________________
પ્રવેશિકા
શાસ્ત્રની પરીક્ષાના નિષ્કર્ષરૂપે એટલું પ્રાપ્ત થાય કે અનેકાન્તદર્શન જ તાપશુદ્ધ મનાય. કેમ કે અનેકાન્તવાદના સ્વીકારથી જ મોક્ષના ઉપાય સ્વરૂપ અહિંસા ઘટે છે. તેને અનુલક્ષીને શ્લોક ચોપનથી ઓગણસાઈઠ સુધી એકાન્તપક્ષમાં હિંસા કેમ ન ઘટે તેની ચર્ચા છે.
સ્યાદ્વાદ સમજી જે વ્યક્તિ દરેક નયોનું સમ્યગુ યોજન કરે છે તેનામાં જ માધ્યચ્ય આવે છે, કેમ કે દરેક નયન - દૃષ્ટિકોણને સમજી તેનું યોગ્ય જોડાણ કરવાથી જ મારાતારાનો પક્ષપાત દૂર થાય છે અને તત્ત્વનો પક્ષપાત પ્રગટે છે. સમતાની પ્રાપ્તિ, શાસ્ત્રાર્થની પ્રાપ્તિ કે શાસ્ત્રયોગ-શુદ્ધિની પ્રાપ્તિ: આ સર્વે માધ્યચ્ય ભાવની પ્રાપ્તિમાં સમાયેલા છે, ઇત્યાદિ વાતો સાઈઠથી ચોસઠમા શ્લોક સુધી જોવા મળે છે.
સમ્યક શ્રુતજ્ઞાનથી માધ્યચ્ય ભાવ ઉત્પન્ન થાય છે. તેથી શ્રુત, ચિંતા અને ભાવના જ્ઞાન સ્વરૂપ સંખ્યક શ્રુતજ્ઞાનના ભેદોનું વિવરણ પાંસઠથી ઓગણસિત્તેરમા શ્લોક સુધી કર્યું છે. સાધક જ્યારે ભગવાનની આજ્ઞાનું તાત્પર્ય સમજી તેનાથી ભાવિત માનસવાળો બને ત્યારે તેનામાં ભાવનાજ્ઞાન પ્રગટે છે. શાસ્ત્રયોગશુદ્ધિની આ અતિ ઉચ્ચ કક્ષા છે. જ્ઞાનયોગશુદ્ધિના શ્લોક ઓગણચાલિસમાં વળી આ જ ભાવનાજ્ઞાનને અનુભવજ્ઞાનરૂપે બતાવ્યું છે. આના ઉપરથી પણ જણાય કે ચારેય યોગ એકબીજાથી સંબંધિત જ છે.
સિત્તેરમા શ્લોકમાં ગ્રન્થકારશ્રીએ જણાવ્યું છે કે તત્ત્વના પક્ષપાતવાળી મધ્યસ્થષ્ટિ • અપનાવીને જે સર્વદર્શનોની તુલ્યતાને જોઈ શકે છે, તે જ શાસ્ત્રવેત્તા છે. આ જ વાતને દઢ કરવા બોત્તેરથી ચુંમોતેરમા શ્લોક સુધી મધ્યસ્થભાવની મહત્તા ગાઈ છે. જેમાં દરેક જ્ઞાનપિપાસુ માટે મહત્ત્વની હિતશિક્ષા સમાયેલી છે.
શાસ્ત્રયોગશુદ્ધિ સ્વરૂપ મધ્યસ્થભાવ શાસ્ત્રનો વિશદ અભ્યાસ કરવાથી જ પ્રાપ્ત થાય છે એવું નથી, પરંતુ ક્યારેક તો તે શુદ્ધિ શાસ્ત્રના એક પદના જ્ઞાનથી પણ પ્રાપ્ત થઈ શકે છે. પંચોતેર અને છોત્તેરમા શ્લોકમાં ચિલાતીપુત્રનું દૃષ્ટાંત આપી ગ્રંથકારશ્રીએ શાસ્ત્રયોગશુદ્ધિને ઘણી સ્પષ્ટ કરી આપી છે.
અંતિમ શ્લોકમાં અનેકાન્તવાદના - સ્યાદ્વાદ સિદ્ધાંતના તાત્પર્યને સમજનાર સાધક અધ્યાત્મવિશારદ બની ધીર-ગંભીરપણે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરી શકે છે; એમ જણાવી અધિકારનું નિગમન કર્યું છે.
અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોને પ્રગટ કરતાં આ ગ્રન્થને વાંચતાં અને વિચારતાં આત્મા સંબંધી વાસ્તવિક જિજ્ઞાસા ઊઠે, તત્ત્વનો પક્ષપાત પ્રગટે અને દેવ-ગુરુના અનુગ્રહથી શીઘ્ર પરમ તત્ત્વની પ્રાપ્તિ થાય એ જ એક શુભાભિલાષા...
प्रियार्थिनः प्रियाप्राप्ति, विना क्वापि यथा रतिः । न तथा तत्त्वजिज्ञासो-स्तत्त्वप्राप्तिं विना क्वचित् ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org