવા આ સ્વામીની સેવા-ભક્તિ જ યોગ્ય છે.' આવું માની દેવેન્દ્રો, દેવલોકનાં સુખો છોડી મનુષ્યલોકમાં રહેલા પ્રભુની ભક્તિ કરવા દોડી દોડીને આવે છે. આમ ‘ઈન્દ્રોના સમૂહોથી નમાયેલા' આ વિશેષણ દ્વારા ગ્રંથકારે ગર્ભિત રીતે એ સૂચિત કર્યું છે કે ‘જે પરમાત્મા ઇન્દ્ર જેવા સમર્થ માટે નમસ્કરણીય છે તે સર્વને પણ નમસ્કરણીય હોય જ.' ત્યારપછી પ્રભુની ઓળખ માટે બીજું પદ મૂક્યું છે, ‘વીતરાખં’. આ પદ દ્વારા પ્રભુ સર્વ દોષોથી મુક્ત છે, તેમ દર્શાવ્યું છે. સર્વ દોષો, દુ:ખો કે પીડાઓનું કારણ રાગ જ છે. રાગથી જ સર્વ કષાયો અને દોષો ઉત્પન્ન થાય છે. પ્રભુ રાગ વિનાના છે એવું જણાવી ગ્રંથકારશ્રીએ સૂચિત કર્યું છે કે પ્રભુ સર્વ દુ:ખોથી મુક્ત છે અને સર્વ સુખથી સંપન્ન છે. જેઓ પ્રભુનું આ સ્વરૂપે શ્રેષ્ઠ કક્ષાનું ધ્યાન કરે છે તેઓ સ્વયં વીતરાગ બની જાય છે અને જ્યાં સુધી તે વીતરાગ ન બને ત્યાં સુધી તેમનામાં રાગાદિ પ્રત્યેના અણગમારૂપ વૈરાગ્યભાવ તો દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતો જ જાય છે. વીતરાગની ઉપાસનાથી પ્રગટેલો આ વૈરાગ્યભાવ જ ધર્મશાસ્ત્રને પરિણામ પમાડવાનું મૂળ કારણ છે, આથી જ ગ્રંથકારશ્રીએ આ શબ્દ દ્વારા સર્વ શ્રોતાજનને તે ભાવ સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત ત્રીજા ‘સ્વયમ્બુવમ્' શબ્દનો પ્રયોગ કરી પરમાત્મા સ્વયં સર્વજ્ઞ બન્યા છે તેમ જણાવ્યું છે. કોઈના પણ ઉપદેશની અપેક્ષા વિના તથાભવ્યત્વના પરિપાકથી સ્વયં બોધ પામેલાને, સ્વયં સર્વજ્ઞસર્વદર્શી બનેલાને સ્વયંભૂ કહેવાય છે. અરિહંત પરમાત્મા હંમેશા કોઈના પણ આલંબન વિના ૧૧ જણાવ્યો છે. અપાયોનું મૂળ કારણ છે, રાગાદિ દોષો. આ દોષોનો નાશ થવાથી પ્રભુને તો કોઈ અપાય/કષ્ટ નથી જ; પરંતુ પ્રભુના સાનિધ્યમાં રહેનારામાં પણ અપાયોની સંભાવના રહેતી નથી. ‘સ્વયમ્ભુવમ્' પદ દ્વારા પ્રભુનો જ્ઞાનાતિશય વર્ણવાયો છે. 4. સ્વયમ્ભુલમ્ પદની વ્યાખ્યા કરતાં પં. આશાધરકૃત જિનસહસ્ર નામસ્તોત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં તથા શ્રુતસાગરવૃત્તિમાં જણાવ્યું છે કે, (i) स्वयमात्मना गुरुनिरपेक्षतया भवति, निर्वेदं प्राप्नोति, लोकालोकस्वरूपं जानातीति स्वयम्भूः । (ii) स्वयं भवति, केवलज्ञानदर्शनद्वयेन लोकालोके व्याप्नोति स्वयम्भूः । (iii) स्वयम्भुवा भूतहितेन भूतले इत्यादि स्वयं परोपदेशमन्तरेण मोक्षमार्गमवबुद्ध्य अनुष्ठाय वाऽनन्तचतुष्टयं तथा भवतीति स्वयम्भूः, तेन - શ્રીસમન્તમદ્રસ્વામિત-ચતુર્વિજ્ઞતિનિનસ્તુતો ।। (iv) स्वयम् = आत्मनैव परोपदेशनिरपेक्षतयाऽवगततत्त्वो भवतीति स्वयम्भूः ।। १ ।। - સ્વાદાવમશર્યાન્ ।। अभिधानचिन्तामणौ ।। (v) स्वयम् - आत्मना तथाभव्यत्वादिसामग्रीपरिपाकात् न तु परोपदेशात् भवतीति स्वयम्भूः ।। २४ ।। જેઓ ગુરુની અપેક્ષા વિના સ્વયં નિર્વેદ પામે છે, લોકાલોકના સ્વરૂપને જાણે છે, કેવલજ્ઞાન અને કેવલદર્શન દ્વા૨ા લોકાલોકમાં વ્યાપી જાય છે તે સ્વયંભૂ. આ રીતે ‘સ્વયંભૂ’ પદ પ્રભુ સર્વજ્ઞ છે એમ જણાવે છે. Jain Education International For Personal & Private Use Only - www.jainelibrary.org
SR No.005561
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy