________________
૧૭૦
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
ચિલાતિપુત્રનો મધ્યસ્થભાવ
ગાથા-૭૫-૭૬
અવતરણિકા :
મધ્યસ્થભાવ સહિત એટલે કે અધ્યાત્મપૂર્વકનું એક પદનું જ્ઞાન પણ પરમપદની પ્રાપ્તિ કરાવે તેવું હોય છે, તે વાતને દૃષ્ટાંતથી દૃઢ કરે છે
શ્લોક :
Jain Education International
इति यतिवदनात्पदानि बुद्ध्वा, प्रशमविवेचनसंवराभिधानि प्रदलितदुरितः क्षणाञ्चिलयतितनय, इह" त्रिदशालयं जगाम '
१०
શબ્દાર્થ :
૧. તિ - આથી કરીને ૨. તિવવનાત્ - યતિના મુખમાંથી રૂ/૪. પ્રશવિવેચનસંવરમિનિ પનિ - પ્રશમ-વિવેક-સંવર નામનાં ત્રણ પદોને . યુધ્ના - જાણીને ૬. પ્રતિદુરિત: - નાશ કર્યા છે પાપો જેણે એવા ૭. ચિતિતનય - ચિલાતિપુત્ર ૮. ક્ષાત્ - એક ક્ષણમાં ૬/૧૦. ત્રિવશાજ્યં નામ - સ્વર્ગમાં ગયા. 99. ૪ - (એવું) અહીં = જૈન શાસનમાં (જોવા મળે છે)
શ્લોકાર્થ :
J[ve ][
(રથોદ્ધતા)
મધ્યસ્થભાવપૂર્વકનું એક પદનું જ્ઞાન પણ પ્રમા છે, એથી કરીને યતિના મુખથી પ્રશમ, વિવેક અને સંવર એવાં માત્ર ત્રણ પદોને જાણીને જેનાં પાપો નાશ પામ્યાં હતાં એવા ચિલાતિપુત્ર ક્ષણમાં સ્વર્ગમાં ગયા, એવું જૈનશાસનમાં જોવા મળે છે.
ભાવાર્થ :
માધ્યસ્થ્ય સહિતનું એક પદનું જ્ઞાન પણ આત્મહિતકર બની શકે છે. એ વાત વાસ્તવિક હોવાથી જ મુનિ પાસેથી ઉપશમ, વિવેક અને સંવરૂપ માત્ર ત્રણ પદો સાંભળીને ચિલાતિપુત્ર ક્રોધાદિ કષાયોને શાંત કરી, શરીર અને આત્મા વચ્ચેના ભેદને જાણી અને સર્વ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરી અઢી દિવસમાં દુર્ગતિમાં લઈ જાય તેવાં પાપકર્મનો નાશ કરી સ્વર્ગે ગયા.
વિશેષાર્થ :
માધ્યસ્થ્ય સહિતનું એક પદનું જ્ઞાન પણ આત્મકલ્યાણ કરી શકે છે. આ વાતને વિશેષ સ્પષ્ટ કરવા ગ્રન્થકારશ્રી આ ગાથામાં ચિલાતિપુત્રનું સ્મરણ કરાવે છે. ચિલાતિ નામની દાસીનો પુત્ર પોતાના શેઠ ધનશેઠની પુત્રી સુષિમા પ્રત્યે પૂર્વભવના સ્નેહના સંસ્કારોને કારણે તીવ્ર રાગ ધરાવતો હતો. તેને પ્રાપ્ત કરવાના અનેક ઉપાયો અજમાવ્યા છતાં સફળ ન થતાં છેલ્લે ચિલાતિપુત્રએ ચોરી અને લૂંટફાટનો માર્ગ
For Personal & Private Use Only
www.jainelibrary.org