________________
અન્યદર્શનોમાં સ્યાદ્વાદ ગાથા-૪૮
અવતરણિકા :
મીમાંસકો કેમ અનેકાન્તને નકારી ન શકે તે હવેના બે શ્લોકમાં જણાવે છે
શ્લોક :
४
પ્રત્યક્ષ નિતિમત્રો, મેયાંશે દ્વિહક્ષમ્ । ગુરુન વવન્તે નાનાનું પ્રતિક્ષિપુત્ ́ I[૪૮]
શબ્દાર્થ :
9. મિતિમાત્રંશે - મિતિ=અનુમિતિ અને માતૃ=અનુમાન કરનાર વ્યક્તિના અંશમાં ૨. પ્રત્યક્ષ - પ્રત્યક્ષ રૂ. મેયાંશે - (અને) મેય = અનુમેય વિષયના અંશમાં ૪. દ્વિજ્ઞમ્ - તેનાથી વિલક્ષણ = પરોક્ષ એવા ૬/૬. હ્ર જ્ઞાનં - એક જ્ઞાનને ૭/૮. વવન્ ગુરુ: - કહેતા ગુરુ = મીમાંસક મતના એક અનુયાયી શ્રી પ્રભાકર ૧. અનેાાં - અનેકાન્તનો 90/99. 7 પ્રતિક્ષિપેત્ - પ્રતિક્ષેપ ન કરી શકે.
શ્લોકાર્થ :
=
‘એક જ જ્ઞાન, અનુમિતિ અને અનુમાતાના અંશમાં પ્રત્યક્ષ છે અને અનુમેયના અંશમાં તેનાથી વિલક્ષણ પરોક્ષ છે’ એવું કહેતા ‘ગુરુ’ (પ્રભાકર-મીમાંસક મતના એક વિભાગના પુરસ્કર્તા) અનેકાન્તનો પ્રતિક્ષેપ ન કરી શકે.
ભાવાર્થ :
૧૨૧
મીમાંસક મતના એક વિભાગના પુરસ્કર્તા પ્રભાકર ‘ગુરુ' તરીકે ઓળખાય છે. તેઓ એમ માને છે કે જ્ઞાનના ત્રણ અંશો હોય છે : અનુમિતિ (પ્રમા), અનુમાતા (અનુમાન ક૨ના૨ વ્યક્તિ) અને અનુમેય (અનુમાન કરવા યોગ્ય વસ્તુ = અનુમાનનો વિષય). આ ત્રણમાંથી અનુમિતિ અને અનુમાતા પ્રત્યક્ષ હોય છે અને અનુમેય પરોક્ષ હોય છે. એક જ જ્ઞાનમાં પ્રત્યક્ષતા અને પરોક્ષતા રૂપ બે ધર્મો સ્વીકારનાર ‘ગુરુ’ દ્વારા અનાયાસે સ્યાદ્વાદનો સ્વીકાર થઈ જાય છે.
વિશેષાર્થ :
મીમાંસા દર્શનના પ્રણેતા જૈમિનિ ઋષિ છે. તેઓ ‘વેદ’ને નિત્ય અને અપૌરુષેય માને છે. વેદવિહિત ‘કર્મો’ને તેઓ ધર્મ માને છે. વેદ વાક્યોનું અર્થઘટન કેવી રીતે કરવું અને કર્મકાંડની વ્યવસ્થા કરવી એ મીમાંસકોનું પ્રયોજન છે. જૈમિનિ ઋષિના સૂત્રો તેમનું મુખ્ય શાસ્ત્ર છે. ભિન્ન ભિન્ન વિચા૨સરણીને કા૨ણે મીમાંસાના ત્રણ મત પડે છે.
(૧) ગુરુમત, જેના પ્રવર્તક પ્રભાકરમિશ્ર છે.
(૨) ભાટ્ટમત, જેના પ્રવર્તક કુમારિલભટ્ટ છે.
(૩) મિશ્રમત, જેના પ્રવર્તક મુરારિમિશ્ર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org