________________
૧૦
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ :
શુભકાર્યનો આરંભ કરતાં પહેલાં પોતાના અભીષ્ટ દેવાદિને નમસ્કાર કરીને મંગલાચરણ કરવું તે સજ્જન પુરુષોનો એક ઉત્તમ આચાર છે. શિષ્ટ પુરુષો બીજાના દોષોને કે કોઈએ કરેલા અપકારોને જરૂર ભૂલી શકે છે, પરંતુ પોતાના ઉપર થયેલા ઉપકારને ક્યારેય ભૂલી શકતા નથી અને અવસર આવે ત્યારે તેઓ ઉપકારીને યાદ કર્યા વિના રહી પણ શકતા નથી.
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પણ અતિ ઉત્તમ કક્ષાના શિષ્ટ પુરુષ હતા. તેમની બુદ્ધિ પ્રતિભા ભલભલા પંડિતોને પણ શરમિંદા બનાવે તેવી હતી, તોપણ તેઓ માનતા હતા કે મારામાં જે કાંઈ સારાપણું છે, તે મારા દેવ-ગુરુને આભારી છે, તેમની કૃપાનું જ આ ફળ છે. આ જ કારણથી કોઈપણ સત્કાર્ય કરતાં પહેલાં તેઓ પોતાના દેવ-ગુરુનું અવશ્ય સ્મરણ કરતા. આ ગ્રંથનો મંગલ પ્રારંભ પણ તેમણે પોતાના ઉપકારી અરિહંત પરમાત્માને નમસ્કાર કરીને કર્યો છે.
નમસ્કાર કરવા માટે, જેમને નમસ્કાર કરાય તેની સાથેનું એક અંતરંગ જોડાણ આવશ્યક છે. આ જોડાણ કરવા તેમના વિશિષ્ટ ગુણોનો બોધ હોવો જરૂરી છે. આથી જ મહામહોપાધ્યાયજી ભગવંતે જેન્દ્રવૃન્દ્રનાં નન્દી વીતરાજે સ્વયમ્ભવમ્' આવા અર્થગંભીર શબ્દોનો પ્રયોગ કરી વિશિષ્ટસ્વરૂપે પ્રભુની સ્મૃતિ કરી છે અને વાચકવર્ગને પણ પરમાત્માની એક આગવી ઓળખ કરાવી છે.
સૌ પ્રથમ રેન્દ્રવૃત્તનત’ શબ્દનો પ્રયોગ કરી જણાવ્યું છે કે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોવાના કારણે વિબુધવર ગણાતા, ભૌતિક સુખની પરાકાષ્ઠાને વરેલા હોવાના કારણે પરમ સંપત્તિમાન 1. મંગલાચરણ ત્રણ પ્રકારનાં હોય છે. (૧) આશીર્વાદાત્મક, (૨) ઈષ્ટદેવતા નમસ્કારાત્મક, (૩) વસ્તુનિર્દેશાત્મક. તેમાં અહીં
ઇષ્ટદેવતાને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કરાયું છે. त्रिविधं मङ्गलम् - आशीर्वादो नमस्क्रिया वस्तुनिर्देशश्च । १. परमेश्वरात् स्वस्य स्वशिष्यादेश्च वाञ्छितार्थप्रार्थनमाशीर्वादः । ૨. સ્વાર્ષિોથાનુ: સ્વીયવ્યાપારીવશેષ: (નમ: પાર્થ:) નમસ્કાર: | ३. नमस्कारादिमन्तरा स्वेष्टदेवतादिकीर्तनं वस्तुनिर्देशः ।।
- રિવિટી - મુવત્તાવટી - અમાટીવાયામ્ - ૨ // 2. નમસ્કાર કરવો એટલે અંતરથી પરમાત્માના ગુણો તરફ ગતિ કરવી. વ્યવહારનયની દૃષ્ટિથી વિચારીએ તો; મસ્તકાદિ અંગો
નમાવવાં એ કાયિક નમસ્કાર છે, “નમમ' ઈત્યાદિ પદોનું ઉચ્ચારણ - તે વાચિક નમસ્કાર છે અને સર્વગુણોની અપેક્ષાએ પોતાનાથી અધિક એવા જિનેશ્વર આદિ નમસ્કરણીય પ્રત્યે પ્રીતિ, આદર, બહુમાન, પૂજ્યભાવ ઉપસ્થિત કરવો એ માનસિક નમસ્કાર છે. આ સર્વ પ્રકારના નમસ્કારમાં પૂજ્ય અને પૂજકનો ભેદ હોય છે. શુદ્ધ દ્રવ્યાસ્તિક નય (નિશ્ચય નય)ની દૃષ્ટિથી વિચારીએ તો પોતાના શુદ્ધ સ્વરૂપનો પરમાત્મા સાથે અભેદ કરીને અભેદ ભાવે પરમાત્માનું ધ્યાન, ચિંતન કે નમનક્રિયા કરવી તે નમસ્કાર છે. नमिउण त्रि - नत्वा = तत्त्वतः स्वाभेदेन अन्तर्भूतध्यातृध्येयभावेन प्रणिधाय
- ૩૫શરદીપજ્ઞવૃત્તો - ૨ | 3. પ્રભુની ઓળખ કરાવતાં આ ત્રણ પદો દ્વારા ભગવાનના ચાર અતિશયો પણ સૂચિત કર્યા છે. ‘દ્રવૃન્દ્રનત' આ પદ દ્વારા પ્રભુનો.
પૂજાતિશય જણાવ્યો છે. જન્મથી પ્રારંભી નિર્વાણકાળ સુધી દેવ, દેવેન્દ્રો અને નરેન્દ્રો પ્રભુની જે વિશેષ પ્રકારે ભક્તિ કરે છે તે પ્રભુનો પૂજાતિશય છે. આ જ પદથી પ્રભુનો વચનાતિશય પણ સૂચવાયો છે, કેમ કે દેવ-દેવેન્દ્રો દૈવિક સુખો છોડી મનુષ્ય લોકમાં આકર્ષાઈને આવે છે તેનું મુખ્ય કારણ પ્રભુની કલ્યાણકારી પાંત્રીસ ગુણયુક્ત વાણી છે. 'વીતરા 'પદ દ્વારા પ્રભુનો અપાયાપગમાતિશય
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org