________________
પરિશિષ્ટ-૩
હિંસાના પ્રકારો
(શ્લોક - ૨૮)
જૈન શાસનમાં ત્રણ પ્રકારની હિંસા બતાવાઈ છે :
૧. સ્વરૂપહિંસા,
૨. હેતુહિંસા,
૩. અનુબન્ધહિંસા.
આ ત્રણે પ્રકારની હિંસાના સ્વરૂપને સમજાવતાં ૫. પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સાહેબે દોઢસો ગાથાના સ્તવનમાં જણાવ્યું છે કે,
હિંસાહેતુ અયતના ભાવે, જીવવધે તે સ્વરૂપ;
આણાભંગ મિથ્યામતિ ભાવે, તે અનુબંધ વિરૂપ. ૪-૧૯
૧. સ્વરૂપહિંસા :
‘જીવ વધે તે સ્વરૂપ’
જે પ્રવૃત્તિમાં ઉપરછલ્લી નજરે જીવોના પ્રાણનાશરૂપ હિંસા દેખાતી હોય, પરંતુ તેમાં જીવોની હિંસા ક૨વાનો ભાવ ન હોય, બલ્કે જીવોને બચાવવાનો પરિણામ જ્વલંત હોય, પ્રવૃત્તિનું લક્ષ્ય માત્ર આત્મકલ્યાણ કે મોક્ષ મેળવવાનું હોય, તેવી શુભ ભાવની વૃદ્ધિ માટે ભગવાનની આજ્ઞા મુજબ થતી પ્રવૃત્તિમાં ન છૂટકે જે હિંસા થઈ જાય તે હિંસાને ‘સ્વરૂપહિંસા’ કહેવાય છે. આવી હિંસા માત્ર સ્વરૂપથી હિંસા જેવી છે પણ વાસ્તવમાં હિંસા નથી.
મોક્ષના ઉદ્દેશથી, જિનાજ્ઞાનુસાર, યથાશકય જયણાપૂર્વક શુભ પ્રવૃત્તિ કરનાર સાધકનું મન તો છએ કાયના જીવોની રક્ષા કરવાનું હોય છે. છએ જીવનિકાયની રક્ષા સંયમજીવન વિના શકય નથી, અને સંયમજીવનનું સામર્થ્ય વીતરાગની ભક્તિ વિના પ્રાપ્ત થતું નથી. આથી જ વૈરાગ્યાદિ શુભભાવોની વૃદ્ધિ માટે સાધક પોતાની ભૂમિકા અનુસાર દેવભક્તિ, ગુરુભક્તિ અને સાધર્મિકભક્તિ આદિનાં કાર્યો કરે છે. આ કાર્યો કરતાં પોતાના પરિણામની વૃદ્ધિ અર્થે તે જે કાંઈ કરે છે, તેમાં જયણાનો ભાવ એટલે કે જીવને બચાવવાનો પરિણામ જાગૃત હોય છે, સતત તે માટે પ્રયત્ન પણ હોય છે. આવી પ્રવૃત્તિથી લેશ પણ અશુભ કર્મબન્ધ થતો નથી અને બંધાય તો માત્ર પુણ્યકર્મ જ બંધાય છે.
આ વાત પણ ખાસ ખ્યાલમાં રાખવી કે સંસારી કે સંયમી કોઈપણ જીવ જ્યાં સુધી શરીર સાથે સંકળાયેલો છે, અને કાયાદિ યોગનો વ્યાપાર જ્યાં સુધી ચાલુ છે, ત્યાં સુધી પ્રવૃત્તિ દ્વારા હિંસા તો થવાની જ છે, તેથી તેરમા ગુણસ્થાનક સુધી હિંસા તો ચાલુ જ રહેવાની છે. યોગનિરોધ કરી સાધક જ્યારે ચૌદમા ગુણસ્થાનકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org