________________
ચિલાતિપુત્રનો મધ્યસ્થભાવ - ગાથા-૭૬
૧૭૩
અનેકાન્તશાસ્ત્રના અભ્યાસથી જ્યારે એક એવી સ્પષ્ટ સમજણ પ્રાપ્ત થાય કે, રાગાદિ દોષો જ મારા દુ:ખનું કારણ છે અને ક્ષમા, ઉદારતા આદિ ગુણો મારા સુખનું કારણ છે, ત્યારે જીવ તે દોષોના ઉચ્છદ માટે શાસ્ત્રના આધારે પ્રયત્ન કરે છે. પરિણામે માધ્યચ્ય ભાવ પ્રગટતાં તેને જે સમાધિ પ્રાપ્ત થાય છે તે વ્યક્તસમાધિ કહેવાય છે.
કેટલાક જીવોને શાસ્ત્રાભ્યાસ વગર પણ તેવા પ્રકારના કર્મના ક્ષયોપશમને કારણે મધ્યસ્થભાવ પ્રગટતાં અવ્યક્તપણે આવી સમજ પ્રાપ્ત થાય છે. જેમ મેઘકુમારના જીવે પૂર્વે હાથીના ભાવમાં પગ નીચે આવી બેસી ગયેલા સસલાને બચાવવાં અઢી દિવસ સુધી પગ ઊંચો રાખી સમાધિ સાધેલી. હાથીએ કોઈ શાસ્ત્રાભ્યાસ નહોતો કર્યો, પરંતુ તેવા પ્રકારના કર્મના ક્ષયોપશમને કારણે જે તેને અવ્યક્તપણે પણ ઉદારતા, ક્ષમા વગેરે ગુણોમાં સુખ દેખાયું હતું. આ ઉદારતાના પરિણામે તે અવ્યક્તસમાધિ સાધી સદ્ગતિ પામી શક્યો.
આ જ રીતે ચિલાતિપુત્રે પણ અનેકાન્તશાસ્ત્રનો અભ્યાસ નહોતો કર્યો, પરંતુ તેમને પોતાના પાપ પ્રત્યેના ભારે પશ્ચાત્તાપ સહિત આત્મિક સુખની ભૂખથી એટલે કે તત્ત્વની એક ઊંડી જિજ્ઞાસાથી મહાત્માના ઉપશમવિવેક-સંવર પદો સાંભળ્યાં ત્યારે તેમને માત્ર તેવા પ્રકારના કર્મના ક્ષયોપશમથી રાગાદિ દોષો જ દુ:ખનું કારણ છે તે સમજાયું હતું. આ સમજણના આધારે તેમણે અંતરંગ રીતે આત્મિક શુદ્ધિ કરવાનો દઢ યત્ન ચાલુ કર્યો, જેથી મધ્યસ્થભાવ પ્રગટતાં ઉત્તમ કક્ષાની સમાધિ પ્રાપ્ત કરી. શાસ્ત્રાભ્યાસ વગર મધ્યસ્થભાવના કારણે પ્રાપ્ત થયેલી તેમની આ સમાધિને અવ્યક્તસમાધિ કહેવાય છે. આથી જ યોગાચાર્યોએ કહ્યું છે કે, વ્યક્ત કે અવ્યક્ત બન્ને સમાધિ આત્મિક હિત સાધી શકે છે, તેથી ચિલાતિપુત્રનો પ્રસંગ સાંભળી કોઈએ એવી શંકા ન કરવી જોઈએ કે, અનેકાન્તશાસ્ત્રના અભ્યાસ વગર તેમને માત્ર ત્રણ પદનું જ્ઞાન કેવી રીતે ફળ્યું ?
હકીકતમાં સર્વ શાસ્ત્રનું પ્રયોજન તો એક જ હોય છે કે, અસદ્ગહનો ત્યાગ કરી યોગ્ય આત્માઓને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિમાં જોડવા. મોટાભાગના જીવો શાસ્ત્રના વિશદ અભ્યાસ પછી જ ઉચિત પ્રવૃત્તિ કરી શકે છે, જ્યારે કેટલાક જૂજ જીવો શાસ્ત્ર અધ્યયન વિના પણ તથા પ્રકારનો કર્મનો ક્ષયોપશમ થવાને કારણે ઉચિત પ્રવૃત્તિમાં જોડાય છે, તેથી ક્યારેક શાસ્ત્રાભ્યાસ વગર પણ આત્મહિત સાધી શકાય છે, પરંતુ તેવું ભાગ્યે જ બનતું હોવાથી સામાન્યથી તો મોક્ષસુખને ઇચ્છતા સાધકો માટે શાસ્ત્ર-આજ્ઞા કે તેને સમજતા શાસ્ત્રજ્ઞને પરતંત્ર બની શાસ્ત્રયોગની શુદ્ધિ સાધવા પ્રયત્ન કરવો તે આત્મિક સુખ પામવાનો રાજમાર્ગ છે. કારણ કે, લગભગ લોકો આ જ રીતે મોક્ષે પહોંચ્યા છે. ll૭૬l.
1. બદલ દિસે જીવનાજી વ્યવહારે શિવયોગ છીંડી તાકે... Iકરી.
- ગ્રંથકારશ્રી રચિત ૧૨૫ ગાથાનું સ્તવન //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org