________________
એકાન્તમતમાં હિંસાદિ અસંગત - ગાથા-૫૮-૫૯
૧૩૯
એમ સ્વીકારીએ તો 9રૂ. મનોવાવાયયોનાં - મન-વચન-કાયાના યોગોના 9૪, મેરાત - ભેદથી 9૬. ક્રિયામિ - () ક્રિયાભેદો (ઉત્પન્ન થાય છે, ) 9૬. સમરૈવ - (તે) સમગ્ર (ક્રિયાભેદો) જ 9૭. વિશીર્વેત - નાશ પામી જાય. 9૮. ત ત - આ (ક્રિયાભેદો નાશ પામી જાય એ) વાત 9. અન્યત્ર - અન્યત્ર = અન્ય શાસ્ત્રોમાં ૨૦. વર્ધિતમ્ ચર્ચેલ છે. શ્લોકાર્થ :
વિસભાગસંતતિના ઉત્પાદક બુદ્ધ અને શિકારીમાં, સંક્લેશના કારણે વિશેષ (ફરક) છે; એમ જ કહો તો આનન્તર્યને (હિંસાનું નિયામક માનવું) વ્યર્થ છે, કેમકે આનન્તર્યથી પણ કાંઈ સંક્લિષ્ટ વ્યક્તિઓ વચ્ચે ભેદ કરાતો નથી. વળી, આ રીતે વિભાગસંતતિ ઉત્પન્ન થાય તેની પૂર્વ ક્ષણમાં વર્તતા બુદ્ધ અને શિકારીમાં માત્ર સંક્લેશના આવારે ફરક છે એમ સ્વીકારશો તો મન-વચન-કાયાના યોગના ભેદથી જે ક્રિયાના ભેદો પડે છે, તે સમગ્ર નાશ પામી જાય. આ વિષયની ચર્ચા અન્ય ગ્રન્થોમાં કરેલ છે. ભાવાર્થ :
બુદ્ધ અને શિકારી બન્ને વિસભાગસંતતિરૂપ ક્ષણોનું આનન્તર્ય પેદા કરવામાં કારણભૂત છે, તેથી શિકારીની જેમ બુદ્ધને પણ હિંસક માનવાની જે આપત્તિ આવે, તેનું નિરાકરણ કરવા બૌદ્ધ એવી દલીલ કરે છે કે, શિકારીમાં સંક્લેશ છે અને બુદ્ધમાં સંક્લેશ નથી તેથી બન્ને સરખા નથી; પરંતુ બન્નેમાં સંક્લેશના કારણે ફરક પડે છે. આમ, સંક્લેશના આધારે નક્કી કરી શકાય કે કોણ હિંસક છે અને કોણ નથી.'
બૌદ્ધની આ માન્યતાના જવાબમાં ગ્રંથકારશ્રી કહે છે કે “બૌદ્ધોનું આ સમાધાન પણ યોગ્ય નથી. કેમ કે જો સંક્લેશના કારણે બન્નેમાં ભેદ છે, એવું સ્વીકારીએ તો પછી આનન્તર્યને હિંસાનું નિયામક માનવાની કોઈ જરૂરત રહેતી નથી. કેમ કે બુદ્ધ કે શિકારીમાં સંક્લેશના કારણે જ ફરક છે એમ સ્વીકાર્યા પછી પણ આનન્તર્યના લીધે સંક્લેશવાળી બે વ્યક્તિઓ વચ્ચે ભેદ કરાતો નથી.
વળી, આ રીતે માત્ર સંક્લેશને હિંસાનો નિયામક માનવામાં આવે તો સંક્લેશ એક માનસિક પરિણામ છે, તેથી મનથી હિંસા થવા રૂપ હિંસાનો એક ભેદ પ્રાપ્ત થશે; પરંતુ મનથી, વચનથી અને કાયાથી કરણ, કરાવણ અને અનુમોદનરૂપ જે હિંસાદિ ક્રિયાના અનેક ભેદો પડે છે તે ભેદો નહિ પડી શકે. અને એ ભેદોને સ્વીકાર્યા વિના હિંસા-અહિંસાના યથોચિત ભેદો પણ નહિ પડી શકે.” વિશેષાર્થ :
‘પદાર્થનું અસ્તિત્વ માત્ર એક ક્ષણ જ હોય છે. બીજી ક્ષણે તે વિનાશ પામી જાય છે.' - આવી માન્યતાવાળા બૌદ્ધ મતમાં હિંસાદિ ઘટી શકે નહીં, કેમકે સ્વયં જ વિનાશ પામી જતા આત્માની હિંસા કરનાર કોણ બની શકે ? તેની સામે બૌદ્ધનું એમ કહેવું છે કે, “વિસભાગસંતતિરૂપ ક્ષણોનું આનન્તર્ય જ હિંસા છે.” તેની આવી વાત સ્વીકારી લેવામાં આવે તો બુદ્ધ અને શિકારી બન્નેને હિંસક માનવા પડે. કેમ કે, બુદ્ધ પોતાની વિભાગસંતતિ ઉત્પન્ન કરવામાં ઉપાદાન કારણ છે, તો શિકારી ભૂંડની વિભાગસંતતિ ઉત્પન્ન કરવામાં નિમિત્ત કારણ છે, બન્નેમાં કોઈ ફરક નથી.
આ આપત્તિનું નિરાકરણ કરવા બૌદ્ધ કહે છે કે, “બુદ્ધ અને શિકારી બન્ને સરખા નથી, કારણ કે બન્ને વચ્ચે સંક્લેશ-અસંક્લેશના આધારે ભેદ પડે છે.” શિકારી જ્યારે ભૂંડની હિંસા કરે છે ત્યારે તેનામાં “હું આને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org