________________
૧૩૮
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
સભાગસંતતિ કહેવાય છે અને પોતાના કરતાં વિલક્ષણ (વિસદશ) સંતાનને વિસભાગસંતતિ કહેવાય છે.
જ્યારે એક ક્ષણ પછી તરત આવતી બીજી ક્ષણમાં વિસભાગસંતતિ પેદા થાય ત્યારે તે વિભાગસંતતિરૂપ ક્ષણોનું આનન્તર્ય' જ હિંસા છે. સભાગસંતતિવાળી બીજી ક્ષણ તો સ્વયં જ પેદા થાય છે, પરંતુ વિસભાગસંતતિવાળી બીજી ક્ષણ કોઈના પ્રયત્નથી પણ પેદા થઈ શકે છે. જ્યારે વિસભાગસંતતિવાળી ક્ષણ કોઈના પ્રયત્નથી પેદા થાય ત્યારે તેવો પ્રયત્ન કરનાર વ્યક્તિને હિંસક કહેવાય છે. આ રીતે આત્માને એકાન્ત અનિત્ય માનનારના પક્ષમાં પણ હિંસક અને હિંસાદિ ઘટી શકે.”
ગ્રંથકારશ્રીજીનું કહેવું છે કે, બૌદ્ધની આવી માન્યતા પણ યોગ્ય નથી, કેમકે “ભૂંડની વિસભાગસંતતિવાળી ક્ષણને ઉત્પન્ન કરનાર શિકારીને જો હિસંક માનવામાં આવે તો બુદ્ધને પણ હિંસક માનવાની આપત્તિ આવે. ભૂંડને મારી શિકારી તેની વિસભાગસંતતિ પેદા કરે છે એટલે કે શિકારીને ભૂંડની વિભાગસંતતિરૂપ અનન્તર ક્ષણ ઉત્પન્ન કરવામાં કારણ મનાય છે. તેની જેમ જ્યારે બુદ્ધ મૃત્યુ પામે ત્યારે પોતાના મૃત્યુ પછી જે પોતાની વિસભાગસંતતિ પેદા થાય છે તેમાં બુદ્ધ સ્વયં ઉપાદાન કારણ છે, તેથી બુદ્ધને પણ હિંસક માનવા પડે. આમ, વિભાગસંતતિરૂપ અનન્તર ક્ષણ પેદા કરવામાં જેમ શિકારી કારણ છે તેમ બુદ્ધ પણ કારણ છે, તેથી માત્ર વિજાતીયક્ષણની ઉત્પત્તિને હિંસા ન માની શકાય અને તેના ઉત્પાદકને હિંસક પણ ન કહેવાય. આમ, એકાત્તે અનિત્ય માનનારના મતમાં હિંસાદિ ઘટી શકતાં નથી. પછી અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં કહ્યું કે વિસભાગસંતતિવાળું ક્ષણોનું આનન્તર્ય જેમ શિકારી ઉત્પન્ન કરે છે તેમ બુદ્ધ પણ ઉત્પન્ન કરે છે, તેથી તે બન્નેમાં કોઈ ફરક નથી, તેથી ક્ષણોના આનન્તર્યને હિંસાદિનું નિયામક ન માની શકાય; તેની સામે પૂર્વપક્ષી કહે છે કે, શિકારી અને બુદ્ધ બન્ને વિસભાગસંતતિરૂપ અનન્તર ક્ષણની ઉત્પત્તિમાં ભલે નિમિત્ત અને ઉપાદાન કારણ હોય પણ શિકારીમાં સંક્લેશ હોય છે જ્યારે બુદ્ધમાં સંક્લેશ નથી હોતો, તેથી શિકારીને હિંસક મનાય, બુદ્ધને નહિ. તેનું નિરાકરણ કરતાં કહે છે - , શ્લોક :
सङ्क्लेशेन विशेषष्टोदानन्तर्यमपार्थकम् ।
* દિ તેના સંવિદમળે મેટ્રો વિધીવત ૧૮| मनोवाक्काययोगाना३ भैदादेवं क्रियाभिदा ।
समग्रैव विशीर्यतेत्येतदन्यत्र चर्चितम् ॥५९ || શબ્દાર્થ :
9. વેતુ - જો ૨. સવન - સંક્લેશથી રૂ. વિશેષ: - (વિસભાગસંતતિવાળા આનન્તર્યના કારણ એવા બુદ્ધ અને શિકારીમાં) વિશેષ=ફરક છે. એવું કહો તો) ૪. આનન્તર્યમ્ - આનન્તર્ય છે. પાર્થમ્ - વ્યર્થ જાય, ૬. દિ - કારણ કે, ૭, તેનાપિ - તેનાથી પણ = આનન્તર્યથી પણ (કંઈ) ૮, સંવઋણમધ્યે - સંક્લિષ્ટ વ્યક્તિઓ વચ્ચે ૧/૧૦/૧૧, મેઢ: વિધીવતે - ભેદ કરાતો નથી. ૧૨.gā - (વળી) આ પ્રમાણે = આનન્તર્ય વ્યર્થ છે અને સંક્લેશના લીધે જ શિકારી હિંસક મનાય અને બુદ્ધ હિંસક ન મનાય, 1. માનન્તર્ય = સનન્તરી ભાવ: અંતરરહિતપણું, વચમાં વ્યવધાનનો અભાવ. અવ્યવધાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org