________________
મૂળ શ્લોક તથા શ્લોકાર્થ - પરિશિષ્ટ-૧૨
૨૫૫
પૂર્વે ક્યારેય ધર્મ પ્રાપ્ત ન કર્યો હોવા છતાં પણ આદિનાથ ભગવાનની માતા ભગવતી મરુદેવાએ જે મોક્ષ મેળવ્યો તે ઉપાધિ વિનાની સમાધિસ્વરૂપ સામ્યયોગનું જ ફળ હતું. આ સામ્યયોગ વચનના પા૨ને પામતો નથી અર્થાત્ શબ્દાતીત છે. ૨૨
આ અધિકા૨ના પ્રથમ શ્લોકથી માંડીને અત્યાર સુધી જણાવ્યું એ પ્રમાણે અનુત્તર એવા સમતાના પ્રભાવને માનીને, જે શુભમતિવાળો સાધક અહીં = આ સામ્યયોગમાં- સમતાભાવમાં મગ્ન બની જાય છે, તે નિત્ય આનંદને અનુભવનારો ક્યારેય ખેદ પામતો નથી. તેની સઘળીએ અવિદ્યાઓ ગળતી જાય છે અને પૂર્ણ સ્વભાવની સમૃદ્ધિવાળો તે ભાવશત્રુઓના જયથી યશરૂપી લક્ષ્મીને પામે છે. ૨૩
II ચતુર્થ અધિકાર સમાપ્ત II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org