________________
મૂળ શ્લોક તથા શ્લોકાર્થ - પરિશિષ્ટ-૧૨
II તૃતીય અધિકાર ॥
કેવળજ્ઞાનનો સાધક પ્રારંભમાં જે પણ સાધનોને ગ્રહણ કરે છે તે જ સિદ્ધયોગીના સ્વભાવથી લક્ષણો છે. ૧
આથી કરીને જ = સાધનાની શરૂઆતમાં જ્ઞાનનો સાધક જે સાધનોને ગ્રહણ કરે છે, તે જ સાધનો સિદ્ધયોગીનાં સ્વભાવથી લક્ષણ છે એથી કરીને જ; સોમિલના પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાને સમ્યગ્ તપ, નિયમાદિના વિષયમાં નિશ્ચિત યતનાને પોતાની સંયમયાત્રા કહી હતી અર્થાત્ પોતાના ક્રિયાયોગરૂપે વર્ણવી હતી. ૨
૨૪૩
પ્રથમ શ્લોકમાં બતાવ્યું કે જ્ઞાનયોગનો સાધક આદિમાં જે સાધનોને ગ્રહણ કરે છે, તે જ સિદ્ધયોગીના સ્વભાવથી લક્ષણો છે એ કથન યોગ્ય છે; એથી કરીને જ અન્યદર્શનકારોએ પણ યોગદૃષ્ટિથી સ્થિતપ્રજ્ઞભાવને પ્રાપ્ત કરવાના સાધનો અને તેના લક્ષણો સમાન સંખ્યામાં જણાવ્યા છે. ૩
જ્ઞાની જો ઇચ્છા પ્રમાણે આચરણ કરે તો અજ્ઞાની કરતાં જ્ઞાની વિશેષ નહીં રહે અર્થાત્ જ્ઞાની અને અજ્ઞાનીમાં કોઈ ફરક નહીં રહે, કેમ કે (તપ-નિયમાદિ વિના જો) ઇચ્છા પ્રમાણે વર્તન કરાય તો જ્ઞાનીમાં પોતાના લક્ષણનો અભાવ પ્રાપ્ત થાય એટલે કે જ્ઞાની જ્ઞાની ન રહે' તેવું અન્યદર્શનકારોએ પણ કહ્યું છે. ૪
અદ્વૈત બ્રહ્મને જેણે જાણ્યું છે એવો જ્ઞાની પણ જો સ્વચ્છંદ રીતે આચરણ કરે, તો અશુચિ-વિષ્ટા આદિનું ભક્ષણ ક૨ના૨ કૂતરામાં અને વિષયોરૂપી અશુચિનું સેવન કરનાર તત્ત્વદ્રષ્ટામાં શું ફરક ? અર્થાત્ કોઈ ફરક નથી. (દેખાવથી ભલે કૂતરા અને જ્ઞાની જુદા દેખાય પણ અશુચિનું સેવન ક૨વાના વિષયમાં તો બન્ને સરખા જ છે. કૂતરા વિષ્ટા ગૂંથે છે અને જ્ઞાની વિષયોને વિષરૂપે જાણવા છતાં વિષયોરૂપી વિષ્ટા ગૂંથે છે.) ૫ જો કે છઠ્ઠી દૃષ્ટિવાળા અવિરતસમ્યગ્દષ્ટિ જીવોમાં જે અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિઓ વિષયોમાં ‘આ મારા સુખનું કા૨ણ છે' તેવી બુદ્ધિ વગરની ભોગાદિની પ્રવૃત્તિઓ દેખાય છે તે દુષ્ટ નથી, છતાં પણ જ્યારે ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ થાય ત્યારે તેના મહિમાથી તે રસ વિનાની ભોગાદિની પ્રવૃત્તિઓ પણ સંભવતી નથી. ૬ સામાયિકવાળા મુનિનું ચિત્ત અશુભ આચારથી નિવૃત્ત અને શુભ આચારમાં પ્રવૃત્તિવાળું હોય છે અથવા ઉદાસીન હોય છે. ૭
=
જે કારણથી જ્ઞાનથી નિયત્રિત ન હોય એવા વિધિ અને નિષેધો (મોક્ષના કારણ બનતા) નથી. (તથા) આગમમાં (વિધિ-નિષેધનો) ઉદ્દેશ બાળને જ કહેવાયો છે પશ્યકને=દ્રષ્ટાભાવવાળા જ્ઞાનીને નહી (તે કારણથી ક્રિયા વિનાનું જ્ઞાન જ મોક્ષ પ્રાપ્તિ માટે રાજયોગસ્વરૂપે ઇચ્છાય છે.) ૮
(વળી જે કારણથી) સામર્થ્યયોગવાળા યોગીને નિયામકરૂપે શાસ્ત્ર આવશ્યક નથી, કેમકે કલ્પાતીત એવા જ્ઞાનીને ક્યાંય પણ મર્યાદા નથી. (તે કારણથી પણ ક્રિયાથી મુક્ત એવું જ્ઞાન જ મોક્ષપ્રાપ્તિ માટે રાજયોગસ્વરૂપે ઇચ્છાય છે.) ૯ અને જે કારણથી ભાવની સિદ્ધિ તથા અસિદ્ધિ દ્વારા ક્રિયા વ્યર્થ છે, તે કારણથી ક્રિયા વગરનું જ્ઞાન જ મોક્ષપ્રાપ્તિ પ્રત્યે રાજયોગસ્વરૂપે સ્વીકારવું જોઈએ. ૧૦
જ્ઞાનનયનું જે માનવું હતું કે, જ્ઞાન જ મોક્ષપ્રાપ્તિનું મુખ્ય કારણ છે ક્રિયા નહિ, તે યોગ્ય નથી, કેમ કે કેવળી સિવાય કોઈ પશ્યક (આત્મતત્ત્વને જોનાર જ્ઞાની) નથી અને દ્વિતીય અપૂર્વકરણ(ની ક્રિયા) વિના ધર્મસંન્યાસયોગી બનાતું નથી, એથી કેવળી કે ધર્મસંન્યાસયોગી સિવાયના અન્ય સર્વ જીવોને ક્રિયા નિયત છે. ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org