________________
૧૯૭
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર અનાદરવાળા કે નિઃસંકોચ આજ્ઞાનિરપેક્ષ ઉપદેશ આપનાર કે પ્રવૃત્તિ કરનાર આવી અનુબંધ હિંસાથી બચી શકતા નથી. જ્યાં સુધી બુદ્ધિ તીવ્ર મિથ્યાત્વથી વાસિત હોય ત્યાં સુધી પ્રભઆજ્ઞા પ્રત્યેનો આદર કયારેય પ્રગટી શકતો નથી, અને પ્રભુઆજ્ઞાના આદર વિના આવી હિંસાથી બચી શકાતું નથી.
અનુબંધહિંસા કરનાર વ્યક્તિ અનેક ભવોની પરંપરા અને હિંસાનાં કડવાં ફળ ભોગવે છે, તેથી જ તે હિંસાને અનુબંધહિંસા કહી છે. જો કે એકલી સ્વરૂપહિંસાથી વિશેષ કર્મબન્ધ થતો નથી, જ્યારે હેતુહિંસાથી ચોક્કસ વિશેષ કર્મબન્ધ થાય છે, અને હેતુહિંસા કરતાં પણ અનુબંધહિંસા ઘણાં જ કડવાં ફળ આપનારી બને છે. માટે અનુબંધહિંસાથી બચવા તો ખાસ ખ્યાલ રાખવો જોઈએ, અને તે માટે પ્રત્યેક પ્રવૃત્તિ કરતાં પ્રભઆજ્ઞાનો વિચાર અવશ્ય કરવો જોઈએ. સ્વરૂપહિંસા હેતુહિંસા
અનુબંધહિંસા દેખીતી હિંસા હોય પણ | દેખીતી હિંસા હોય કે ન પણ દેખીતી હિંસા હોય કે ન હોય, હિંસાજન્ય ભવવૃદ્ધિ | હોય, તોપણ હિંસાજન્ય પાપકર્મનો | તોપણ હિંસાનાં કડવાં ફળ હોય; આદિ ફળ જેમાં ન હોય. બંધ હોય. તેમાં જો આજ્ઞાની કેમ કે અહીં જે જિનાજ્ઞાની
સાપેક્ષતા હોય તો કર્મબંધ ઓછો | ઉપેક્ષાનો ભાવ છે, તે ભવની થાય.
પરંપરાની વૃદ્ધિ કરનાર છે.
- સૂત્ર સંવેદના-૪માંથી સાભાર
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org