________________
मंगलम्
// સર્વવાચ્છિતમોક્ષફલપ્રદાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
|| દે નમઃ | મહામહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી કૃત
અધ્યાત્મ ઉપનિષદ્
આત્મસિદ્ધિના ઉત્તુંગ શિખરેથી અધ્યાત્મ સાધનાના આદિ ધ્વનિથી ભરતક્ષેત્રના દિગૂ દિગંતોને મુખરિત કરનાર વૃષભ ધ્વજ પ્રભુ શ્રી આદિનાથની અધ્યાત્મ વાણીનો મહાનાદ સાધકોના પ્રત્યેક આત્મપ્રદેશમાં પ્રતિપળ અધ્યાત્મ ચેતનાનો નવસંચાર કરો !
સાધના માર્ગમાં આવતા વિપ્નસમૂહનો વિનાશ કરી સાધક આત્માને સિદ્ધિપદનું પ્રદાન કરનાર-કલિકાલ કલ્પતરુ ચિંતામણિ રત્નની ઉપમાને વરેલા પાર્શ્વયક્ષ-પદ્માવતી પૂજિત પુરુષાદાનીય શ્રી પાર્થપ્રભુનો અચિંત્ય પ્રભાવ આત્મસાધકોના અંતરંગ માર્ગને અજવાળતો રહો !
આત્મસાધનાની પગથાર પર પગમંડાણ કરતાં જ ઘેરી વળેલા ઘોરાતિઘોર ઉપસર્ગ વલયને વીરતાપૂર્વક વિદારીને અધ્યાત્મ સામ્રાજ્યની વિજયમાળા વરનાર હે વીર વર્ધમાન સ્વામી ! શરણાગત ભાવે આપને કરેલી વંદના મોક્ષમાર્ગમાં આવતાં વિઘ્ન વંટોળ સામે ઝઝુમી, સિદ્ધિને વરીએ તે માટે સ્થિરતા અને વીરતાનું પ્રદાન કરનારી . બનો !
મહાનંદમય મોક્ષલક્ષ્મીના નિવાસભૂત, સર્વકાલીન સકલ-અરિહંતોમાં પ્રતિષ્ઠિત, સાધકોના બ્રહ્મરંધ્રમાં સહસ્ત્રદલ કમલની કર્ણિકામાં વસીને અમૃત વર્ષા દ્વારા સમાપત્તિરસનું પ્રદાન કરનાર, હજારો સૂર્યના તેજને પરાસ્ત કરનાર આહત્યના સૂચક “મર્દ પદનું પ્રણિધાન અધ્યાત્મ સાધકોને સમાપત્તિ રસામૃતથી પરિતૃપ્ત કરો !
શ્રી જિનેશ્વરદેવનું મુખદ્રહ જેનું ઉદ્ગમ સ્થાન છે. ગણધરો, સૂરિવરો જેનું ક્રીડાસ્થાન છે અને આગમ આદિ શાસ્ત્રો જેનું નિવાસસ્થાને છે, તે દ્વાદશાંગીરૂપ જિનવાણીની અધિષ્ઠાત્રી મા સરસ્વતીના બીજમંત્રરૂપ 'કારનું પ્રણિધાન અમારાં અજ્ઞાન તિમિરનું હરણ કરી અધ્યાત્મ માર્ગમાં લોકોત્તર પ્રકાશનું પ્રદાન કરો !
પ્રભુ વીરના શ્રીમુખમાંથી પ્રગટેલ ત્રિપદીના શ્રવણ માત્રથી અધ્યાત્મ સાધનાના માર્ગનું પ્રકાશન કરતી દ્વાદશાંગીની રચના કરનાર, અધ્યાત્મ સાધનાની વિવિધ
ભૂમિકાઓ પસાર કરી યાવતુ પંચાચરની પરાકાષ્ઠારૂપ અધ્યાત્મને વરી, આત્માના - વિશુદ્ધ સ્વરૂપને સિદ્ધ કરનાર ગૌતમાદિ સર્વ ગણધરોને કરેલી આ વંદના, અમારા જીવનમાં પંચાચારની ચારિયારૂપ અધ્યાત્મનું પ્રદાન કરનારી બનો !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org