________________
Jain Education International
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
અધ્યાત્મરસનું અમીપાન કરી સાધક આત્માઓના શ્રેયાર્થે ગ્રંથપ્રણાલી દ્વારા વિવિધ શૈલીમાં સાધનાના માર્ગનું પ્રકાશન ક૨ના૨ સુવિહિત શિરોમણી શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા અને ગ્રંથકાર ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાના સિદ્ધ-સાધક ચરણોમાં ભક્તિભાવે કરેલી વંદના અમારા અધ્યાત્મયોગ વિષયક અવબોધને પુષ્ટ કરો અને ભવિરહનું પ્રદાન કરી, પરમાનંદપદનું પ્રદાન કરો !
જેઓ શ્રીમની આજ્ઞાથી મને આ ગ્રંથનું અધ્યયન અને આલેખન કરવાનું સદ્ભાગ્ય સાંપડયું, જેઓશ્રીની મહતી કૃપાથી મારામાં આ ગ્રંથરત્નના ઊંડા ભાવોને સમજવાનું કિંચિત્ સામર્થ્ય પ્રગટ્યું. જેઓશ્રીની અપ્રમત્ત અધ્યાત્મ સાધનાથી સિંચિત જિનવાણીનું પાન કરતાં આત્મકલક્ષી સાધના કરવાનું લક્ષ્ય બંધાયું, તે પરમોપકારી પરમતારક શ્રી અરિહંત પરમાત્માના માર્ગનું યથાર્થ પ્રકાશન કરનાર, જગત-ઉદ્ધારક જૈનશાસનની વર્તમાનકાળમાં અદ્વિતીય આરાધના-પ્રભાવના અને સર્વતોમુખી રક્ષા કરનાર, વ્યાખ્યાન વાચસ્પતિ, પૂજ્યપાદ, ભાવાચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ! આપની ચરણોપાસના અમારામાં અધ્યાત્મ માર્ગ ઉપર ચાલવાનું સત્ત્વ પ્રગટાવનારી, આત્મ હિતકર પ્રવૃત્તિ પ્રત્યે જાગૃત કરનારી અને પ૨પ્રવૃત્તિ પ્રત્યે બધિરાન્ધ બનાવી સદા ચિદાન્તપદમાં લયલીન રાખનારી બનો !
ભૂમિકાને અનુરૂપ ઉત્તમ આચારોથી જેમનું જીવન પાવન બન્યું હતું, મૈત્ર્યાદિ ભાવોથી જેમનો આત્મા ભાવિત બન્યો હતો, જિનવચનના આધારે જ જેમની ચિંતનધારા સદાય વહ્યા કરતી હતી, મોહની મહાપક્કડમાંથી જેમણે છૂટકારો મેળવ્યો હતો, આત્માને લક્ષ્ય બનાવીને ઘોર તપ દ્વારા દેહ અને ઇન્દ્રિયોનું દમન ક૨વામાં જેઓ સફળ બન્યા હતા અને પંચાચારના નિર્મલ પાલન દ્વારા પોતાની ક્રિયાઓ-સાધનાઓને સુવિશુદ્ધ બનાવવા જેઓશ્રી સતત ઉદ્યમશીલ હતા, અધ્યાત્મ સાધનાના પરિપાકરૂપે જેમનું જીવન ઉત્તમ ગુણોની સંપદાથી સમૃદ્ધ હતું તે મારા, અમારા તારણહાર ગુરુદેવ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાની મહતી કૃપાથી અધ્યાત્મ-ઉપનિષદ્ જેવા મહાન અને ગહન ગ્રંથની વિવેચનાની સફળતા સંપ્રાપ્તિને વશે એવી પૂર્ણ શ્રદ્ધાપૂર્વક તેઓશ્રીના અધ્યાત્મપૂત ચરણે ભાવભરી વંદના.
દેવ-ગુર્વાદિ ઇષ્ટ તત્ત્વનું પ્રણિધાન કરી, હવે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે અધ્યાત્મ-યોગ વિષયક રચેલા અનેક ગ્રંથોમાં આગવું મહત્વ ધરાવતાં ‘અધ્યાત્મ ઉપનિષદ્’ ગ્રંથના વિવેચનનો મંગલ પ્રારંભ કરાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org