________________
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર જવા માટેની તૈયારી કરતો જોઈ પૂછ્યું - ‘તમે ક્યાં જાવ છો ?' રમણલાલે કહ્યું ‘હું મુંબઈ જાઊં છું.’ અહીં મુંબઈ જવાની ક્રિયા તો હજી હવે થવાની છે. હમણાં તો માત્ર તેની તૈયારી થઈ રહી છે. છતાં મિત્રએ વર્તમાનકાળનો ગમનક્રિયાનો પ્રશ્ન કર્યો અને ૨મણલાલે જવાબ પણ વર્તમાનકાળમાં આપ્યો. વર્તમાનકાળમાં મુંબઈ તરફ ગમન ન હોવા છતાં, વર્તમાનકાળનો પ્રશ્ન અને જવાબ સંકલ્પરૂપ નૈગમનયની દૃષ્ટિથી સત્ય છે. આ નય કહે છે કે જ્યારથી સંકલ્પ કર્યો ત્યારથી તે સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે માટેની સઘળી ક્રિયાઓ સંકલ્પની જ કહેવાય. એટલે મુંબઈ જવાની તૈયારી પણ મુંબઈના ગમનની ક્રિયા છે.
૧૮૨
(૨) અંશ :- અંશનો પૂર્ણમાં ઉપચાર. મકાનનો ભીંત આદિ કોઈ એક ભાગ=અંશ પડી જતાં આપણે ‘મકાન પડી ગયું’ એમ કહીએ છીએ. આંગળીનો એક ભાગ પાક્યો હોવા છતાં ‘આંગળી પાકી' એમ કહેવામાં આવે છે. પુસ્તકનું એકાદ પાનું ફાટી જતાં ‘પુસ્તક ફાટી ગયું’ એમ કહેવાય છે. આ સઘળો વ્યવહાર અંશ નૈગમની દૃષ્ટિથી ચાલે છે.
(૩) ઉપચાર :- ભૂતકાળનો વર્તમાનમાં, ભવિષ્યકાળનો વર્તમાનમાં, કારણનો કાર્યમાં, આધેયનો આધા૨માં એમ અનેક રીતે ઉપચાર કરવામાં આવે છે. જ્યારે દિવાળી આવે છે ત્યારે આપણે ‘આજે દિવાળીના દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા' એમ કહીએ છીએ. ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તેને ૨૫૦૦ વર્ષ ઉપરાંત કાલ થઈ ગયો. છતાં આપણે ભૂતકાળનો વર્તમાનકાળમાં આરોપ કરીને ‘આજે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા' એમ બોલીએ છીએ. થી જીવન છે એમ બોલાય છે. ઘી જીવન થોડું છે ? ઘી તો જીવવાનું સાધન છેઇંકા૨ણ છે. કા૨ણમાં કાર્યનો ઉપચાર કરીને ‘ઘી જીવન છે’ એમ કહેવામાં આવે છે. નગરનાં લોકો રડી રહ્યા હોવા છતાં ‘નગર ૨ડે છે’ એમ બોલવામાં આવે છે. અહીં આધેય લોકોનો આધારરૂપ નગરમાં ઉપચાર કરવામાં આવ્યો છે. પર્વત ઉપર રહેલું ઘાસ બળવા છતાં ‘પર્વત બળે છે' એમ કહેવામાં આવે છે. સિંહ સમાન બળવાળા માણસને ‘આ તો સિંહ છે’ એમ સિંહ તરીકે સંબોધવામાં આવે છે. કેટલીકવાર આપણે વર્તમાનકાળમાં ભૂતકાળનો આરોપ કરીએ છીએ. જેમકે દૂધપાક તૈયાર થઈ રહ્યો છે તે વખતે કોઈ પૂછે કે – ‘આજે શું બનાવ્યું છે ?’ તો ‘આજે દૂધપાક બનાવ્યો છે' એમ કહેવામાં આવે છે. અહીં દૂધપાક હજી હવે બનવાનો છે, બની રહ્યો છે, છતાં ‘બનાવ્યો’ એમ ભૂતકાળનો પ્રયોગ કરવામાં આવે છે. એ પ્રમાણે કેટલીક વાર ભવિષ્યકાળનો વર્તમાનમાં આરોપ કરીએ છીએ. કોઈ કાર્ય અંગે બહાર જવાને જરા વાર હોવા છતાં ‘ક્યારે જવાના છો ?' એમ પૂછવામાં આવે તો ‘હમણાં જ જઉં છું' એમ કહેવામાં આવે છે. અહીં જવાની ક્રિયા તો ભવિષ્યકાળમાં=થોડીવાર પછી થવાની છે, એથી ‘હમણાં જ જઈશ' એમ કહેવું જોઈએ તેના બદલે ‘હમણાં જ જઉં છું’ એમ વર્તમાનકાળનો પ્રયોગ કરવામાં આવે છે.
આમ અનેક પ્રકારની વ્યવહારરૂઢિ=લોકરૂઢિ આ નૈગમનયની દૃષ્ટિથી છે.
હવે બીજી રીતે નૈગમનયને વિચારીએ.
૧. નૈગમનય :- નૈગમનયના સર્વપરિક્ષેપી અને દેશપરિક્ષેપી એમ બે ભેદ છે. સર્વપરિક્ષેપી એટલે સામાન્યગ્રાહી અને દેશપરિક્ષેપી એટલે વિશેષગ્રાહી. પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભયસ્વરૂપ છે. જેમ કે ઘટ. માટીની દૃષ્ટિએ ઘટ વિશેષ છે, કારણ કે માટીની અનેક વસ્તુઓ બને છે. માટીની દરેક વસ્તુમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org