________________
ચિલાતિપુત્રનો મધ્યસ્થભાવ - ગાથા-૭૫
પકડ્યો. એક દિવસ તે ધનશેઠને ત્યાં ચોરી કરી સુષિમાને લઈને ભાગ્યો. તેની પાછળ સુષિમાના પિતા અને ભાઈઓ દોડી રહ્યા હતા. જ્યારે લાગ્યું કે હવે મને સુષમા મળે તેમ નથી ત્યારે તેણે સુષિમાનું માથું ધડથી અલગ કરી નાંખ્યું.
એક હાથમાં પોતાની પ્રેમિકાનું માથું ચોટલાથી પકડ્યું અને બીજા હાથમાં લોહી નીતરતી તલવાર પકડીને તે જંગલમાં ભાગ્યો. હૈયું ક્રોધથી ધમધમી રહ્યું હતું. રાગનું પાત્ર ન મળતાં તે અંદરમાં અકળામણ અનુભવી રહ્યો હતો, તેને ક્યાંય ચેન પડતું નહોતું. વર્ષો સુધી પોતાની એવી માન્યતા હતી કે, મને સુષિમા મળશે તો હું સુખી થઈશ પણ એમાં એ સફળ થઈ શક્યો ન હતો.
૧૭૧
અંદરની અકળામણથી બેબાકળો બનેલો તે ક્યાંક સુખ-શાંતિ શોધતો હતો. તેવામાં કલ્પી ન શકાય તેવા કોઈ પુણ્યોદયના યોગે, એક ચારણ મુનિ તેની નજરે ચઢ્યા. મુનિની શાંત મુદ્રાથી તે આકર્ષાયો અને તેણે ગુસ્સામાંને ગુસ્સામાં મુનિને સુખી થવાનો માર્ગ પૂછ્યો. મુનિ વિશિષ્ટ જ્ઞાની હતા. તેઓ ‘ઉપશમ-વિવેક-સંવર’ એમ માત્ર ત્રણ પદ્દો ઉચ્ચારી આકાશમાં ઊડી ગયા. તે વખતે ચિલાતિપુત્રનો ભૌતિક સામગ્રી મને સુખ આપશે તેવો ભ્રમ ભાંગી ચુક્યો હતો અને તેના અંતરમાં સાચા સુખની તીવ્ર જિજ્ઞાસા પ્રગટી હતી. વધુમાં મુનિને જોતાં જ આ મને જે માર્ગ બતાવશે તે ચોક્કસ સુખનો જ માર્ગ હશે તેવો દૃઢ વિશ્વાસ તેના હૃદયમાં પ્રગટી ચૂક્યો હતો, તેથી તે મુનિના ત્રણ પદો ઉપર ઊંડુ ચિંતન કરવા લાગ્યો.
વિચાર કરતાં કરતાં તેનામાં સહજ જ એવો ક્ષયોપશમ થયો કે જેના દ્વારા તેને સમજાયું કે, રાગાદિ કષાયો જ મારા દુઃખનું કારણ છે. કષાયોનો ઉપશમ તે જ સાચું સુખ છે. પારકાને પોતાના માનવારૂપ અવિવેકના કારણે જ હું દુ:ખી છું. વાસ્તવમાં સુષમા પણ મારી નથી કે આ દેહ પણ મારો નથી. હું આ બધાથી ભિન્ન છું.' આવો વિવેક પ્રગટતાં તેનું ચિત્ત કાંઈક શાંત થવા લાગ્યું. ‘સંવર’ પદ ઉપર ચિંતન કરતાં તેને પોતાની હિંસા, ચોરી વગેરે સર્વ પાપ પ્રવૃત્તિઓ પ્રત્યે ધૃણા થવા લાગી. પરિણામે વર્ષોની સાધના પછી પણ દુર્લભ બની ૨હે તેવું તત્ત્વ તેને લાધ્યું. સર્વ પાપ પ્રવૃત્તિઓનો તત્ક્ષણ ત્યાગ કરી, પોતાના શરીર ઉપરની મમતાથી પર બની તે કર્મ ખપાવવા માટે ઉપસર્ગોને સહન કરવા લાગ્યો. લોહીની ગંધથી આકર્ષાયેલી જંગલી કીડીઓએ ધ્યાનમાં લીન એવા ચિલાતિપુત્રને પગથી માથા સુધી વિંધી નાંખ્યા, આમ છતાં નિર્મમ એવા તેઓ શાંત રહ્યા. આ ત્રણ પદોની વિચારણા દ્વારા જ તેમનામાં મહાવ્રતોનો પરિણામ પ્રગટ થયો અને ઉપશમ, વિવેક તથા સંવરના ભાવોને સ્પર્શી દુર્ગતિમાં લઈ જાય તેવાં કર્મનો નાશ કરી અઢી દિવસમાં તેઓ સ્વર્ગે સીધાવ્યા.
આ પ્રસંગ જ બતાવે છે કે, જો આત્મશુદ્ધિના લક્ષ્યપૂર્વક એક પદનું પણ જ્ઞાન પ્રાપ્ત કરાય, તો તે નાનું પદ પણ દોષો અને દુઃખોનો નાશ કરી અનંતકાળનું સુખ પ્રાપ્ત કરાવવા સમર્થ બને છે. II૭૫॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org