________________
૧૭૪
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર શાસ્ત્રયોગશુદ્ધિ અધિકારનો સાર
ગાથા-૭૭
અવતરણિકા :
શાસ્ત્રયોગ શુદ્ધિનો ઉપસંહાર કરતાં શાસ્ત્ર પ્રત્યે પ્રગટેલ ભક્તિના ફળને વિશેષથી જણાવે છેબ્લોક :
विशेषादोघाद्वा सपदि त दनैकान्तसमये समुन्मीलद्भक्तिर्भवति य इहाध्यात्मविशदः ।
भृशं धीरोदात्तप्रियतमगुणोज्जागररुचि-२५ ઈચા ચગતિના પ્રચિની"I૭૭||
(શિક્તિ )
શબ્દાર્થ : 9. ત૬ - તે કારણથી ૨. સનેછાન્દસમયે - અનેકાન્તશાસ્ત્રમાં રૂ. વિશેષાદ્દોધા - વિશેષથી કે સામાન્યથી ૪, સાઢિ - તુરંત છે. સમુન્શીજી : - ઉછળતી ભક્તિવાળો ૬. ય: - જે (છે, તે સાધક) ૭. ધ્યાત્મવિશ૮: - અધ્યાત્મમાં વિશદ ૮, મતિ - થાય છે ૧. રૂદ - અહીં = અધ્યાત્મક્ષેત્રમાં 9099. તારું - તેના ખોળાને ૧૨/૧રૂ. કૃશ ઘારીવાત્તપ્રિયતમગુણોખ્ખી!ારવિ:- ધીર અને ઉદાત્ત એવા પ્રિયતમના ગુણોમાં ઉજાગર અને તીવ્ર રુચિવાળી ૧૪/૧૬. યશાશ્રી: પ્રથિની - યશલક્ષ્મીરૂપી પ્રેમિકા ૧૬/૦૭/૧૮, હાપ ન નંતિ - ક્યારે પણ છોડતી નથી. શ્લોકાર્થ :
(જે કારણથી વ્યક્તસમાધિ કે અવ્યક્તસમાધિ બન્ને સરખાં ફળ ઉપજાવે છે) તે કારણથી અનેકાન્તશાસ્ત્રમાં વિશેષથી કે સામાન્યથી તુરંત ઉછળતી ભક્તિવાળો જે (છે, તે સાધક) અધ્યાત્મવિશદ બને છે. વળી, આ (અધ્યાત્મિક ક્ષેત્રમાં) ધીર અને ઉદાત્ત પ્રિયતમના ગુણો પ્રત્યે ઉજાગર અને તીવ્ર રુચિવાળી યશલક્ષ્મીરૂપી પ્રેમિકા તે સાધકના ખોળાને ક્યારે પણ છોડતી નથી. ભાવાર્થ :
સાધક શાસ્ત્ર પ્રત્યે વિશેષ ભક્તિવાળો હોય કે સામાન્ય ભક્તિવાળો હોય, તેની શાસ્ત્રને સમજવાની અને તદનુસાર જ પ્રવૃત્તિ કરવાની વૃત્તિ, તેને અધ્યાત્મમાં વિશદ બનાવે છે. આવા અધ્યાત્મમાં કુશળ વ્યક્તિમાં ધૈર્ય અને ઉદાત્ત આશય સહજ રીતે પ્રબળ બનેલા હોય છે. પરિણામે જગતમાં ચારે બાજુ તેનો યશ ફેલાય છે. અધ્યાત્મના લક્ષ્યવાળો સાધક પરંપરાએ તો મોક્ષના મહાસુખને પ્રાપ્ત કરે જ છે, પણ જ્યાં સુધી તે સંસારમાં હોય છે ત્યાં સુધી પણ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલી ભૌતિક સમૃદ્ધિ અને વિશિષ્ટ ગુણસંપત્તિથી તેનું વિરલ વ્યક્તિત્વ સતત શોભતું રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org