________________
૧૨૦
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ :
વૈશેષિક દર્શનના રચયિતા કણાદ મુનિ છે અને યોગ એટલે કે નૈયાયિકમતના પ્રણેતા ગૌતમ મુનિઅક્ષપાદ છે. વૈશેષિકદર્શન અને ન્યાયદર્શનમાં બહુ જ ઓછો તફાવત છે. પ્રાચીન ન્યાય સોળ પદાર્થો માને છે જ્યારે નવ્ય ન્યાય તે સોળે પદાર્થોને વૈશેષિક મતમાં બતાવેલા સાત પદાર્થોમાં સમાવી લે છે. જે આ પ્રમાણે છે : દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-વિશેષ-સમવાય અને અભાવ.
નૈયાયિક અને વૈશેષિકોના મતે “રૂપ' એ દ્રવ્યમાં રહેનારા પચ્ચીસ ગુણોમાંનો એક ગુણ છે. સામાન્ય ભાષામાં જેને રંગ કહેવાય તેને નૈયાયિકો રૂપ કહે છે. તેમના ગ્રંથમાં શ્વેત વગેરે છ વર્ણો(રંગો)નું વર્ણન કરી, તેઓ ચિત્રરૂપ” નામના સાતમાં રૂપનું પણ નિરૂપણ કરે છે.
‘ચિત્ર' એટલે કાબરચીતરું. અનેક રંગોના સમૂહને ચિત્રરંગ અથવા ચિત્રરૂપ કહેવાય. આ ચિત્રરૂપે પણ એક સ્વતંત્ર રંગ/રૂપ છે, એવું તેઓનું માનવું છે, તેથી ચિત્રરૂપ સ્વયં એકરૂપ છે અને તે અનેકરૂપોનું બનેલું છે. આમ તેઓ આ કાબર-ચીતરા રૂપને એટલે કે ચિત્રરૂપને એકરૂપ પણ કહે છે અને અનેકરૂપ પણ કહે છે.
આમ તો નૈયાયિક રૂપને (રંગને) વ્યાખવૃત્તિ ગુણ માને છે. હવે જો તે પીળા, લાલ, કાળા આદિ અનેક રૂપો (રંગો) વાળા કોઈ પદાર્થમાં અનેક રૂપો સ્વીકારે તો રૂપ વ્યાપ્યવૃત્તિ ન રહે તેથી રૂપની વ્યાપ્યવૃત્તિતાને ટકાવી રાખવા માટે તેમને એક ચિત્રરૂપની કલ્પના કરી છે. આ ચિત્રરૂપ એક છે અને વ્યાપ્યવૃત્તિ છે એવું તેઓ માને છે પણ તે ચિત્રરૂપ અનેક રૂપોનો સમુદાય છે'; એવું પણ તેઓ માને છે.
જેમકે કોઈ વિવિધ રંગોવાળું વસ્ત્ર હોય તો તેને ચિત્રરૂપવાળું વસ્ત્ર કહેવાય. સંસ્કૃતમાં આવા વસ્ત્ર માટે “ચિત્રપટ' એવો શબ્દ વપરાય છે. આવા વિવિધ રંગોવાળા વસ્ત્રમાં એટલે ચિત્રપટમાં વ્યાપ્યવૃત્તિ (સંપૂર્ણ પટમાં | વસ્ત્રમાં ફેલાયેલું) એક ચિત્રરૂપ પણ હોય છે અને અવ્યાપ્યવૃત્તિ (પટ/વસ્ત્રના અમુક ભાગમાં રહેલી અનેક વિરુદ્ધ વિવિધરૂપો પણ હોય છે. જે આખાં વસ્ત્રમાં સર્વત્ર વ્યાપીને રહેતું એક ચિત્રરૂપ છે તે અનેક રંગોથી બનેલું છે. જ્યારે તે જ અનેક રંગોમાં અવાંતર અનેક રૂપો હોય છે. આ રીતે ચિત્રરૂપને એક-અનેક સ્વીકારવાથી યોગ-વૈશેષિકો પણ આડકતરી રીતે તો અનેકાન્તને સ્વીકારે જ છે. તો પછી એ અનેકાન્તનું ખંડન શી રીતે કરી શકે ?
આ રીતે એક જ ચિત્રપટમાં રૂપની અપેક્ષાએ એક ચિત્રરૂપ પણ છે અને અનેક પણ છે અર્થાત્ ચિત્રપટના રૂપમાં એકત્વ અને અનેકત્વ એમ બે વિરોધી ધર્મો એકીસાથે રહે છે. ૪૭
– અનેક રંગોવાળું એક વસ્ત્રચિત્રપટ . -વ્યાપ્યવૃત્તિ એક ચિત્રરૂપ - અવ્યાખવૃત્તિ અનેકરૂપો
છે
1. अनेकविरुद्धनानारूपसमुदायः = चित्ररूपम्
- નિત્રયીમ્ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org