________________
શાસ્ત્રયોગશુદ્ધિ અધિકારનો સાર - ગાથા-૭૭
૧૭૭
આનાથી વિપરીત, જેઓ પોતાની સ્વતંત્ર મતિ અનુસાર ઉગ્ર તપ કરે કે વિશિષ્ટ સંયમ પાળે, શાસ્ત્રનો અભ્યાસ કરે કે સતત ધ્યાનાદિમાં લીન રહે, તેઓનું આત્મકલ્યાણ થઈ શકતું નથી. આત્મકલ્યાણ તો પ્રભુની આજ્ઞાને અને તેને સમજનારા સદ્ગુરુ ભગવંતને આધીન છે. પુણ્યના યોગે જેઓ જૈનકુળમાં જન્મ્યા હોય, ગતાનુગતિકપણે કદાચ સંયમ જીવન સુધી પણ પહોંચી ગયા હોય, અનેકાન્તશાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો હોય; પરંતુ આમ છતાં જેઓ તેના હાર્દ સુધી ન પહોંચ્યા હોય અને તેના કારણે જ “આ શાસ્ત્રવચન જ મને સંસાર સાગરથી તારશે, સંકલેશ જન્ય દુ:ખોથી બચાવશે અને પરમાનંદ સુધી પહોંચાડી શકશે' તેવી શ્રદ્ધા અને તીવ્ર ભક્તિ જેનામાં પ્રગટી ન હોય, તેવા સાધકોનું કલ્યાણ થઈ શકતું નથી.
આથી આ અધિકાર ભણીને આત્માનંદને ઇચ્છતા સર્વ સાધકોએ ભગવાનના વચનમાં દઢ શ્રદ્ધા અને ભક્તિ પ્રગટાવી શાસ્ત્રાનુસારે યથાશક્તિ ચાલવા યત્ન કરવો જોઈએ. તો જ અધ્યાત્મની દુનિયાનો અલૌકિક આનંદ માણી શકાશે.
।। इति पण्डितश्रीनयविजयगणिचरणरजचञ्चरीकेण पण्डितपद्मविजयगणिसहोदेरण न्यायाचार्य-न्यायविशारद-महामहोपाध्यायश्रीयशोविजयगणिना विरचिते
अध्यात्मोपनिषत्प्रकरणे शास्त्रयोगशुद्धिनामा प्रथमोऽधिकारः ।।
Jain Education International
For Personal & Private Use Only
www jainelibrary.org