________________
હિંસાના પ્રકારો – પરિશિષ્ટ-૩
૧૯૫
હોય, બચાવવાનો પરિણામ હોય, જયણા હોય, છતાં વૈષયિક સુખની ઇચ્છાથી પ્રવૃત્તિ થતી હોય, તોપણ હેતુહિંસા થાય છે. ૩. અનુબંધ હિંસા:
આણાભંગ મિથ્થામતિ ભાવે, અનુબંધ વિરૂ૫'
અનુબંધ એટલે પરંપરા; જેનાથી હિંસાની પરંપરાનું સર્જન થાય અથવા અનંતા ભવો સુધી જેનાં કડવાં ફળો ભોગવવાં પડે તેવી પ્રવૃત્તિને અનુબંધ હિંસા કહેવાય છે. અનુબંધહિંસાનાં બે મુખ્ય કારણ છે (૧) ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા અને (૨) મિથ્યાત્વથી વાસિત મતિ. મિથ્યાત્વના ઉદય વિના ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા થતી નથી, અને આજ્ઞાની ઉપેક્ષા વિના અનુબંધ હિંસા ઘટતી નથી; કેમ કે હિંસાની પરંપરાનું કારણ છે ભવની પરંપરા, અને ભવની પરંપરાનું કારણ છે ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા. માટે ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા તે જ અનુબંધહિંસા છે.
પરમતારક પરમાત્માનું પ્રત્યેક વચન સર્વ જીવોના સુખ માટે છે, તેમની એક એક આજ્ઞા સર્વ જીવોની રક્ષા માટે હોય છે. આવા વચનની ઉપેક્ષા એટલે જ જીવોના સુખની કે રક્ષાની ઉપેક્ષા. આથી જ ભગવાનની આજ્ઞાની ઉપેક્ષાને અનુબંધહિંસા કહેવાઈ છે.
સર્વજ્ઞ અને સર્વદર્શી પ્રભુ જગતના સર્વ જીવોને યથાર્થરૂપે જુએ છે અને જાણે છે. જીવમાત્રને સુખ અને દુઃખ કેવી રીતે પ્રાપ્ત થાય છે, તે પણ તેઓ સમજી શકે છે. આ જ કારણથી તેમણે સર્વ જીવોના હિતને લક્ષ્યમાં રાખીને સાધક માટેનાં સર્વ વિધિ-વિધાનો દર્શાવ્યાં છે. જગતના જીવોને પીડા ન થાય, તેઓને દુ:ખની પરંપરા ન ચાલે, તેનું ધ્યાન રાખી પ્રત્યેક સાધકે પોત-પોતાની ભૂમિકા અનુસાર કેવી રીતે જીવન જીવવું જોઈએ, ધર્મની કે અન્ય કોઈપણ પ્રવૃત્તિ કઈ વિધિથી, કયા પ્રકારે કરવી જોઈએ; તેનું સુંદર માર્ગદર્શન પ્રભુએ આપ્યું છે. આ જ વાતોને ત્યાર પછીના આચાર્ય ભગવંતોએ શાસ્ત્રના પાને નોંધી છે. શાસ્ત્રમાં જણાવેલ આ વચનોને સ્મરણમાં રાખી જો જીવન જિવાય, કે પ્રત્યેક પ્રવૃત્તિ કરાય, તો જરૂર સ્વ-પર પ્રાણોની સુરક્ષા થઈ શકે; પરંતુ જો તેમના વચનની ઉપેક્ષા કરાય અથવા વચનથી વિપરીત રીતે પ્રવૃત્તિ કરવામાં આવે કે ઉપદેશ આપવામાં આવે, તો તેમાં અનંતા જીવોનું હિત હણાય છે, ઘણા જીવોના દ્રવ્ય-ભાવ પ્રાણોની સુરક્ષા
ય છે. માટે આવી પ્રવૃત્તિ તે જ અનબંધહિંસારૂપ બને છે. આવી પ્રવૃત્તિ કરનાર બાહ્યદૃષ્ટિથી કદાચ ધર્માત્મા જેવા પણ દેખાતા હોય, ઉગ્ર તપશ્ચર્યા આદિ પણ કરતા હોય, આમ છતાં પણ પ્રભુની આજ્ઞા પ્રત્યે અનાદરવાળા હોવાને કારણે તેઓ સતત અનુબંધહિંસાવાળા કહેવાય છે.
અનુબંધ હિંસા દુરંત સંસારનું કારણ છે, ક્લિષ્ટ કર્મબન્ધનો હેતુ છે અને તેના વિપાકો અતિ કટુ હોય છે. માટે સાધકે આવી હિંસાથી બચવા સતત પ્રયત્ન કરવો જોઈએ અને આજ્ઞાસાપેક્ષ જીવન જીવવું જોઈએ.
હા ! કયારેક એવું બને કે ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવાની ભાવના હોવા છતાં મતિમંદતાના કારણે આજ્ઞાવિરુદ્ધ પ્રવૃત્તિ થઈ જાય, પરંતુ વાસ્તવિકતાનો ખ્યાલ આવતાં તુરંત પાછા વળવાની ભાવના હોય, અથવા કયારેક પ્રમાદાદિ દોષોને કારણે આજ્ઞાનુસારી પ્રવૃત્તિ ન થઈ શકતી હોય, પણ જો સાધકના હૃદયમાં તેનું પારાવાર દુઃખ અને ડંખ હોય, તો તેની આવી પ્રવૃત્તિ અનુબંધહિંસારૂપ બનતી નથી. જ્યારે શાસ્ત્ર પ્રત્યે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org