SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર ઇચ્છતા નથી, પરંતુ તેમનામાં રહેલી ગુણસંપત્તિ અને પુણ્યયોગે મળેલી ભૌતિક ઋદ્ધિ-સમૃદ્ધિના કારણે યશકીર્તિ તેમનો છેડો છોડતી નથી. આવા સાધકો પરંપરાએ તો શિવવધુને વરી અનંતકાળ સુધી મોક્ષનું પરમસુખ માણે છે, પરંતુ જ્યાં સુધી તેઓ સંસારમાં હોય છે, ત્યાં સુધી સારા પ્રિયતમને જાણે શોધતી ન હોય તેવી યશશ્રી, આ સાધકોની સાથેને સાથે જ રહે છે. આ રૂપક દ્વારા ગ્રંથકારશ્રીએ શાસ્ત્રયોગશુદ્ધિ અધિકારના અંતિમ શ્લોકમાં પોતાના નામનો પણ ગર્ભિત રીતે ઉલ્લેખ કર્યો છે. II૭૭ના શાસ્ત્રયોગશુદ્ધિ અધિકારનો ઉપસંહાર : આ અધિકા૨ના અભ્યાસુ સાધકો એટલું તો જરૂ૨ સમજી શક્યા હશે કે સમતા, મધ્યસ્થતા આદિ ગુણોના વિકાસ વિના આત્મિક સુખ પ્રાપ્ત થતું નથી. અને આ ગુણોનો વિકાસ વીતરાગ-વચનના સહારા વિના પ્રાય: સંભવિત નથી. કેમ કે, વીતરાગના વચનમાં એવી તાકાત છે કે, તે આખી દુનિયાને દુ:ખી કરનારા અને અનાદિકાળથી આત્મામાં અડ્ડો જમાવીને બેઠેલા રાગાદિ દોષોને ટાળી, સર્વ જીવોને સુખ આપનારા અને આત્માની પોતીકી મિલ્કત સમાન સમતા આદિ ગુણોને પ્રગટાવી શકે. આ જ કારણથી સુખેથ્થુ સર્વ સાધકોએ સૌ પ્રથમ એકાન્ત હિતકારક એવા સર્વજ્ઞના વચનો કયાં શાસ્ત્રમાં છે તેનું અન્વેષણ ચાલું કરવું જોઈએ. તે માટે વિવિધ શાસ્ત્રોની કષાદિ પરીક્ષા કરવી જોઈએ. આ સર્વજ્ઞનું વચન છે તેવો નિર્ણય થયા પછી, તે શાસ્ત્રના પ્રત્યેક વચનના હાર્દ સુધી પહોંચવા મહેનત કરવી જોઈએ. જેના તાણેવાણે નય, પ્રમાણ અને સપ્તભંગી વણાયેલાં છે, જેના પદે પદે ઉત્સર્ગ અને અપવાદના વિધાનો છે, તેવા અનેક અર્થને જણાવનારા શાસ્ત્રવચનના તાત્પર્ય સુધી પહોંચવું સહેલું નથી હોતું. જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રગટતી બુદ્ધિની સૂક્ષ્મતા અને મોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રગટતી ચિત્તની નિર્મળતા પ્રાપ્ત થાય તો જ સમ્યક્ પ્રકારે શાસ્ત્રોના મર્મ સુધી પહોંચી શકાય છે, તેથી શાસ્ત્રવચનો જ્યાં સુધી સમ્યક્ પ્રકારે ન સમજાય ત્યાં સુધી શાસ્ત્રજ્ઞની સેવામાં તત્પર રહેવું જોઈએ. આત્મકલ્યાણના વિષયમાં તેઓ જે કહે તે નિઃશંકપણે સ્વીકારી તે પ્રમાણે વર્તવું જોઈએ. તેઓ કદાચ એકાદ પદ પણ કંઠસ્થ કરવા કહે કે, તેના ઉ૫૨ ચિંતન કરવાનું કહે, વિનય કે વૈયાવચ્ચમાં જોડાવાનું કહે કે તપાદિ ક૨વાનું કહે, તે સર્વ બાબતમાં તે જ પ્રમાણે ક૨વાનો આગ્રહ રાખવો જોઈએ. આ રીતે જે સાધકના મનમાં એક એવો સંકલ્પ પેદા થાય કે, ‘મારે શાસ્ત્ર જેમ કહે છે તેમ જ પ્રવૃત્તિ કરવી છે અને જ્યાં સુધી હું સ્વયં શાસ્ત્ર ન સમજી શકું ત્યાં સુધી શાસ્ત્ર સમજેલા ગુરુને પરતંત્ર બની જીવવું છે, કારણ કે તેમ કરવાથી મારું કલ્યાણ છે.' તે સાધકમાં શાસ્ત્રયોગની શુદ્ધિસ્વરૂપ અધ્યાત્મભાવ પ્રગટ્યો કહેવાય. શાસ્ત્રવચનાનુસાર જ પ્રવૃત્તિ ક૨વાનો સંકલ્પ કરવા છતાં પ્રવૃત્તિમાં જેટલી ખામી રહી જાય તેટલી શાસ્ત્રયોગની શુદ્ધિમાં પણ ન્યૂનતા સમજવી. આ રીતે શાસ્ત્ર કે શાસ્ત્રજ્ઞને પરતંત્ર રહેવાના ભાવવાળો સાધક નક્કી સમતા આદિ ગુણોના માર્ગે આગળ વધી આત્માના અનંતા આનંદને માણી શકે છે. શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવાનાં તેનાં શમણાં સાકાર કરી શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005561
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy