________________
૧૧૮
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
અવતરણિકા :
બૌદ્ધ મત પણ કેવી રીતે અનેકાન્તને અપનાવે છે તે જણાવે છેશ્લોક :
विज्ञानस्यैकमाकारं, नानाकारकरम्बितम् ।।
इच्छंस्तथागतः प्राज्ञो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥४६॥ શબ્દાર્થ :
9.વિજ્ઞાનW - વિજ્ઞાનના ૨. નાનાવાશ્વતમ્'- વિવિધ આકારથી યુક્ત એવા રૂ. પ્રમ્ સવાર - એક આકારને ૪. રૂછનું - સ્વીકારતા ૫/૬, પ્રાd: તથાત: - પ્રાજ્ઞ એવા તથાગત બૌદ્ધ ૭. અનેકાન્ત - અનેકાન્તનો ૮/૧. ન પ્રતિક્ષિતિ - નિષેધ ન કરી શકે. શ્લોકાર્થ :
વિજ્ઞાનનો એક આકાર વિવિધ આકારોથી યુક્ત છે' - એવું માનતા બુદ્ધિશાળી બોદ્ધ અનેકાન્તનો નિષેધ ન કરી શકે. ભાવાર્થ :
બૌદ્ધ દર્શન એવું માને છે કે જગતમાં જ્ઞાન સિવાય બીજો કોઈ પદાર્થ જ નથી. જ્યારે કોઈ અનેક રંગો ધરાવતાં વસ્ત્રનું જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાન તો એક જ છે. પરંતુ તે જ્ઞાન ગ્રાહક પણ છે અને ગ્રાહ્ય પણ છે. ગ્રાહક તરીકે તે એક છે અને ગ્રાહ્ય તરીકે તે અનેક છે, કેમકે વસ્ત્ર જેવી કોઈ વસ્તુ જ ન હોવાને કારણે જે વિવિધ રંગોના આકારવાળું જ્ઞાન થાય છે તે વાસ્તવમાં અનેકવિધ ગ્રાહ્ય જ્ઞાન છે. આ રીતે જ્ઞાનને એકરૂપ અને અનેકરૂપ સ્વીકારનાર બૌદ્ધ મત અનેકાન્તનો નિષેધ કઈ રીતે કરી શકે ? વિશેષાર્થ :
બૌદ્ધદર્શનના આદ્ય પ્રણેતા ગૌતમબુદ્ધ છે. તેઓનું એવું માનવું છે કે “જગતના દરેક પદાર્થોનું અસ્તિત્વ માત્ર એક ક્ષણ પૂરતું હોય છે... માટે સર્વ પદાર્થો ક્ષણિક છે, ક્ષણિકવાદ એ તેમનો મૂળભૂત સિદ્ધાંત છે.
સામાન્ય લોકો જેને ચૈતન્ય કહે છે, તેને બૌદ્ધ વિજ્ઞાન” કહે છે. વિચારોના ભેદને કારણે સમયના વહેણમાં બૌદ્ધ દર્શન ચાર વિભાગમાં વહેંચાઈ ગયું છે; ૧. વૈભાષિક ૨. સૌત્રાંતિક ૩. યોગાચાર ૪. માધ્યમિક
આ ચારે ભેદોમાં મૂળભૂત સિદ્ધાંતો સંબંધી વિસંવાદ નથી, છતાં પણ બાહ્ય રીતે દેખાતો સંસાર અને મોક્ષ આ બન્નેના સ્વરૂપમાં આ ચારે શાખાઓ વચ્ચે ઘણા મોટા મતભેદો છે. 1. नानाकारकरम्बितम् = चित्रपटाद्यनेकाकारमिश्रितम्
स्याद्वादरहस्ये ।। 2. આકાર એટલે પુદ્ગલના સમૂહરૂપ પદાર્થ. આ બૌદ્ધનો પારિભાષિક શબ્દ છે. 3. બૌદ્ધના ચાર ભેદો વિષયક જાણકારી જૈન-અજૈન દાર્શનિક ગ્રંથોમાંથી મેળવી શકાય, તેની ટૂંકી સમજ પાછળ પરિશિષ્ટ
પમાં આપેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org